AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખોદકામ માફિયાઓનું અને પોલીસને મળી ગુપ્ત ડાયરી, હવે અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી જશે

રાજકોટના પડધરીમાં પડેલા ગેરકાયદે માઇનિંગના દરોડામાં હિસાબોની ડાયરી પકડાઇ હતી, સ્ટેટ મોનિટરિંગ સેલે આ ડાયરી એ.સી.બીને તપાસ માટે મોકલી આપી છે.

ખોદકામ માફિયાઓનું અને પોલીસને મળી ગુપ્ત ડાયરી, હવે અધિકારીઓના પગ નીચેથી જમીન સરકી જશે
secret diary
Mihir Bhatt
| Edited By: | Updated on: Jul 19, 2022 | 4:27 PM
Share

રાજકોટ (Rajkot) ના પડધરીમાં પડેલા ગેરકાયદે માઇનિંગના દરોડામાં હિસાબોની એક ડાયરી (diary)  પકડાઇ હતી. હિસાબોની આ ડાયરી રાજકોટ જિલ્લા તંત્રમાં ખળભળાટ મચાવી શકે છે. ડાયરીના હિસાબો અને સામે લખેલા નામ અનેક મોટામાથાઓના પગ નિચેથી જમીન સરકાવી શકે છે. આ ડાયરી સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે લાગ્યા બાદ તેને એન્ટ કરપ્શન બ્યૂરોને સોંપાઈ છે અને ડાયરીમાં ગેરકાયદે પ્રવૃતિ ધમધમવા દેવા માટે કોને કેટલા રૂપિયા (ભરણ) ચુકવાતુ હતુ તેના હિસોબોની તપાસ થવી જોઇએ તેવો રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે. ઘટના ગત 5 જૂનની છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના હરિપર ખારી ગામ નજીક આજી-3 ડેમની સાઇટ આવેલી છે. આ ડેમની નજીક સ્થાનિક વ્યક્તિઓ દ્વારા ગેરકાયદે માઇનિંગનું કામ ચાલી રહ્યું હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને મળી હતી. ડેમ સાઇટ પાસે ગેરકાયદે માઇનિંગથી ના માત્ર સરકારને જ નુકશાન થતુ હતુ પરંતુ ભવિષ્યમાં ડેમની આસપાસ રહેનારા લોકો માટે પણ મુશ્કેલી સર્જી શકે તેવિ સ્થિતિ હતી.

બાતમીની ગંભીરતા જાણીને સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સ્થાનિક પોલીસની મદદ વગર જ જગ્યા પર દરોડો પાડ્યો હતો. જ્યાંથી હિટાચી મશીન, ડમ્પર ટ્રક, બોટ મળી કુલ 2 કરોડની આસપાસનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા દરમિયાન પોલીસને એક ડાયરી મળી આવી હતી. જે ડાયરીમાં લખેલા હિસાબો જોતા જ એસ.એમ.સી.ની ટીમના હોંશ ઉડી ગયા. જિલ્લાના કેટલાક સિનિયર પોલીસ અધિકારી, મહેસૂલ વિભાગના મહત્વના હોદ્દા પર બિરાજતા લોકો અને કેટલાક સ્થાનિક નેતાઓના નામ અને તેમને દર મહિને ચુકવાતા ભરણનો હિસાબ લખ્યો હતો.

પોલીસે આ ડાયરી પણ સત્તાવાર રીતે જપ્ત કરી અને તેને એન્ટી કરપ્શન બ્યૂરોમાં મોકલી આપી છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે આ ડાયરી સાથે એક રિપોર્ટ પણ એ.સી.બી. (એન્ટી કરપ્શન બ્યૂરો)ને કર્યો છે જેમાં લખેલા હિસાબોની તપાસ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. સૂત્રોનું કહેવું છે કે, એ.સી.બી.એ આ ડાયરીમાં જે વિગતો છે તેની સત્તાવાર રીતે તપાસ શરૂ કરી દિધી છે. તેમાં લખેલા નામ પ્રમાણે જે તે વ્યક્તિને બોલાવીને તેમના જવાબ નોંધી રિપોર્ટ પણ તૈયાર કરવામાં આવશે.

આ પણ વાંચો

સૂત્રોનું કહેવું છે કે, ડાયરીના કથિત હિસાબોની તપાસ થયા બાદ સત્ય સામે આવશે પણ એક વાત નક્કી છે કે, સ્થાનિક તંત્રની જાણ બહાર આટલું મોટુ કૌભાંડ ચાલી ન શકે. દરોડા દરમિયાનથી જ સ્થાનિક પોલીસ તંત્ર પણ શંકાના દાયરામાં હતુ અને હવે ડાયરીની તપાસ બાદ આ કૌભાંડ ચાલવા દેનારા અધિકારીઓ સામે પણ કાર્યવાહી થાય તો નવાઇ નહીં.

Follow Us
આજનું રાશિફળ: કઈ રાશિ પર થવાની છે લક્ષ્મીજીની કૃપા ?
આજનું રાશિફળ: કઈ રાશિ પર થવાની છે લક્ષ્મીજીની કૃપા ?
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી, 27% OBC અનામતનું નવું રોટેશન જાહેર
ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણી, 27% OBC અનામતનું નવું રોટેશન જાહેર
છોટાઉદેપુર-દાહોદમાં વાઘ સ્થાયી થયો, વન વિભાગે લોકોને એલર્ટ કર્યું
છોટાઉદેપુર-દાહોદમાં વાઘ સ્થાયી થયો, વન વિભાગે લોકોને એલર્ટ કર્યું
રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ
રાજ્યમાં 48 કલાક બાદ ફરી મેઘરાજા શરૂ કરશે તોફાની બેટીંગ
પાટણ નગરપાલિકાના CO સામે FIR: મોબાઇલ તોડવાનો આક્ષેપ
પાટણ નગરપાલિકાના CO સામે FIR: મોબાઇલ તોડવાનો આક્ષેપ
અમદાવાદ એરપોર્ટ પરથી ₹36 લાખનું સોનું જપ્ત, મહિલા ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પરથી ₹36 લાખનું સોનું જપ્ત, મહિલા ઝડપાઈ
SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન
SPG ના લાલજી પટેલે અનામત હટાવો ઝુંબેશનું કર્યુ સમર્થન
નંદી મહારાજ પાસે દુઆ માગતી બાળકીનો Video થયો Viral
નંદી મહારાજ પાસે દુઆ માગતી બાળકીનો Video થયો Viral
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">