AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં બે અલગ-અલગ હાફ એન્કાઉન્ટર! બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં જોવા મળ્યુ પોલીસનું ઓપરેશન લંગડા-જુઓ Video

ગુજરાતમાં બે અલગ-અલગ પોલીસ ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે. બનાસકાંઠામાં NDPS કેસના આરોપી અશોક બિશ્નોઈને પગમાં ગોળી વાગી, જ્યારે સુરેન્દ્રનગર નજીક ગાંજાના કેસના આરોપી ડામોર ઠાકોરનું હાફ એન્કાઉન્ટર થયું. બંને આરોપીઓએ પોલીસ પર હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે. ઘાયલ આરોપીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Breaking News : ગુજરાતમાં બે અલગ-અલગ હાફ એન્કાઉન્ટર! બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં જોવા મળ્યુ પોલીસનું ઓપરેશન લંગડા-જુઓ Video
Two Half-encounters Police Firing Incidents in Gujarat Accused
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 29, 2026 | 2:23 PM
Share

બનાસકાંઠા જિલ્લામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ કાર્યવાહી દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. NDPS કેસમાં ઝડપાયેલા રાજસ્થાનના આરોપી અશોક બિશ્નોઈએ પોલીસ પર હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હોવાનો પોલીસનો દાવો છે. આ દરમિયાન ધાનેરાના પોલીસ ઇન્સ્પેક્ટર (PI)એ આરોપીના પગમાં ગોળી મારી હતી.

ભરૂચથી પરત ફરતી વખતે આરોપીએ પોલીસ પર કર્યો હુમલો

મળતી માહિતી મુજબ, અશોક બિશ્નોઈ NDPSના ગુનામાં પોલીસના હાથે ઝડપાયો હતો. ધાનેરા પોલીસ આરોપીને રિમાન્ડ દરમિયાન વધુ તપાસ માટે ભરૂચ લઈ ગઈ હતી. ભરૂચથી પરત ફરતી વખતે પોલીસ વાહનમાં આ ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, પરત ફરતી વખતે આરોપીએ પોલીસની રિવોલ્વર ખેંચવાનો પ્રયાસ કર્યો હતો. આ ઉપરાંત તેણે પોલીસ વાહનના ડ્રાઇવર પર પણ હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. આરોપી નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે પરિસ્થિતિને કાબૂમાં લેવા ધાનેરાના PIએ સ્વબચાવમાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ફાયરિંગ દરમિયાન આરોપીના પગમાં ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ પોલીસે તેને ઝડપી લીધો હતો. ઘાયલ અશોક બિશ્નોઈને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ પોલીસ પર હુમલો કર્યો હતો કે નહીં અને નાસી છૂટવાના પ્રયાસની સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં પોલીસના જણાવ્યા મુજબ આરોપી ઘાયલ થયો છે, જ્યારે સમગ્ર મામલે તપાસ બાદ વધુ વિગતો સામે આવી શકે છે.

સુરેન્દ્રનગરમાં પોલીસે આરોપીનું કર્યું હાફ એન્કાઉન્ટર

બીજી તરફ સુરેન્દ્રનગર નજીક ગાંજાના કેસમાં આરોપી ડામોર ઠાકોરનું જામનગર પોલીસ દ્વારા હાફ એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશથી આરોપીને લઈને પરત ફરતી વખતે આ ઘટના બની હતી.મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગર નજીક આરોપીએ કુદરતી હાજતનું બહાનું કાઢ્યું હતું. આ દરમિયાન તેણે ASIની રિવોલ્વર ઝૂંટવીને પોલીસ પર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જવાબમાં જામનગર LCBના PSIએ સ્વબચાવમાં આરોપીના પગમાં ગોળી મારી હતી.

ઈજાગ્રસ્ત આરોપીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આરોપીએ અગાઉ જામનગરના બાલાજી પાર્ક-3માં કોન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો અને મધ્ય પ્રદેશ ફરાર થયો હતો. ત્યારબાદ LCBએ તેને મધ્ય પ્રદેશમાંથી ઝડપી લીધો હતો.

આ પણ વાંચો : Breaking News : ગોંડલમાં ખૂની ખેલ! તેલના વેપારીની દુકાનમાં જ ઘાતકી હત્યા, બાઈક પણ ગાયબ,જુઓ Video

Follow Us
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
જુનાગઢના MLA સંજય કોરડિયાને ઘમકી આપી કરી ખંડણીની માગ!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
અમરેલીમાં તાલીમ દરમિયાન ખેડૂતોના ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો!
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
આજનું રાશિફળ: 29 નવેમ્બરે કઈ રાશિઓએ રાખવી સાવધાની?
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
પથુભા ગોહિલના મોત કેસમાં ન્યાયની માગ સાથે ઉમરાળામાં ક્ષત્રિય સમાજનો ઉગ
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
રાજકોટના 50,000થી વધુ પશુપાલકોને રાહત
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક બસ ડ્રાઇવરનું દિલધડક રેસ્ક્યૂ કરાયું
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જૈશના આતંકી સાહરુલનો ખુલાસો: વડોદરા એરફોર્સના ફોટા પાક. મોકલ્યા
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
જરોદ નજીક આતંકી ઝડપાતા પોલીસ એલર્ટ, રેલવે સ્ટેશન પર સર્ચ ઓપરેશન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
વડોદરા ગોત્રી મેડિકલ કોલેજ રેગિંગ મામલે IMA પ્રેસિડન્ટનું નિવેદન
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
દ્વારકાધીશના દરબારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શીશ ઝુકાવ્યું
g clip-path="url(#clip0_868_265)">