AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે ટિપ્પણી મુદ્દે ભાજપ યુવા મોરચાએ અરવિંદ કેજરીવાલના પૂતળાનું દહન કર્યુ

દિલ્લી ખાતે કેજરીવાલે કાશ્મીર ફાઇલ્સને લઇને ટિપ્પણી કરી હતી.આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવાને બદલે ફિલ્મને ડાયરેક્ટર દ્રારા યુ ટ્યૂબ પર મૂકી દેવાનું કહીને ફિલ્મની મજાક કરી હતી.કેજરીવાલની આ ટિપ્પણીથી ભાજપે વિરોધ કર્યો હતો અને કાશ્મિરી પંડિતોની લાગણી દુભાઇ હોવાનો દાવો કર્યો હતો.

Rajkot : કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ અંગે ટિપ્પણી મુદ્દે ભાજપ યુવા મોરચાએ અરવિંદ કેજરીવાલના પૂતળાનું દહન કર્યુ
Rajkot Bjp Yuva Morcho Protest Against Delhi CM Remark On Kashmit Files Film
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 25, 2022 | 7:55 PM
Share

રાજકોટમાં(Rajkot)  દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal)  કાશ્મીર ફાઇલ્સ(Kashmir Files)  ફિલ્મ અંગે કરેલી ટિપ્પણીનો યુવા ભાજપે વિરોધ કર્યો હતો.આજે રાજકોટના કિસાનપરા ચોકમાં ભાજપ યુવા મોરચાએ અરવિંદ કેજરીવાલ વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.યુવા ભાજપ દ્રારા કેજરીવાલના પૂતળાનું દહન કર્યુ હતુ.યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવાએ કહ્યું હતું કે પંજાબની ચૂંટણીમાં કેજરીવાલનો પાકિસ્તાન પ્રેમ જોવા મળ્યો હતો,કેજરીવાલ પંજાબમાં ચૂંટણી જીત્યા પછી શિક્ષણ ,આરોગ્ય સહિતની ચીજવસ્તુઓ વિનામૂલ્યે આપવાની વાત કરે છે પરંતુ પ્રધાનમંત્રી પાસે ખાસ પેકેજની માંગ કરે છે.કાશ્મીર ફાઇલ્સ અંગે કરેલી ટિપ્પણીનો સખ્ત શબ્દોમાં વિરોધ કર્યો હતો.

કાશ્મીર ફાઇલ્સ ટેક્સ ફ્રી કરવાને બદલે યુ ટ્યૂબ પર મૂકી દેવાનું કેજરીવાલે કહ્યું હતું,

દિલ્લી ખાતે કેજરીવાલે કાશ્મીર ફાઇલ્સને લઇને ટિપ્પણી કરી હતી.આ ફિલ્મ ટેક્સ ફ્રી કરવાને બદલે ફિલ્મને ડાયરેક્ટર દ્રારા યુ ટ્યૂબ પર મૂકી દેવાનું કહીને ફિલ્મની મજાક કરી હતી.કેજરીવાલની આ ટિપ્પણીથી ભાજપે વિરોધ કર્યો હતો અને કાશ્મિરી પંડિતોની લાગણી દુભાઇ હોવાનો દાવો કર્યો હતો. અરવિંદ કેજરીવાલે કાશ્મીર ફાઇલ ફિલ્મ કરમુક્ત કરવાની વિપક્ષની માંગ પર પ્રહારો કર્યા હતા.

તેમણે કહ્યું કે એક ફિલ્મ નિર્દેશક કરોડોની કમાણી કરી રહ્યો છે અને ભાજપના લોકો પોસ્ટર લગાવી રહ્યા છે. જો દરેકને ફિલ્મ બતાવવાની હોય, તો ડાયરેક્ટરને કહો તેને યુટ્યુબ પર મૂકી  દે દરેક વ્યક્તિ તેને મફતમાં જોઈ શકશે. કરમુક્તિની શું જરૂર છે? પરંતુ કાશ્મીરી પંડિતોના નામે કરોડોની કમાણી થઈ રહી છે. કેજરીવાલે કહ્યું કે હું ભાજપના તમામ નેતાઓ અને તેમના સમર્થકોને મનથી વિચારવાની અપીલ કરું છું.

અરવિંદ કેજરીવાલ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા

જો કે, અરવિંદ કેજરીવાલનું વિધાનસભામાં ભાષણ સમાપ્ત થતાં જે તેઓ સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યા હતા સોશિયલ મીડિયા યુઝર્સે દિલ્હીની આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા છેલ્લા વર્ષોમાં કરમુક્ત કરવામાં આવેલી ફિલ્મોની યાદીબતાડી  હતી.  તેમજ લોકો સવાલ કરી રહ્યા છે કે જ્યારે તે અન્ય ફિલ્મોને ટેક્સ ફ્રી કરી શકે છે તો પછી કાશ્મીરી ફાઇલ્સને ટેક્સ ફ્રી કરવામાં શું વાંધો છે.

આ પણ વાંચો : Gandhinagar: UGVCLના એક્ઝીક્યુટિવ એન્જિનિયરનું સ્ફોટક નિવેદન, ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાનો સ્વીકાર

આ પણ વાંચો : Rajkot : કોંગ્રેસે નવું માળખું જાહેર થતા જ ભડકો, પાટીદાર નેતાઓએ વ્યક્ત કરી નારાજગી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">