Rajkot: ધોરાજીના ખેડૂતે કરી ચંદનની સફળ ખેતી, સોશિયલ મીડિયાથી મેળવ્યુ માર્ગદર્શન

|

Mar 22, 2022 | 8:10 AM

ભગવાનજી ભાઈનું કહેવું છે કે ચંદનની ખેતી ખૂબ જ સરળ છે, માત્ર એક વાર વાવેતર કરવું પડે છે. તેમણે ત્રણ વર્ષ પહેલાં ચંદનના 600 રોપા નર્સરીમાથી ખરીદયા હતા. એક રોપાની કિંમત 125 રૂપિયા લેખે ચૂકવી હતી.

Rajkot: ધોરાજીના ખેડૂતે કરી ચંદનની સફળ ખેતી, સોશિયલ મીડિયાથી મેળવ્યુ માર્ગદર્શન
Dhoraji farmer successfully cultivates sandalwood

Follow us on

ટૂંક સમયમાં જ દુનિયા ગુજરાતમાં ઉગેલા ચંદન (Sandalwood) ની સુગંધથી સુગંધીત થઈ જશે. જે સાથે આપણું ગુજરાત દક્ષિણ ભારતના ચંદનના ઘર કહેવાતા રાજ્યો સાથે સ્પર્ધામાં ઉતરશે. જોકે આ દક્ષિણ ભારતને આ મામલે પાછળ રાખવું સહેલું નથી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે ચંદનની ખેતી (sandalwood Farming) વધી રહી છે તે જોતા ગુજરાત ચંદન ઉત્પાદન મામલે જરુર દુનિયામાં એક નિશ્ચિત સ્થાન ધરાવશે. રાજકોટ (Rajkot) જિલ્લાના ધોરાજીના એક વયોવૃદ્ધ ખેડૂતે પણ પરંપરાગત ખેતી છોડી અને ચંદનની સફળ ખેતી કરી છે અને ખેડૂતોને નવો રાહ ચીંધી છે.

ધોરાજીના વયો વૃદ્ધ ખેડૂતે પોતાની કોઠા સૂઝ અને સોશિયલ મીડિયાનો સદ ઉપયોગ કરી અને ચંદનની ખેતી કરી છે. તેમણે કુલ 600 ચંદનના રોપા વાવ્યા છે. ભગવાનજી ભાઈ ચવડીયાનું કહેવુ છે કે તેઓ છેલ્લા 35 વર્ષથી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પહેલા તેઓ સીઝન પાકની ખેતી કરતા હતા. સમય બદલાતા ભગવાનજી ભાઈ ચવડીયાએ યું ટ્યુબ પર ખેતી વિશે જાણકારી મેળવી અને ચંદનનું વાવેતર કર્યું. ભગવાનજી ભાઈનું કહેવું છે કે ચંદનની ખેતી ખૂબજ ઓછા ખર્ચે થાય છે અને વાવાઝોડા અને ભારે વરસાદથી પણ નુકસાન થવાની ખુબજ ઓછી સંભાવના છે.

આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ

ભગવાનજી ભાઈનું કહેવું છે કે ચંદનની ખેતી ખૂબ જ સરળ છે, માત્ર એક વાર વાવેતર કરવું પડે છે. તેમણે ત્રણ વર્ષ પહેલાં ચંદનના 600 રોપા નર્સરીમાથી ખરીદયા હતા. એક રોપાની કિંમત 125 રૂપિયા લેખે ચૂકવી હતી. ભગવાનજી ભાઈનું કહેવું છે કે ચંદન અંદાજે 15 વર્ષે તૈયાર થાઈ છે અને પ્રતિ કિલો ચંદનના લાકડાની બજાર કિંમત 15 હજાર રૂપિયા મળે છે. આમ અન્ય ખેતી કરતા ચંદનની ખેતી લાભદાયી છે અને લાંબા સમયે આર્થિક લાભ થાય છે. ભગવાનજી ભાઈનું કહેવું છે કે ચંદનની ખેતીમાં ખાતર અને જંતુ નાશક દવાના છંટકાવની જરૂર રહેતી નથી. ચંદનમાં રોગ આવવાની સંભાવના પણ નથી. વાવઝોડા સમયે અને ભારે વરસાદથી પણ ખુબજ ઓછા નુકસાનની શક્યતા રહે છે.

ભગવાનજીભાઇનું કહેવુ છે કે વારંવાર કુદરતનો માર સહન કરતા ખેડૂતોએ પણ પરંપરાગત ખેતી છોડી ચંદનની ખેતીને અપનાવવી જોઇએ.જેથી લાંબા સમયે વધુ આર્થિક લાભ મળી રહે.

મહત્વનું છે કે ચંદન ભારતીય સંસ્કૃતિમાં એક આગવું સ્થાન સ્થાન ધરાવે છે અને વિવિધ ધાર્મિક વિધિઓમાં તેનો વ્યાપક ઉપયોગ છે. માત્ર લાકડું જ નહીં પણ તેમાંથી કાઢવામાં આવેલું તેલ પણ કોસ્મેટિક, ફાર્માસ્યુટિકલ, એરોમાથેરાપી અને અત્તર ઉદ્યોગનું વિશાળ બજાર ધરાવે છે. ખેડૂતોએ જણાવ્યા પ્રમાણે ચંદનના વેચાણ માટે કર્ણાટકમાં ખાસ માર્કેટયાર્ડ છે. એક કિલો લાકડું ર. 5,000 થી 7,000 ની કિંમતમાં મળે છે જ્યારે તેનું તેલ 1.5 લાખ રૂપિયા પ્રતિ કિલોમાં વેચાય છે.

આ પણ વાંચો-

વિધાનસભા ચૂંટણી પહેલા ભૂપેન્દ્ર પટેલ સરકારનો મોટો નિર્ણય, પાટીદારો સામે નોંધાયેલા 10 કેસ પરત ખેંચવાની જાહેરાત

આ પણ વાંચો-

અમદાવાદના નગરજનોને રૂ. 271 કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ, દરેકનું ‘ઘરના ઘર’નું સ્વપ્ન સાકાર કરવા સરકાર કટિબદ્ધ : મુખ્યમંત્રી

Next Article