AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Friendship Day True Story: મહાન હાસ્ય કલાકાર હરસુખ કિકાણી કે જેમણે પોતાના ઘરનું નામ જ રાખી દીધું “મિત્રકૃપા’, વાંચો તેમની મિત્ર ભક્તિના કિસ્સા

સામાન્ય રીતે કોઈના ઘર પર ભગવાનનું નામ લખેલું હોય, તેમના ઘરના કોઈ સભ્યનું નામ હોય. માતૃકૃપા,પિતૃકૃપા,હરિકૃપા આવા નામ અનેક લોકોના ઘર પર જોવા મળે. પરંતુ રાજકોટની કલ્યાણ સોસાયટીમાં એક એવું મકાન આવેલું છે જેના પર લખ્યું છે "મિત્રકૃપા".

Friendship Day True Story: મહાન હાસ્ય કલાકાર હરસુખ કિકાણી કે જેમણે પોતાના ઘરનું નામ જ રાખી દીધું મિત્રકૃપા', વાંચો તેમની મિત્ર ભક્તિના કિસ્સા
Ronak Majithiya
| Edited By: | Updated on: Aug 06, 2023 | 7:00 AM
Share

Rajkot: વીતેલા જમાનાના ખૂબ મોટા હાસ્ય કલાકાર હરસુખ કિકાણી પોતાના મિત્રોને એટલો પ્રેમ કરતા હતા કે તેઓએ પોતાના ઘર પર જ લખાવ્યું મિત્રકૃપા. આ પ્રકારે મિત્રો માટે પ્રેમ ધરાવતા વ્યક્તિને આજના દિવસે એટલે કે ફ્રેન્ડશીપ ડે (friendship day) ના દિવસે યાદ કરવા જ પડે. આવો જાણીએ હરસુખ કિકાણી અને તેમના મિત્ર પ્રેમ વિશે.

કોણ હતા હરસુખ કિકાણી?

સ્વ. હરસુખ કિકાણીનો જન્મ સપ્ટેમ્બર 1913માં રાજકોટમાં જ થયો હતો.ત્રિકોણબાગ બગીચાની સામે તેમના પિતાને રમતગમતના સાધનોની દુકાન હતી. પરંતુ તેમને શેરબજારમાં મોટી ખોટ આવતા મોટી આર્થિક નુકસાની આવી હતી. બાળપણથી જ તેમને અભિનય અને હાસ્યરસમાં રુચિ હતી. જેથી તેમણે તે ક્ષેત્રમાં જ આગળ વધવાનું નક્કી કર્યું.

friendship day

શરૂઆતમાં તેમણે “સંતૃપ્ત હૃદય” નામના નાટકનું નિર્માણ કર્યું અને પોતે તેમાં ભૂમિકા નિભાવી. પરંતુ તેમાં નફાને બદલે તેમને નુકસાની થઈ. પરંતુ તેમણે હિંમત હાર્યા વગર તેઓ નાટકો રજૂ કરવા માંડ્યા અને તેમને સફળતા પણ મળવા લાગી. આ ઉપરાંત તેમણે પોતાના એકલા હાસ્ય કાર્યક્રમો પણ શરૂ કર્યા એટલે કે અત્યારના જમાના મુજબ કહીએ તો સ્ટેન્ડઅપ કોમેડી. એ ક્ષેત્રમાં તેમને એટલી ખ્યાતિ મળી કે તેમને આફ્રિકાના અનેક દેશોમાંથી કાર્યક્રમ માટે નિમંત્રણ મળવા લાગ્યા.

કારણ કે આફ્રિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ રહે છે અને ત્યાં પણ તેમના શો હાઉસફૂલ રહેતા હતા. તેમની લોકપ્રિયતાને જોઇને બ્રિટિશ કંપની His Master voice રેકર્ડ કંપનીએ તેમને નિમંત્રણ આપ્યું અને તેમના જોક્સ અને હાસ્ય નાટકોની અનેક રેકર્ડસ્ બહાર પાડી. જેણે વેચાણના નવા વિક્રમો સર્જ્યા. આ કંપનીએ તેમને ‘ગુજરાત કાઠિયાવાડના ફર્સ્ટ ક્લાસ કોમેડિયન’ તરીકે પણ ઓળખાણ આપી હતી.

વારસદાર ફિલ્મના કારણે રાતોરાત ફિલ્મ જગતમાં છવાયા

સ્વ હરસુખ કિકાણીના પુત્રી ઇલાબેન કિકાણી Tv9 સાથે વાત કરતા જણાવે છે કે તેમણે અનેક હાસ્ય નાટકોનું નિર્માણ કર્યું અને પોતે પણ અભિનય કર્યો. તેમનું ‘જાગતા રહેજો’ નાટક ખૂબ વખણાયું હતું. આ ઉપરાંત તેઓએ ફિલ્મ વારસદારમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેમાં તેઓ અવિસ્મરણીય અભિનય બદલ રાતોરાત ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં છવાઈ ગયા હતા.

