રાજકોટ ભાજપમાં ફરી પત્રિકાકાંડ, ભાજપના જુના કાર્યકર્તાઓ માટે 14 ટકા અનામત રાખજોથી પત્રિકા થઈ વાયરલ

રાજકોટ ભાજપમાં કવિતાકાંડ બાદ હવે પત્રિકા વાયરલ થતા હડકંપ મચ્યો છે. આ પત્રિકા વાયરલ થતા રાજકોટ ભાજપનો જૂથવાદ ફરીએકવાર સપાટી પર આવ્યો છે. જેમા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને સંબોધીને ભાજપના જુના કાર્યકર્તા માટે 14 ટકા અનામત રાખવાની માગ કરાઈ છે.

રાજકોટ ભાજપમાં ફરી પત્રિકાકાંડ, ભાજપના જુના કાર્યકર્તાઓ માટે 14 ટકા અનામત રાખજોથી પત્રિકા થઈ વાયરલ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 07, 2024 | 7:23 PM

ગુજરાતના રાજકારણમાં હાલમાં ભરતીમેળો ચાલી રહ્યો છે.કોંગ્રેસના અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે રાજકોટમાં એક પત્રિકા વાયરલ થઇ છે જેમાં ભાજપના જૂના નેતાઓ માટે સંગઠનના હોદ્દા અને ટિકીટ માટે 14 ટકા અનામત રાખવાની માંગ કરી છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને સંબોધન કરીને લખવામાં આવેલી આ પત્રિકામાં ભાજપના જૂના નેતાઓને પ્રાધાન્ય આપવાની વાત કરી છે.આમ તો આ પત્રિકા સૂરતથી વાયરલ થઇ હોવાની વાતો સામે આવી છે પરંતુ રાજકોટમાં ભાજપના નેતાની ટોપી દર્શાવીને આ પત્રિકા વાયરલ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં આ પત્રિકા વાયરલ થતા રાજકારણ ગરમાયું છે.

શું ઉલ્લેખ છે પત્રિકામાં?

આ પત્રિકામાં ભાજપના કાર્યકર્તાને ગાભામારૂ તરીકે સરખાવવામાં આવ્યા છે.આ પત્રિકામાં જૂના કાર્યકર્તાને સંગઠનના હોદ્દા અને ટિકિટમાં 14 ટકા અનામત, કોંગ્રેસમાંથી આવેલાને 40 ટકા અનામત, ગુનેગારો અને ફંડ આપનારને 30 ટકા અને લાયક ઉમેદવારો માટે 16 ટકા અનામત આપવાની ટકોર કરવામાં આવી છે.

સુરતમાં AAPના નામથી વાયરલ થઇ છે આ પ્રકારની પત્રિકા

જો કે આ પત્રિકા સુરતમાં આમ આદમી પાર્ટી દ્રારા તૈયાર કરવામાં આવી હોય તેવી શક્યતા છે. આ પત્રિકા સોશિયલ મીડિયામાં આપ ના નેતા અને સુરત લોકસભાના ઇન્ચાર્જ રજનીકાંત વાઘાણી દ્રારા વાયરલ કરવામાં આવી છે. જો કે રાજકોટમાં જે પત્રિકા વાયરલ થઇ તેમાં વાઘાણીનું નામ હટાવીને ત્યાં ભાજપની ટોપી સાથેનો પ્રતિકાત્મક ફોટો મૂકવામાં આવ્યો છે. જેથી આમ આદમી પાર્ટી દ્રારા તૈયાર કરવામાં આવેલી પત્રિકા ભાજપના કોઇ દુભાયેલા કાર્યકર્તાએ વાયરલ કરી હોય તેવી શક્યતા છે.

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

પત્રિકા અંગે તપાસ કરાવીશું- ભરત બોઘરા

રાજકોટમાં પત્રિકા વાયરલ થવા અંગે ભાજપના પ્રવેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ કહ્યું હતું કે ભાજપ એક પરિવાર છે અને પરિવારની જેમ જ રહે છે. જો કે કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્રારા પ્રસિદ્ધિ માટે આ પ્રકારની પત્રિકા વાયરલ કરવામાં આવે છે. ભાજપના પરિવારના તમામ કાર્યકર્તાઓ સાથે છે.આ પત્રિકા જે પણ વ્યક્તિ દ્રારા વાયરલ કરવામાં આવી હશે. તેની સામે તપાસ કરાવીશું અને જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું.

આ પણ વાંચો: ભવનાથમાં મહાશિવરાત્રીના મેળામાં બે દિવસમાં ઉમટ્યા 6 લાખથી વધુ ભક્તો, અહીં ભાવિકો માટે 24 કલાક શરૂ રહે છે અન્નક્ષેત્રો- જુઓ વીડિયો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
રાજકોટમાં આવક અને જાતિના દાખલા મેળવવા ધોમધખતા તાપમાં લાગી લાંબી લાઈનો
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
પાલ આંબલિયાએ CMને પત્ર લખી માવઠાથી થયેલા નુકસાનીના સર્વેની કરી માગ
g clip-path="url(#clip0_868_265)">