હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે તિરંગા યાત્રા યોજાઈ, રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી, જુઓ Video

હાલમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં પણ વિવિધ સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમો દ્વારા હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે રાજકોટ ખાતે પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા હાજર રહ્યા હતા.

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજકોટ ખાતે તિરંગા યાત્રા યોજાઈ, રાજ્યમાં ઠેર ઠેર ઉજવણી, જુઓ Video
Follow Us:
| Updated on: Aug 10, 2024 | 10:50 PM

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. જેમાં આજે 10 ઓગસ્ટના રોજ રાજકોટ ખાતે બહુમાળી ચોક, રેસકોર્ષ ખાતેથી હર ઘર તિરંગા યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડા, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર.પાટીલ રાજ્યના  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા, કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ રાજ્યપાલ વજુ વાળા સહિતના નેતાઓ સહિત અન્ય મહાનુભાવો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, સ્વૈચ્છિક સંસ્થા સહિત અનેક લોકો આ યાત્રામાં જોડાયા હતા. આ યાત્રા જ્યુબીલી ગાર્ડન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આહવાન અને રાજ્ય સરકાર દ્વારા યોજવામાં આવી રહેલા હર ઘર તિરંગા અભિયાનથી નાગરિકામાં દેશ દાઝની ભાવના વધુ દ્રઢ થઈ રહી છે. રાજકોટ ખાતે આયોજીત આજના કાર્યક્રમમાં 250 જેટલા કલાકારો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, આઈ.સી.ડી.એસ., જિલ્લા આરોગ્ય કેન્દ્ર, બાગાયત ખેતી, ખેતીવાડી, જિલ્લા પશુપાલન, આત્મા, લીડ બેંક અને આર.સેટી, સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, સામાજીક વનીકરણ, પી.જી.વી.સી.એલ. અને રોડક્રોસના વિવિધ ટેબ્લો દ્વારા જન જાગૃતિ માટે પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. જે રાજકોટ વાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વધુમાં દાઉદી વોરા સમાજ દ્વારા તથા પોલીસ બેન્ડ દ્વારા દેશ ભક્તિ આધારીત ધૂન રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ દેશ નેતાઓની વેશભૂષામાં સજ્જ થઈને સ્થાનિક લોકો પણ યાત્રા દરમ્યાન ઉપસ્થિત રહ્યા હતા.

નવા વર્ષમાં મુકેશ અંબાણીના Jio એ યુઝર્સને આપી ભેટ, 20GB ઇન્ટરનેટ મળશે ફ્રી
સારા તેંડુલકરે લિઝાર્ડ આઈલેન્ડથી શેર કરી સિઝલિંગ તસવીરો, જુઓ
ગુજરાતના જામનગરમાં આ સ્થળો પર ફરવા જાય છે અમીર લોકો, જાણો નામ
Narsingh Mantra : આ એક મંત્રથી ભૂત પ્રેત ભાગી જશે, દેવરાહા બાબા એ જણાવ્યો
Jaggery Tea : શિયાળામાં ગોળ વાળી ચા પીવાના અનેક ફાયદા ? જાણો બનાવવાની રીત
ઊભી પૂંછડીએ ઘરમાંથી ભાગી જશે ઉંદર, કરો ફક્ત આ 5 કામ

આજ પ્રકારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અમરેલી જિલ્લામાં શિક્ષણ વિભાગ અને તાલુકા પંચાયત રાજુલા દ્વારા પચાસથી વધુ ગામોમાં તિરંગાયાત્રા યોજવામાં આવી હતી જેમાં કુલ- 1,95,000 જેટલા લોકો જોડાયા હતા. તો જુનાગઢ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલ વેશભૂષાના કાર્યક્રમમાં કુલ 15,000 લોકો હાજર રહ્યા હતા.

વડોદરા જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા શિનોર ખાતે દિવેર પ્રાથમિક શાળામાં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે વડોદરા શહેરમાં મ્યુનિસીપલ કમિશનર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉર્મી સ્કુલ ખાતે 186 વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો. તો મોરબી જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા યોજવામાં આવેલી તિરંગા યાત્રામાં 175 થી વધુ લોકો જોડાયા હતા. દાહોદ જિલ્લા ખાતે પંચાયત અને શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલી તિરંગાયાત્રામાં 100 થી વધુ લોકો જોડાયા હતા.

દાહોદના છાપરી ગુરુકુળ વિધાલય ખાતે આયોજીત ચિત્ર અને રંગોળી સ્પર્ધામાં ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા પંચાયત દ્વારા હરઘર તિરંગા અભિયાન હેઠળ તિરંગાયાત્રા અને સહી અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 500 સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લાનાં વઢવાણ શહેરમાં પોલીસ ખાતા દ્વારા આયોજીત તિરંગા યાત્રામાં એસ.પી., ડી.વાય.એસ.પી., પી.આઈ., પી.એસ.આઈ. તથા પોલીસકર્મીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને તિરંગાયાત્રા દરમ્યાન તિરંગાનું પણ વિતરણ કર્યું હતું. આ યાત્રામાં 350 થી વધુ લોકો જોડાયા હતા. તાપી જિલ્લામાં તાલુકા પંચાયત, ડોલવાણ દ્વારા ધારાસભ્ય મોહન કોંકણીની ઉપસ્થિતિ માં તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ડોલવણ ગામ સહિત આસપાસના વિસ્તારના 800 થી વધુ લોકો જોડાયા હતા. તો સોનગઢ, વ્યારામાં પ્રથમિક શાળાઓ દ્વારા તિરંગા યાત્રા, ચિત્ર તેમજ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 1150 જેટલા વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો.

