Rajkot : રસીને લઈ ગેરમાન્યતા અને અંધશ્રદ્ધા દૂર થઈ, જિલ્લા ક્લેક્ટરે કર્યો દાવો

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાંથી રસીને લઇને અંધશ્રધ્ધા દૂર થતી હોવાનો જિલ્લા કલેક્ટરે દાવો કર્યો છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને નિવેદન આપતા જણાવ્યું કે, અનેક ગામોમાં 100 ટકા વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં છે.

| Updated on: Jun 17, 2021 | 8:17 PM

રાજકોટના ગ્રામ્ય (Rural) વિસ્તારોમાંથી રસીને (Vaccine) લઇને અંધશ્રધ્ધા દૂર થતી હોવાનો જિલ્લા કલેક્ટરે દાવો કર્યો છે. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને નિવેદન આપતા જણાવ્યું કે, અનેક ગામોમાં 100 ટકા વેક્સિનેશનની (Vaccination) કામગીરી પૂરજોશમાં છે. સમગ્ર જિલ્લામાં રસીનો પૂરતો સ્ટોક છે. 21 જૂન પછી રાજકોટ જિલ્લાને પુરતા પ્રમાણમાં જથ્થો મળી રહ્યો હોવાનો જિલ્લા કલેક્ટરે દાવો કર્યો છે.

આ પહેલા ગામડાઓમાં અંધશ્રદ્ધા અને અફવાના કારણે ઘણા લોકો વૅક્સીન લેવાનો ઈન્કાર કરી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય પ્રધાન અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે અફવા અને અંધશ્રદ્ધા ફેલાવનારાઓને કડક ચેતવણી આપી દીધી હતી. નીતિન પટેલે કહ્યું હતું કે, કોઈ વૅક્સીન ન લેશો તેવો અપપ્રચાર કરશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

તેમણે કહ્યું હતું કે, હજુ સુધી એવું કહેતા કોઈ પકડાયું નથી કે વૅક્સીન ન લેશો, વૅક્સીનથી નુક્સાન થાય છે, કારણ કે આવા લોકો ખાનગી રીતે વાતચીતથી કાન ભંભેરણી કરે છે. પરંતુ જો કોઈ પત્રિકા છપાવીને, ભાષણ કરીને કે પછી જાહેરમાં નિવેદનો દ્વારા એવું કહેતા પકડાશે કે વૅક્સીન ન લેશો તો તેની સામે એપેડેમિક એક્ટ અન્વયે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">