AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: અઠવાડિયામાં 2 કલાકથી વધુના વીજ કાપથી ખેડુતો પરેશાન, શેરડી-ડાંગર સહિતના પાકને નુકસાન

ભરઉનાળે 2 કલાકનો અચાનક વીજ કાપ મુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેરી વગેરે બાગાયતી પાકોને તો પ્રમાણમાં તકલીફ ઓછી છે પણ જેને પાણી વધુ જરૂર છે. એ ડાંગર, શેરડી, શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધુ છે.

Surat: અઠવાડિયામાં 2 કલાકથી વધુના વીજ કાપથી ખેડુતો પરેશાન, શેરડી-ડાંગર સહિતના પાકને નુકસાન
Surat: Farmers harassed by power cuts of more than 2 hours a week (ફાઇલ)
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 24, 2022 | 3:09 PM
Share

Surat: હાલમાં તો હજુ ઉનાળાની શરૂઆત થઈ છે. ત્યાં લોકોની એક પછી એક સમસ્યાઓ તેમાં પણ પાણી માટેની સમસ્યા વધુ સાંભળવા મળતી હોય છે. તે સમસ્યા માટેની વાતો અત્યારે પણ જોવા મળી રહી છે. માણસની સાથે ખેતીપાકને પણ પાણીની જરૂર છે. ત્યારે જ ખેતીને અપાતા વીજ પુરવઠામાં (Power supply)અઠવાડિયાથી 2 કલાકથી વધુ સમયનો કાપ મુકાતા સમગ્ર દક્ષિણ ગુજરાતના શેરડી, ડાંગર સહિતના પાક પકવતા ખેડૂતો (Farmers) મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

ગુજરાતમાં અને ખાસ દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકો સિવાય મોટી સંખ્યામાં ખેડૂતો શેરડી,ઉનાળુ ડાંગર, શાકભાજી સહિતના પાકો લઈ રહ્યા છે. ત્યાં હાલમાં ભરઉનાળો ચાલી રહ્યો છે. ત્યારે શિયાળાની સરખામણીએ આ દરેક પાકોને પાણી જરૂરિયાત વધુ થતી હોય છે. કેટલીક જગ્યાએ નહેરનું પાણી પહોંચે છે પણ કેટલીક જગ્યાએ પહોંચતું નથી. આ સ્થિતિમાં પાણી માટે પૂરતો વીજ પુરવઠો મળે એ જરૂરી છે. જો વીજ પુરવઠો ન મળે તો મોટી સમસ્યા ઉભી થાય છે. સરકાર દ્વારા આમ તો અગાઉ 8 કલાક વીજ પુરવઠો ખેતી માટે મળતો હતો પણ છેલ્લા અઠવાડિયાથી વીજ કંપની 8ની જગ્યાએ 6 કલાક જ વીજળી ખેતીને આપી રહી છે.

જેને લઈને ભરઉનાળે 2 કલાકનો અચાનક કાપ મુકાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કેરી વગેરે બાગાયતી પાકોને તો પ્રમાણમાં તકલીફ ઓછી છે પણ જેને પાણી વધુ જરૂર છે. એ ડાંગર, શેરડી, શાકભાજી પકવતા ખેડૂતોની મુશ્કેલી વધુ છે. 8 કલાક પુનઃ વીજ પુરવઠો ખેતીને ક્યારે અપાશે એ બાબતે વીજ કંપનીના અધિકારીઓ બોલવા તૈયાર નથી. અને સમગ્ર રાજ્યમાં કાપ હોવાનું જણાવી રહ્યાં છે. વીજકાપના કારણે સુરત જિલ્લામાં શેરડી, શાકભાજી, ઉનાળુ ડાંગરને અસર છે.

જિલ્લામાં અંદાજે 80 હજાર ખેડૂતોને વધુ અસર છે. હાલ શેરડીના પાકને પાણીની વધુ જરૂર છે ત્યારે જ પાણી પૂરતું ન મળતા શેરડીનો વિકાસ અટકી પણ શકે છે.નવસારી જિલ્લામાં 5600 હેકટરમાં ઉનાળુ ડાંગર, 12 હજાર હેકટરમાં શેરડી તથા 1 હજાર હેકટરમાં શાકભાજીનો પાક છે, જેને 2 કલાકના રોજના વીજકાપથી અસર થશે. જોકે કેરીના પાકને વધુ અસર થશે નહીં એમ જાણવા મળે છે. ડાંગ જિલ્લામાં હાલ ડાંગર, મગફળી વિગેરે પાકને પણ અસર થવાની શક્યતા છે.વીજકાપના કારણે ખેડૂતોને પડતી મુશ્કેલીની રજૂઆત ખેડૂતોએ નવસારીના ધારાસભ્ય પિયુષ દેસાઈને કરી હતી. જેને લઇને દેસાઇએ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈને કરી છે, જેમાં વીજકાપથી હાલ ઉનાળામાં પાક સુકાઈ રહ્યો હોય પુન: 8 કલાક વીજપુરવઠો આપવા જણાવ્યું છે.

આ પણ વાંચોઃ IPL 2022: ‘બેબી ડિવિલિયર્સ’ થી લઇને વિશ્વ ચેમ્પિયન કેપ્ટન સહિતના ચહેરા પ્રથમ વાર ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવતા નજર આવશે

આ પણ વાંચોઃ IPL 2022: સૌથી વધુ રન કરનાર બેટ્સમેનને મળે છે ઓરેન્જ કેપ, જાણો અત્યાર સુધી કોના કોના નામે રહી છે

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">