કચ્છ જિલ્લામાં માંડવી ખાતે નગરપાલિકા કક્ષાએ શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં ધારાસભ્ય અનિરુધ્ધ દવે, પ્રાંત અધિકારી અને મામલતદારની ઉપસ્થિતિમાં યોજાયેલી આ યાત્રામાં 300 થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. વલસાડ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા શેઠ પીપી મીસ્ત્રી સ્કુલમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 51 વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. તથા શેઠ આર. જે. જે. સ્કુલ ખાતે યોજાયેલી પોસ્ટર મેકિંગ સ્પર્ધામાં 43 વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો.

જ્યારે નેશનલ ઈંગ્લીસ સ્કુલ ખાતે યોજવામાં આવેલી રંગોળી સ્પર્ધામાં 65 વિદ્યાર્થિઓએ ભાગ લીધો હતો. પાટણ ખાતે શિક્ષણ વિભાગ દ્વારા ત્રિરંગાયાત્રામાં વહાણા પ્રાથમિક શાળા ખાતે 300 લોકો, સાંપ્રા પ્રાથમિક શાળા સરસ્વતી ખાતે 325,  કે.કે.પટેલ સાર્વજનિક વિદ્યાલય ખાતે 325 લોકો તથા પ્રાંત.કચેરી સિદ્ધપુર ખાતે  મંત્રી બલવંતસિંહ રાજપૂત,  સંસદ ભરતસિંહ ડાભી,  કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક અને નગરપાલિકા પ્રમુખ સિદ્ધપુરની ઉપસ્થિતી વચ્ચે યોજવામાં આવેલા કાર્યક્રમમાં માં 2500 થી વધુ લોકો હાજર રહ્યા હતા.

અરવલ્લી ખાતે શિક્ષણ વિભાગ દ્વારા જુદી-જુદી આઠ જેટલી શાળાઓમાં સરપંચઓ અને ગામના લોકોની હાજરીમાં ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, નિબંધ સ્પર્ધાઓનું આયોજન કરેલ હતું. આ સ્પર્ધામાં 1371 લોકો હાજર રહ્યા હતા. મહેસાણા ખાતે શિક્ષણ વિભાગ આરોગ્ય ,પરિવાર ક્લ્યાણ મંત્રી ની ઉપસ્થિતીમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં 550 જેટલા લોકો જોડાયા હતા. જ્યારે યુ.કે કોઠારી વિદ્યાલય ખાતે નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા, કેનવાસ પર તિરંગાની વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 147 જેટલા વિદ્યાર્થીઓએ બાગ લીધો હતો. આ સિવાય અન્ય કાર્યક્રમોમાં જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા ગ્રામ પંચાયત ભટોસણ ખાતે તિરંગા રેલી,ચિત્ર સ્પર્ધા,વેશભુષા,રંગોલી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં 119 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

તો મહિસાગર જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા આયોજીત તિરંગાયાત્રામાં 200 જેટલા સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. જ્યારે છોટાઉદેપુર જિલ્લામાં યોજવામાં આવેલી ચિત્ર સ્પર્ધા અને રંગોળી સ્પર્ધા માં 200 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અમદાવાદ ખાતે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, દ્વારા ચિત્ર અને રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 500 લોકો હાજર રહ્યા હતા.પકવાન ચાર રસ્તા પાસે 100 તિરંગાઓનું વિતરણ કર્યું હતુ.

જ્યારે સુરત ખાતે કડોદરા નગરપાલિકા, પ્રાંત કચેરી કામરેજ અને મામલતદાર કચેરી દ્વારા ત્રિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ધારા સભ્ય ઇશ્વર પરમાર, પ્રાંત અધિકારી , મામલતદાર , તાલુકા વિકાસ અધિકારીની ઉપસ્થિતીમાં 1500 લોકો હાજર રહ્યા હતા.

અત્યાર સુધી રાજ્યભરમાં 11 લાખ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ છે અને 9 લાખ તિરંગાના વિતરણની કામગીરી ચાલી રહી છે. હર ઘર તિરંગા અભિયાનમાં લોકો વધુ ને વધુ માત્રામાં જોડાઈ રહ્યા છે. દેશ ભક્તિને પ્રજ્વલીત કરી રહેલા આ અભિયાનથી સમગ્ર રાજ્ય સહિત દેશ ભરમાં દેશ દાઝ અને રાષ્ટ્ર પ્રથમની ભાવના નિર્માણ થઈ રહી છે.

જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જાય તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી
g clip-path="url(#clip0_868_265)">