AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો યથાવત, વિજય સખિયાને રા.લો. સંઘમાંથી દૂર કરાયા

રાજકોટ લોઘિકા સંઘમાં જિલ્લા બેંકના સભ્ય તરીકે વિજય સખિયાને દુર કરવાની જયેશ રાદડિયાની ભલામણ કરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.જયેશ રાદડિયાનું હરિફ જુથ આ માટે સતત ભાજપના મવડી મંડળને રજૂઆત કરી રહ્યું હતું જો કે કાયદાકીય બાબતોને કારણે આ અંગે કોઇ નિર્ણય જાહેર થયો ન હતો અંતે ભાજપ દ્રારા વ્હિપ આપવામાં આવ્યો હતો

Rajkot : સહકારી ક્ષેત્રે જયેશ રાદડિયાનો દબદબો યથાવત, વિજય સખિયાને રા.લો. સંઘમાંથી દૂર કરાયા
Gujarat Co Operative Sector Leader Jayesh Radadiya
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 24, 2022 | 4:45 PM
Share

રાજકોટ(Rajkot)જિલ્લાના સહકારી ક્ષેત્રમાં વર્ચસ્વની લડાઇમાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાનો(Jayesh Radadiya)હાથ ઉપર રહ્યો છે,આજે રાજકોટ લોઘિકા ખરીદ વેચાણ સંઘમાં બેંકના પ્રતિનિધી તરીકે વિજય સખિયાને(Vijay Sakhiya)દૂર કરીને તેની જગ્યાએ મહેશ આસોદરિયાને નિમણૂક આપવામાં આવી છે.આ અંગે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજાએ કહ્યું હતું કે જિલ્લા સહકારી બેંક દ્રારા વિજય સખિયાને દૂર કરવા માટેની દરખાસ્ત આવી હતી જો કે કાયદાકીય સૂચન માટે આ દરખાસ્તને પેન્ડીંગ રાખવામાં આવી હતી.આ અંગે જિલ્લા ભાજપનું પણ માર્ગદર્શન લેવામાં આવ્યું હતું અને સર્વ સંમતિથી પાર્ટીના આદેશ પ્રમાણે વિજય સખિયાને દુર કરીને મહેશ આસોદરિયાને ડેરીના પ્રતિનિધી તરીકે નિમણુક આપવામાં આવી છે.બીજી તરફ જયેશ રાદડિયાના હરિફ જુથ વિજય સખિયાને પદ પર બચાવી શક્યું ન હતું.જો કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ બોર્ડે લીધેલા નિર્ણયને નિતીન ઢાંકેચાએ પોતાની જીત બતાવી હતી.

ડેરીમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા  હતા

જો કે રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘ બોર્ડે લીધેલા નિર્ણયને નિતીન ઢાંકેચાએ પોતાની જીત બતાવી હતી.તેમણે કહ્યું હતું કે વર્ષોથી સહકારી ક્ષેત્ર પોતાની રીતે નિર્ણયો લેતું હતું પરંતુ પ્રથમવાર એવું બન્યું છે કે જયેશ રાદડિયાએ ભાજપ કાર્યાલય સુધી જવું પડ્યું છે.અમે પાર્ટીનો આદેશ માન્યો છે નહિ કે જયેશ રાદડિયાની જીત થઇ છે.ડેરીમાં ભ્રષ્ટ્રાચારના આક્ષેપો થયા હોવાને કારણે જયેશ રાદડિયા વિજય સખિયાને પદ પરથી હટાવી રહ્યા છે.

તમામ સભ્યોને ભાજપે વ્હિપ આપ્યું હતું

રાજકોટ લોઘિકા સંઘમાં જિલ્લા બેંકના સભ્ય તરીકે વિજય સખિયાને દુર કરવાની જયેશ રાદડિયાની ભલામણ કરતી દરખાસ્ત પેન્ડિંગ રાખવામાં આવી હતી.જયેશ રાદડિયાનું હરિફ જુથ આ માટે સતત ભાજપના મવડી મંડળને રજૂઆત કરી રહ્યું હતું જો કે કાયદાકીય બાબતોને કારણે આ અંગે કોઇ નિર્ણય જાહેર થયો ન હતો અંતે ભાજપ દ્રારા વ્હિપ આપવામાં આવ્યો હતો અને જિલ્લા બેંક દ્રારા રાજકોટ લોધિકા સંઘમાં પ્રતિનિધી તરીકે જે નામની ભલામણ કરવામાં આવે તેને માન્ય રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

રાદડિયા હરિફ જુથ ફરી સી.આર.પાટીલને મળશે

પ્રથમ દાવમાં પોતાની હાર થતા જયેશ રાદડિયાના હરિફ જુથ દ્રારા ભ્રષ્ટાચારની વાત આગળ કરીને ફરી સી. આર. પાટીલને રજુઆત કરવાની વાત કરી હતી.આવતા સપ્તાહે હરિફ જુથ પૈકીના વિજય સખિયા,નિતીન ઢાંકેચા,પરસોતમ સાવલિયા ફરી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલને મળવા જવાના છે.બેંકમાં ભરતીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ સાથે જવાબદારો સામે પગલા ભરવાની તેઓ રજૂઆત કરશે.

આ પણ વાંચો : Surat: અઠવાડિયામાં 2 કલાકથી વધુના વીજ કાપથી ખેડુતો પરેશાન, શેરડી-ડાંગર સહિતના પાકને નુકસાન

આ પણ વાંચો : વિશ્વ ટીબી દિવસ :​​​​​​​ ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત 

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">