AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મે મહિનામાં મારા દીકરાના લગ્ન હોવાની વાત અફવા, આવુ કોઈ જ આયોજન નથી: CM વિજય રૂપાણી

ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકડાઉનનો નિર્ણય ન લેવાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના પુત્રના લગ્ન હોવાની વાતોએ સોશિયલ મીડિયામાં જોર પક્ડયું હતું.

મે મહિનામાં મારા દીકરાના લગ્ન હોવાની વાત અફવા, આવુ કોઈ જ આયોજન નથી: CM વિજય રૂપાણી
File Image
| Updated on: Apr 07, 2021 | 10:42 PM
Share

ગુજરાતમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે લોકડાઉનનો નિર્ણય ન લેવાતા મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM Vijay Rupani)ના પુત્રના લગ્ન હોવાની વાતોએ સોશિયલ મીડિયામાં જોર પક્ડયું હતું. ત્યારે આખરે ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે ટ્વીટ કરી પોતાના પુત્રના લગ્ન મે મહિનામાં હોવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. લગ્ન અંગે કોઈ આયોજન ન આવવાનું પણ મુખ્યમંત્રીએ જણાવ્યું છે.

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરતાં લખ્યું કે ‘ મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયાવિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા Fake news છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે’.

છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી રૂપાણીના દીકરાના લગ્નને લઈને ચર્ચા ચાલી રહી છે. કોરોનાના સંક્રમણ બેકાબૂ બનતા હાઈકોર્ટના નિર્દેશ બાદ લોકોને હતું કે લોકડાઉન લાગશે પણ રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ જ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ચર્ચા કરી રહ્યા છે કે મે મહિનામાં મુખ્યપ્રધાનના દીકરાના લગ્ન હોવાથી લોકડાઉન આપવામાં નહીં આવે. જો કે સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા ન્યૂઝ ફેક છે. જેની પુષ્ટી મુખ્યપ્રધાન વિજય રૂપાણી જાતે જ કરી છે.

આ પણ વાંચો: હાઈટાઈમ કોરોના કેસ અને માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન સાથે AMC હરકતમાં, કોવિડ દર્દી માટે વધુ 2,681 બેડની વ્યવસ્થા કરાઈ

Follow Us
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
વાઇબ્રન્ટ નવરાત્રિ એન્ટ્રી વિવાદ: હર્ષ સંઘવીની મોટી સ્પષ્ટતા
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
ગીર સોમનાથ: ડોળાસા-ઝાંઝરિયાને જોડતો નવો રોડ બનાવવા ગામલોકોની ઉગ્ર માગ
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
બોટાદમાં સતત ઠંડા વરસાદે કપાસના પાકને પહોંચાડ્યુ ભારે નુકસાન- Video
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મહેસાણા: કડીના નંદાસણ પાસે કેમિકલયુક્ત પાણીથી ખેતી-આરોગ્ય જોખમમાં
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
મનસુખ વસાવાએ ભ્રષ્ટાચાર અને પક્ષ શિસ્ત સામે કરી લાલ આંખ
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
વડોદરામાં જાહેર રસ્તા પર ચેન સ્નેચિંગની ઘટના, CCTV આવ્યા સામે
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
આજનું ભારત આતંકવાદનો જડબાતોડ જવાબ આપે છે, મન કી બાતમાં બોલ્યા PM મોદી
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
પરિવારમાં આવશે ખુશીના સમાચાર, જાણો આજનું રાશિફળ
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
ફૂડ સેફ્ટી નિયમોનું પાલન જરૂરી: FDA કમિશનર તુકારામ મુંઢે
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
મકરબા બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનથી ભારે ટ્રાફિકજામ
g clip-path="url(#clip0_868_265)">