Gandhinagar: UGVCLના એક્ઝીક્યુટિવ એન્જિનિયરનું સ્ફોટક નિવેદન, ખેડૂતોને પૂરતી વીજળી ન મળતી હોવાનો સ્વીકાર
સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીને પૂછ્યું. ત્યારે તેમણે દાવો કર્યો કે ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ ચાલુ છે. ખેડૂતોને વધુ પાવર સપ્લાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવાની પણ તેમણે ખાતરી આપી.
Gandhinagar: પૂરતી વીજળી ન મળતા રાજ્યના ખેડૂતો આકરા પાણીએ છે. ત્યારે, ખેડૂતોને (Farmers) પૂરતી વીજળી ન મળી હોવાનો UGVCLના ગાંધીનગરના એક્ઝીક્યુટિવ એન્જિનિયરે (Executive Engineer)સ્વીકાર કર્યો છે. એન્જિનિયર તેજસ મજમુદારે (Tejas Majumdar)સ્વીકાર્યું કે, છેલ્લા 4 મહિનાથી ખેડૂતોને વીજળીની સમસ્યા છે. ગાંધીનગરના UGVCL અંતર્ગત એકમોમાં કોઈ વીજકાપ નથી. પરંતુ, ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના અંતરના કારણે આ સમસ્યા ઉભી થઈ છે.
UGVCLના અધિકારી સ્વીકારી રહ્યા છે કે વીજ કાપ છે અને ખેડૂતોને પુરતી વીજળી નથી મળતી. તો પછી સવાલ એ થાય કે વીજ પુરવઠામાં ઘટ હોય તો ઔદ્યોગિક એકમો પર સરકારની રહેમ નજર કેમ? શા માટે ઉદ્યોગોને પુરતી વીજળી અપાય અને ખેડૂતોને નહીં ? અપુરતી વીજળી આપવા છતા શા માટે વીજ કંપનીઓ ખેડૂતો પાસે 8 કલાકના હિસાબે વીજળીના પૈસા વસૂલે છે ? ડિમાન્ડ અને સપ્લાય વચ્ચેના અંતરનો ભોગ ખેડૂતો જ શા માટે બને ? આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે ? ક્યાં સુધી ખેડૂતો આ રીતે વીજ કાપ સહન કરતા રહેશે ?
ટીવી નાઈને આજ મુદ્દે સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીને પૂછ્યું. ત્યારે તેમણે દાવો કર્યો કે ક્ષતિ દૂર કરવાનો પ્રયાસ ચાલુ છે. ખેડૂતોને વધુ પાવર સપ્લાય મળે તે માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરી રહી છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે વ્યવસ્થા કરવાની પણ તેમણે ખાતરી આપી.
આ પણ વાંચો : મોદીના શાસનમાં દેશનું સંરક્ષણ બજેટ બમણું થઈ ગયું છે, ભારત વિશ્વ કરતાં વધુ ઝડપથી ખર્ચ કરી રહ્યું છે
આ પણ વાંચો : ગુજરાત કેડરના પૂર્વ IAS અરવિંદ કુમાર શર્મા યુપી સરકારમાં બન્યા કેબિનેટ મંત્રી, જાણો કોણ છે એકે શર્મા