Gujarat Titans, IPL 2022: હાર્દિક પંડ્યાની ટીમ શરુઆતથી જ મચાવી શકે છે ધમાલ, હળવાશમાં લેવી ભારે પડી શકે છે!

હાર્દિક પંડ્યા (Hardik Pandya) અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતો હતો પરંતુ આ વખતે તે નવી ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળશે.

Gujarat Titans, IPL 2022: હાર્દિક પંડ્યાની ટીમ શરુઆતથી જ મચાવી શકે છે ધમાલ, હળવાશમાં લેવી ભારે પડી શકે છે!
Gujarat Titans preview GT making debit in ipl 2022 under hardik pandya leadership will look to win title Indian Premier League
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2022 | 9:42 AM

આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) નવા અંદાજમાં જોવા મળશે. ગત સિઝન સુધી આ લીગમાં આઠ ટીમો રમતી હતી પરંતુ આ વખતે આ લીગ 10 ટીમોની હશે અને નવા ફોર્મેટમાં રમાશે. IPL-2022 આ લીગમાં બે નવી ટીમો આવી રહી છે, જેમાંથી એક ટીમ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) છે. આ ટીમની કમાન હાર્દિક પંડ્યા (Hardik Pandya) સંભાળશે. પંડ્યા હજુ પણ મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો હતો પરંતુ આ સિઝનમાં મુંબઈએ તેને રિટેન કર્યો ન હતો અને તેથી જ ગુજરાતે તેને પોતાની સાથે જોડ્યો હતો. પંડ્યા IPLમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરશે.

પંડ્યાની સાથે, ફ્રેન્ચાઇઝીએ યુવા ખેલાડી શુભમન ગિલ, જે કોલકાતા નાઇટ રાઇડર્સના બેટિંગ ધરી હતો અને સનરાઇઝર્સ હૈદરાબાદના મિસ્ટ્રી સ્પિનર ​​અફઘાનિસ્તાનના રાશિદ ખાનને પણ સામેલ કરવામાં સફળ રહી હતી. હરાજી દરમિયાન આ ટીમે તેમની સાથે ઘણા દિગ્ગજોને જોડ્યા છે.

ગુજરાતની તાકાત

ગુજરાતની ટીમ જોઈએ તો તેની બોલિંગ અને મિડલ ઓર્ડર ખૂબ જ મજબૂત દેખાય છે. બોલિંગમાં તેમની પાસે મોહમ્મદ શમી જેવું મજબૂત નામ છે. આ સિવાય ન્યૂઝીલેન્ડનો લોકી ફર્ગ્યુસન પણ ટીમ સાથે છે. આ એવા બોલર્સ છે જે કોઈપણ બેટિંગ ઓર્ડરને મુશ્કેલીમાં મૂકી શકે છે. આ બંને સિવાય વેસ્ટ ઈન્ડિઝનો યુવા ફાસ્ટ બોલર અલઝારી જોસેફ પણ છે. જો કેપ્ટન પંડ્યા બોલિંગ કરશે તો ટીમ માટે સારું રહેશે. ટીમ પાસે સ્પિન વિભાગમાં રાશિદ ખાન છે. રાહુલ તેવટિયા પણ પોતાના લેગ સ્પિનરથી પ્રભાવ પાડી શકે છે. ટીમમાં આર સાઈ કિશોર જેવો સ્પિનર ​​પણ છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ટીમનો મિડલ ઓર્ડર ઘણો મજબૂત દેખાઈ રહ્યો છે, જેમાં ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, કેપ્ટન પંડ્યા જેવા નામો છે. ત્રણેયમાં ઝડપી સ્કોર કરવાની ક્ષમતા છે.

ગુજરાતની નબળાઈ

લીગની શરૂઆત પહેલા જ ગુજરાતને ઝટકો લાગ્યો છે. ઈંગ્લેન્ડનો તોફાની બેટ્સમેન જેસન રોય લીગમાંથી ખસી ગયો છે, જેના કારણે ટીમનો ટોપ ઓર્ડર નબળો દેખાવા લાગ્યો છે. ગિલ અને રોય ટીમની ઓપનિંગ જોડી હતી પરંતુ હવે ટીમની સામે સમસ્યા એ છે કે રોયનું સ્થાન કોણ લેશે અને શું તે તેની જેમ બેટિંગ કરી શકશે. જોકે ટીમ પાસે વિકલ્પો છે. ઓસ્ટ્રેલિયાનો મેથ્યુ વેડ અને ભારતનો રિદ્ધિમાન સાહા આ કામ કરી શકે છે. ટીમ અફઘાનિસ્તાનના રહેમાનુલ્લા ગુરબાઝને પણ અજમાવી શકે છે.

ગજરાત ટાઇટન્સ ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), રાશિદ ખાન, શુભમન ગિલ, મોહમ્મદ શમી, લોકી ફર્ગ્યુસન, અભિનવ સદારંગાની, રાહુલ તેવટિયા, નૂર અહેમદ, સાંઈ કિશોર, વિજય શંકર, જયંત યાદવ, ડોમિનિક ડ્રેક્સ, દર્શન નલકાંડે, યશ દયાલ, અલઝારી પ્રદીપ જોસેફ, , ડેવિડ મિલર, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, વરુણ એરોન, બી સાઈ સુદર્શન.

આ પણ વાંચોઃ IPL 2022: રવિન્દ્ર જાડેજા તો ચેન્નાઇ સુપર કિંગ્સની કેપ્ટનની ભૂમિકામાં જોવા મળી શકે છે! રૈનાએ કર્યો CSK ના કેપ્ટનને લઇ ખુલાસો

આ પણ વાંચોઃ IPL 2022: સૌથી વધુ રન કરનાર બેટ્સમેનને મળે છે ઓરેન્જ કેપ, જાણો અત્યાર સુધી કોના કોના નામે રહી છે

g clip-path="url(#clip0_868_265)">