AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં પકડાયેલા આતંકી સહરુલને પાકિસ્તાની હેન્ડલરે આપ્યો હતો નવો ફોન, હથિયારો મેળવવા અને એરફોર્સના વીડિયો બનાવવાનો ટાસ્ક અપાયો

ગુજરાત એટીએસની તપાસમાં આતંકી સહરુલ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. તેણે વડોદરાના ખંડેરાવ માર્કેટ સહિત ભીડભાડવાળા વિસ્તારોની રેકી કરી હતી. પાકિસ્તાની હેન્ડલરે તેને નવો ફોન આપી હથિયાર મેળવવા અને એરફોર્સના વીડિયો બનાવવાનો ટાસ્ક આપ્યો હતો.

Breaking News : વડોદરામાં પકડાયેલા આતંકી સહરુલને પાકિસ્તાની હેન્ડલરે આપ્યો હતો નવો ફોન, હથિયારો મેળવવા અને એરફોર્સના વીડિયો બનાવવાનો ટાસ્ક અપાયો
| Updated on: Nov 29, 2026 | 2:19 PM
Share

ગુજરાત એટીએસ (Anti-Terrorist Squad) દ્વારા વડોદરાના જરોદ નજીકથી પકડાયેલા આતંકી સહરુલની સઘન પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. વાઘોડિયા કોર્ટ દ્વારા દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા બાદ એટીએસની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી, જેમાં સહરુલના આતંકી મનસૂબા અને પાકિસ્તાની હેન્ડલર સાથેના તેના સંબંધો સામે આવ્યા છે.

એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે આતંકી સહરુલે વડોદરાના સૌથી મોટા અને ભીડભાડવાળા ખંડેરાવ માર્કેટ સહિત અનેક સંવેદનશીલ સ્થળોની રેકી કરી હતી. તેના ફોનમાંથી મળેલા ફોટોગ્રાફ્સ આ વાતની પુષ્ટિ કરે છે. આ ફોટોગ્રાફ્સમાં એરપોર્ટ અને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીના દ્રશ્યો પણ જોવા મળ્યા છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, મહાનગરપાલિકાની કચેરીના ફોટો પર ક્રોસ મારીને તેના સ્થાને જૈશ-એ-મોહમ્મદનો ધ્વજ દર્શાવવાનો પ્રયાસ કરાયો હતો. તેવી જ રીતે, ભારતીય તિરંગા લહેરાવતા સ્થળો પર પણ ક્રોસ મારીને જૈશ-એ-મોહમ્મદનો ઝંડો લહેરાવ્યો હોવાની વિગતો આતંકીએ એટીએસ સમક્ષ કબૂલી છે. આતંકીના ઘરમાંથી એટીએસને અનેક ચોકાવનારી વસ્તુઓ પણ મળી આવી છે, જે તેની આતંકી પ્રવૃત્તિઓ તરફ ઇશારો કરે છે.

સહરુલ જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન સાથે સંકળાયેલો છે અને જેહાદી પ્રવૃત્તિઓ માટે અનેક સોશિયલ મીડિયા ગ્રુપમાં સક્રિય હતો. તે માત્ર પોતે જ કટ્ટરવાદી વિચારધારા ધરાવતો ન હતો, પરંતુ અન્ય યુવાનોને પણ કટ્ટરવાદી બનાવવાનો પ્રયાસ કરતો હતો. તેની પાસેથી એક જૂનો મોબાઈલ ફોન પણ મળી આવ્યો હતો, જે આસામ સ્થિત તેના ઘરમાં ડબ્બામાં છુપાવેલો હતો.

આ તપાસમાં પાકિસ્તાની હેન્ડલરની ભૂમિકા પણ સ્પષ્ટ થઈ છે. પાકિસ્તાની હેન્ડલરે સહરુલને તેના જૂના ફોન અને સિમ કાર્ડને બંધ કરાવવા જણાવ્યું હતું અને તેને નવો ફોન ખરીદવા માટે પૈસા પણ પૂરા પાડ્યા હતા. નવા મોબાઈલની ખરીદી પછી, આ પાકિસ્તાની હેન્ડલરે સહરુલને વિવિધ ટાસ્ક આપ્યા હતા, જેમાં હથિયારો મેળવવા અને ભારતીય એરફોર્સના સ્થળોના વીડિયો બનાવવા જેવા સંવેદનશીલ કાર્યોનો સમાવેશ થાય છે.

આશ્ચર્યજનક રીતે, પૂછપરછ દરમિયાન આતંકી સહરુલે કોઈ પસ્તાવો વ્યક્ત કર્યો નથી. તેની કટ્ટરવાદી વિચારધારા એટલી પ્રબળ છે કે તે પકડાઈ જવાને બદલે મોતને પોતાનું ખુશનસીબ ગણાવી રહ્યો છે. તેણે એટીએસ સમક્ષ એવું પણ જણાવ્યું કે જેલમાંથી છૂટ્યા પછી પણ તે ફરીથી જૈશ-એ-મોહમ્મદના સંગઠનમાં જોડાવા માંગે છે. 10 ડિસેમ્બર સુધી એટીએસના રિમાન્ડમાં રહેલા સહરુલ પાસેથી હજુ પણ વધુ મોટા અને ચોંકાવનારા ખુલાસાઓ થવાની શક્યતા છે.

આગામી 6 મહિના ‘સોના’ માટે ‘ભારે’! હવે ભાવ 1 લાખથી નીચે જશે કે ઉપર? રોકાણકારોમાં ચિંતા

Follow Us
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
g clip-path="url(#clip0_868_265)">