AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સાબર ડેરીમાં ભરતીના નામે લાખોની ઉઘરાણીનો આક્ષેપ, સેક્રેટરીના આપઘાત પાછળ નાણાકીય લેતીદેતી જવાબદાર હોવાનો આરોપ ! જુઓ Video

સાબરકાંઠાની સહકારી સંસ્થાઓમાં ભરતીના નામે લાખો રૂપિયાની લેતીદેતી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. હમીરગઢ સેવા સહકારી મંડળીના સેક્રેટરી દશરથ પટેલે વર્ષ 2023માં આપઘાત કર્યો હતો. હવે તેમના પુત્ર ઋષિકેશ પટેલે પિતાના આપઘાત પાછળ ભરતીના નામે થયેલી કથિત નાણાકીય લેતીદેતી જવાબદાર હોવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે તેમણે સાબર ડેરી, સાબરકાંઠા બેંક અને માર્કેટયાર્ડમાં ભરતીના નામે ગેરરીતિઓ થતી હોવાના આક્ષેપો કર્યા છે.

Breaking News : સાબર ડેરીમાં ભરતીના નામે લાખોની ઉઘરાણીનો આક્ષેપ, સેક્રેટરીના આપઘાત પાછળ નાણાકીય લેતીદેતી જવાબદાર હોવાનો આરોપ ! જુઓ Video
Sabar Dairy Bank Market Yard Recruitment ScamImage Credit source: AI Generated
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2026 | 12:45 PM
Share

સાબરકાંઠાની સહકારી સંસ્થાઓમાં ભરતીના નામે લાખો રૂપિયાની લેતીદેતી થતી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર, પિતાના મૃત્યુના બે-ત્રણ દિવસ બાદ ઘરમાંથી સુસાઈડ નોટ અને ડાયરી મળી આવી હતી. સુસાઈડ નોટમાં સાબરકાંઠા બેંક, માર્કેટયાર્ડ અને સાબર ડેરી સાથે સંકળાયેલા કેટલાક લોકોનાં નામ હોવાનો તેમનો દાવો છે. ડાયરીમાં નોકરી અપાવવાના નામે કોની પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા અને કેટલા ટોકન આપવામાં આવ્યા તેનો હિસાબ હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.

ભરતી માટે 35થી 45 લાખ રકમ લેવામાં આવી હતી

ઋષિકેશના આક્ષેપ મુજબ, ક્લાર્ક સહિતની જગ્યાઓ પર ભરતી કરાવવાના નામે કેટલાક લોકો પાસેથી રૂ. 35 લાખથી 45 લાખ સુધીની રકમ લેવામાં આવી હતી. સાબરકાંઠા બેંક અને માર્કેટયાર્ડમાં ક્લાર્કની ભરતી ઉપરાંત સાબર ડેરીમાં પણ ભરતી કરાવવાના નામે નાણાં લેવામાં આવ્યા હોવાનો દાવો છે. ડેરીમાં બે ઉમેદવારો માટે રૂ. 10 લાખની ડિપોઝિટ લેવામાં આવી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

ઋષિકેશ પટેલના મુજબ, નોકરી અપાવવાનું વચન આપ્યા બાદ ભરતી કરવામાં આવી નહોતી અને ઉમેદવારોને નાણાં પણ પરત મળ્યા નહોતા. પરિણામે નાણાં પરત આપવાનું દબાણ વધ્યું હતું. આ સમગ્ર પરિસ્થિતિને કારણે પિતા દશરથ પટેલે જીવન ટૂંકાવ્યું હોવાનો પુત્રએ આક્ષેપ કર્યો છે. જોકે, આ આક્ષેપોની સ્વતંત્ર અને સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે.

સુસાઈડ નોટની FSL તપાસમાં શું આવ્યું?

ઋષિકેશ પટેલના જણાવ્યા અનુસાર, પિતાના મૃત્યુ બાદ તેઓ સુસાઈડ નોટ લઈને ગાંભોઈ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને અરજી આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ તેમણે પોલીસ અધિક્ષક (SP) સમક્ષ પણ રજૂઆત કરી હતી. સુસાઈડ નોટની સત્યતા અંગે સવાલ ઊઠતાં તેને FSL તપાસ માટે મોકલવામાં આવી હતી. ઋષિકેશનો દાવો છે કે FSL રિપોર્ટમાં સુસાઈડ નોટમાં રહેલું લખાણ તેમના પિતાના હસ્તાક્ષરનું હોવાનું સામે આવ્યું હતું.

ત્રણ વર્ષથી ન્યાય માટે પુત્રની લડત

ઋષિકેશ પટેલનો દાવો છે કે વર્ષ 2023થી તેઓ સ્થાનિક પોલીસ, જિલ્લા વહીવટી તંત્ર, મુખ્યમંત્રી કાર્યાલય, PMO અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સમક્ષ અનેક વખત રજૂઆત કરી ચૂક્યા છે. તેમ છતાં તેમની ફરિયાદ હજુ સુધી FIRમાં ફેરવાઈ નથી અને આક્ષેપિત વ્યક્તિઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી.

તેમણે એવો પણ આક્ષેપ કર્યો છે કે ન્યાયની માંગ સાથે પોલીસ સમક્ષ રજૂઆત કરવા જતાં તેમને બે વખત જેલમાં રાખવામાં આવ્યા હતા. બીજી તરફ, જેમની સામે તેમણે આક્ષેપો કર્યા છે તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા ન હોવાનો પણ તેમનો દાવો છે.

ભરતીના નામે લાખોની લેતીદેતી કોના સુધી પહોંચતી હતી?

ઋષિકેશ પટેલે વધુમાં આક્ષેપ કર્યો છે કે સહકારી સંસ્થાઓમાં ભરતી માટે બેઠકો ફાળવવાની અને તેના બદલામાં લાખો રૂપિયા લેવાની વ્યવસ્થા ચાલતી હોવાની તેમને જાણકારી મળી છે. તેમના જણાવ્યા મુજબ, આ નાણાકીય વ્યવહારોમાં વચેટિયાઓથી લઈને સંસ્થાના હોદ્દેદારો સુધીની ભૂમિકા હોવાની આશંકા છે.

હાલ આ સમગ્ર મામલે ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવેલા આક્ષેપોની સત્તાવાર તપાસ અને પુષ્ટિ થવી જરૂરી છે. સાબર ડેરી, સાબરકાંઠા બેંક, માર્કેટયાર્ડ અને સંબંધિત વ્યક્તિઓનો આ મામલે પક્ષ પણ સામે આવવો જરૂરી છે. ત્રણ વર્ષથી ન્યાયની માંગ કરી રહેલા પરિવારને ન્યાય ક્યારે મળશે અને ભરતીના નામે કથિત નાણાકીય લેતીદેતીની તપાસ ક્યારે થશે, તેવા સવાલો ઊભા થયા છે.

આ પણ વાંચો, PM Jan Dhan Yojana : પ્રધાનમંત્રી જન ધન યોજના ખાતું ખોલાવવાથી મળે છે આ ખાસ લાભો, જાણો સંપૂર્ણ વિગતો

Follow Us
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
જામનગરમાં બસ કંડક્ટરે વિદ્યાર્થી સાથે દાદાગીરી કર્યાનો આરોપ!
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
ચોથા દિવસે પણ મૃતદેહનો સ્વીકાર નહીં, પથુભા કેસમાં પરિવારનો વિરોધ
g clip-path="url(#clip0_868_265)">