આ ફિલ્મમાં તેમની સાથે તે સમયના હિન્દી ફિલ્મોના સુપ્રસિદ્ધ અભિનેત્રી નલિની જયવંત મુખ્ય ભૂમિકામાં હતા.આ ફિલ્મમાં હરસુખ કિકાણીએ શિક્ષિત બેરોજગારની ભૂમિકા ભજવી હતી.બાદમાં 1958માં તેઓ રાજકોટ આકાશવાણીમાં નાટ્ય નિર્માતા તરીકે જોડાયા અને એ સમયના અનેક યુવાનોને રેડિયો નાટક લખતા શીખવ્યું.

શા માટે ઘરનું નામ ‘મિત્રકૃપા’ રાખ્યું?

આપણે સ્વ હરસુખ કિકાણીનો પરિચય જોયો.હવે મુખ્ય વાત પર આવીએ કે કેમ તેમણે પોતાના મકાનનું નામ મિત્રકૃપા રાખ્યું?તેમના પુત્રી ઇલાબેન જણાવે છે કે તેઓ નાટકમાં જેમની સાથે કામ કરતા અથવા આકાશવાણીમાં પણ જેમની સાથે તેઓ હતા તેમની સાથે માત્ર તેઓના સહકર્મી તરીકેના સંબંધો નહોતા. તમામ લોકો સાથે તેઓ લાગણી સાથે જોડાયેલા હતા.અનેક વખત તેઓ પોતાના નાટકના આખા સ્ટાફને તેમના ઘરે જમાડતા. અનેક વખત તેમને નાટકના સ્ટાફને રાત્રે 1.30-2 વાગ્યે તેમના ઘરે જમાડ્યા છે.

તેમના પત્નિ પણ એટલા શાંત પ્રકૃતિના અને તેમને ખૂબ સાથ આપતા હતાં. મિત્રો માટે તેઓને એક અલગ જ લાગણી હતી. ડૉ દસ્તુર, ડૉ રસિકભાઈ શાહ, ડૉ. અડાલજા, આકાશવાણીના તે સમયના સ્ટેશન ડાયરેક્ટર ગિજુભાઈ વ્યાસ તેમના ગાઢ મિત્રો હતા. ગીજુભાઈ વ્યાસ ડાયરેક્ટર જનરલ ઓફ દૂરદર્શન થયા બાદ પણ માત્ર તેમના ઘરે રોકાવવા એક-એક મહિનો આવતા. તેમના જીવનમાં મિત્રો ખૂબ જ મહત્વનો હિસ્સો રહ્યા છે. તેમનું એવું માનવું હતું કે મિત્રોના લીધે જ તેઓ આટલા આગળ વધી શક્યા છે.જેથી જ્યારે 1958માં તેમણે પ્લોટ લઈને તેમાં ઘર બનાવ્યું અને તેનું નામ રાખ્યું ‘મિત્રકૃપા’.

તેમની ગાય અંતિમયાત્રામાં સ્મશાન સુધી આવી

તેમને ગાય રાખવાનો પણ ખૂબ જ શોખ હતો તેમના ઘરના ફળિયામાં ગાયો પણ હતી. ગાયો સાથે પણ તેઓ ખૂબ જ લાગણીથી જોડાયેલા હતા. ઇલાબેન જણાવે છે કે વર્ષ 1971માં 58 વર્ષની વયે હરસુખ કિકાણીનું હાર્ટએટેકના કારણે અવસાન થયું હતું.ત્યારે એક ગાય પણ તેમની અંતિમયાત્રામાં સ્મશાન સુધી સાથે ગઈ હતી.આ પ્રકારે તેઓ તેમના મિત્રો અને ગાયો સાથે પણ લાગણીથી જોડાયેલા હતા.

આ પણ વાંચો : ભાંગી નાખું તોડી નાખું, ભુક્કો કરી નાખું ..! જો તમને પણ આમ ગુસ્સો આવતો હોય તો પહોંચી જાવ રાજકોટના ફ્રસ્ટ્રેશન રિમુવ રૂમમાં, જુઓ PHOTOS

પોતાની અવસાન નોંધ પોતે જ લખી

આ ઉપરાંત સૌથી આશ્ચર્ય પમાડે તેવી વાત એ હતી કે તેમની અવસાન નોંધ તેમણે જાતે જ લખી રાખી હતી જે નીચે મુજબ છે.

“આજે હું તમારી વચ્ચે નથી. મે તમારી વચ્ચેથી વિદાય લીધી એ તમને ગમ્યું નહિ હોય.મનેય નથી ગમ્યું,પણ તાકિદનો સંદેશો મળ્યો એટલે નાછૂટકે મારે ઉતાવળ કરવી પડી.હું જિંદગી આખી હસ્યો છું. મારા મૃત્યુ પર પણ અત્યારે હસી રહ્યો છું. હું ક્યાં છું તેની મને નથી ખબર પણ જ્યાં છું ત્યાં ખુશખુશાલ છું. મારા અવસાન બદલ તમે બધાએ મારા કુટુંબને આશ્વાસન મોકલાવ્યું તે માટે સૌનો હું ખૂબ આભારી છું.” લિ.આપનો હરસુખ કિકાણી.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">