Rajkot : ખાનગી હોસ્પિટલમાં દર્દીના સગાંએ ડોક્ટરને લાફા માર્યા , પોલીસ 3 લોકોની ધરપકડ કરી
રાજકોટના ડો,.મોહિતે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લખાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાત્રીના પોણા દસ વાગ્યે લાપાસરી ગામમાંથી સર્પ દંશને કારણે એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે દર્દીની સારવાર ચાલી રહી હતી જેમાં દર્દીના સગાં ત્યાં હોવાથી અડચણ ઉભી થઇ હતી જેથી તેઓને બહાર જવા માટે કહ્યું ત્યારે તેઓ ઉશ્કેરાય ગયા હતા અને ચાર શખ્સો મારવા દોડ્યા હતા
રાજકોટના(Rajkot)ઢેબર રોડ પર આવેલી ખાનગી મધુરમ હોસ્પિટલમાં(Hospital)બુધવારની રાત્રે દર્દીના સગાંએ ડોક્ટર પર હુમલો (Assault)કરતા પોલીસે ત્રણ લોકોની ધરપકડ કરી છે. બુધવારે રાત્રીના 10 વાગ્યે વેલસીંગભાઇ લાડુ નામના 40 વર્ષીય પુરૂષને સાપ કરડી ગયો હોવાથી મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેની સારવાર ડો.મોહિત સગપરીયા દ્રારા કરવામાં આવી રહી હતી.સારવાર ચાલી રહી હતી તેવા સમયે દર્દીના સગાંને ડોક્ટર સાથે માથાકૂટ થઇ જેનો ખાર રાખીને દર્દીના સગાંએ ડોક્ટરને લાંફા ઝીંકા દીધા હતા અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.આ મામલે ડો.મોહિત સગપરીયા દ્રારા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવામાં આવી હતી જેના આધારે પોલીસે દશરથસિંહ ભટ્ટી,મહિપતસિંહ ચૌહાણ અને પ્રભાતસિંહ ભટ્ટીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દર્દીના સગાંને બહાર જવાનું કહેતા રોષે ભરાયા- ડો.હેમાંગ વસાવડા
આ અંગે મધુરમ હોસ્પિટલના સંચાલક ડો,હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે દર્દીને સાપ કરડ્યો હોવાથી તેઓ ડો. નિલાંગ વસાવડા પાસે સારવાર કરાવવા માટે આવ્યા હતા અને તેને આઇસીયુમાં એડમિટ કરવામાં આવ્યા હતા.દરમિયાન આઇસીયુમાં દર્દીના સગાં ઘુસી ગયા હતા જેને ફરજ પરના હાજર ડોક્ટર મોહિત સગપરીયાએ બહાર જવાનું કહ્યું હતું જેનો ખાર રાખીને દર્દીના ચાર જેટલા સગાં ત્યાં દોડી આવ્યા હતા અને ડો.મોહિતને માર મારવા લાગ્યા હતા જેથી પોલીસને જાણ કરાઇ હતી અને પોલીસે તમામને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મને મારી નાખવાની ધમકી આપી-ડો.મોહિત
આ અંગે ડો. મોહિતે ભક્તિનગર પોલીસ સ્ટેશન ખાતે લખાવેલી ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાત્રીના પોણા દસ વાગ્યે લાપાસરી ગામમાંથી સર્પ દંશને કારણે એક વ્યક્તિને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે દર્દીની સારવાર ચાલી રહી હતી જેમાં દર્દીના સગાં ત્યાં હોવાથી અડચણ ઉભી થઇ હતી જેથી તેઓને બહાર જવા માટે કહ્યું ત્યારે તેઓ ઉશ્કેરાય ગયા હતા અને ચાર શખ્સો મારવા દોડ્યા હતા અને મને મારી નાખવાની ધમકી આપી હતી અને હોસ્પિટલ બંધ કરાવી દેવાની ધમકી આપી હતી.
આ પણ વાંચો : Gujarat માં પાટીદાર બાદ કરણી સેનાએ ક્ષત્રિય યુવાનો પર થયેલા કેસ પરત ખેંચવાની માંગ કરી
આ પણ વાંચો : Ahmedabad: એક એવી અનોખી લાયબ્રેરી કે જેમાં સાડીઓનો સંગ્રહ છે, જાણો શું છે લાયબ્રેરીનો ઉદ્દેશ