ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કાર ડિટેઇન કરતા BJPના બક્ષીપંચ મોરચાએ કર્યા ધમપછાડા, પોલીસને  બાનમાં લેવાની કરી કોશિશ

રાજકોટમાં ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન ભાજપના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારની કારને પોલીસે ડિટેઈન કરતા નેતાજીને ગુસ્સો આવી ગયો અને પોલીસને બાનમાં લેવાની કોશિશ કરી. જો કે કાયદો બધાને સમાન રીતે લાગુ પડે છે પછી ભલે કોઈ સંત્રી હોય, મંત્રી હોય કે કોઈ સામાન્ય નાગરિક હોય. આવો જ દાખલો રાજકોટ ડીસીપીએ બેસાડવાની કોશિશ કરી છે.

ટ્રાફિક પોલીસે ભાજપના નેતાની કાર ડિટેઇન કરતા BJPના બક્ષીપંચ મોરચાએ કર્યા ધમપછાડા, પોલીસને  બાનમાં લેવાની કરી કોશિશ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 27, 2024 | 1:46 PM

રાજકોટના કિસાનપરા ચોકમાં શુક્રવારે ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી હતી એ દરમિયાન બે કાર કાળા કાચ અને નંબર પ્લેટ વગરની પસાર થતા પોલીસે તેને રોકી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ ટ્રાફિક પોલીસ ડીસીપી પુજા યાદવ પણ ચેકિંગમાં હાજર હતા અને બે કાર ડિટેઇન કરી હતી. આ કાર ભાજપના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોની હોવાનું સામે આવ્યું. ભાજપના નેતાની કાર ડિટેઇન કરતા ભાજપના બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો સ્થળ પર આવીને પોલીસને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. બક્ષીપંચ મોરચાના હોદ્દેદારોએ પોલીસને હાજર દંડ લેવાનું દબાણ કરતા થોડા સમય માટે મામલો ગરમાયો હતો.

બંન્ને કાર ભાજપના હોદ્દેદારોની, કારમાં પ્લેટ પણ મુકી હતી

પોલીસે કરેલી કાર્યવાહીમાં બંન્ને કાર ભાજપના નેતાઓની હોવાનું સામે આવ્યું છે. બક્ષીપંચ મોરચાના વોર્ડ નંબર 12ના પ્રમુખ મહેશ અવાડિયા અને વોર્ડ નંબર 2 ના યુવા ભાજપ ઉપપ્રમુખ હર્ષવર્ધનસિંહ કિહોરની આ કાર હોવાનું સામે આવ્યું હતું. કારની અંદર બોર્ડ પણ લગાડવામાં આવ્યુ હતું. પોલીસે કાર્યવાહી કરતા બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ ડીસીપી પુજા યાદવ પાસે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કાર્યકર્તાઓએ રીતસર પોલીસને બાનમાં લેવાની કોશિશ કરી હતી અને હાજર દંડ લઇ લેવા માટે દબાણ કર્યું હતું.

જો કે ડીસીપીએ કહ્યું હતું કે આરટીઓ મેમો નીકળી ગયો છે, જેથી કંઇ ન થઇ શકે. બક્ષીપંચ મોરચાએ પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા કરવાની કોશિશ કરી પરંતુ પોલીસ એકની બે ન થઇ અને કાર્યવાહી કરી. પોલીસે કારને ડિટેઇન કરીને શિતલ પાર્ક ખાતેના ટ્રાફિક પોલીસના સ્ટેન્ડ ખાતે લઇ જવામાં આવી હતી. જો કે પોલીસે આરસી બુકને કબ્જે કરીને કારનો કબ્જો સોંપ્યો હતો. દંડની રકમ ભર્યા બાદ આરસી બુક પરત કરવામાં આવશે. મહત્વનું છે કે રાજકોટ શહેર ભાજપ પ્રમુખે કોઇપણ કાર્યકર્તાઓએ પોતાના વાહનમાં તેના હોદ્દા અંગે બોર્ડ લગાડવાની મનાઇ ફરમાવી છે પરંતુ તેમ છતા કેટલાક કાર્યકર્તાઓ રૌફ જમાવવા આ પ્રકારે બોર્ડ લગાવે છે.

Women's Health : મહિલાઓએ કયા ટેસ્ટ વર્ષમાં એક વાર જરૂર કરાવવા જોઈએ ?
આજનું રાશિફળ તારીખ 08-09-2024
રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે

નિયમો બધા માટે સરખાં હોય છે-એસીપી ગઢવી

આ અંગે રાજકોટ ટ્રાફિક એસીપી ગઢવીએ કહ્યું હતું કે રાજકોટ ટ્રાફિક ડીસીપીની હાજરીમાં ટ્રાફિક ડ્રાઇવ ચાલી રહી હતી જેમાં કાળા કાચ અને નંબર પ્લેટ ન હોય અને નિયમોનું પાલન ન થયું હોય તો કાર્યવાહી કરવામાં આવે છે. આ બે કારમાં નંબર પ્લેટ ન હતી અને કાળા કાચ હતા જેના કારણે આ કાર્યવાહી કરવામાં આવી હતી. કારચાલકની કારને ટોઇંગ કરીને તેને ડિટેઇન કરવામાં આવી હોવાનો દાવો કર્યો હતો.

ધારાસભ્ય દર્શિતા શાહે ભલામણ કરી !

એક તરફ ભાજપના નેતાઓ નિયમોનો ભંગ કરે છે. નિયમોનો ભંગ કરીને પોલીસને બાનમાં લેવાની કોશિષ કરી હતી જેની સામે રાજકોટ પશ્વિમના ધારાસભ્ય દર્શિતા શાહે ભલામણ કરીને કારને છોડી મૂકવા માટે ભલામણ કરી હતી.

સવાલ એ વાતનો થઇ રહ્યો છે કે એક તરફ નિયમોનો ભંગ બીજી તરફ ભાજપના નેતાઓની ભલામણ કેટલે અંશે યોગ્ય? શું ભાજપના નેતાઓને કાયદાઓ લાગુ પડતા નથી ? કે જેના કારણે પોલીસ પર કાર્યવાહી ન કરવા માટે દબાણ કરવામાં આવે છે. આ કિસ્સામાં પોલીસે કાયદેસરની કાર્યવાહી કરીને નિયમો બધા માટે સરખાં છે તેવો દાખલો બેસાડવાનો પ્રયાસ કર્યો છે,જો કે શિસ્તબદ્ધ ગણાતી પાર્ટી કાયદાનું ઉલંઘન કરનાર સામે કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ છે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
કચ્છના કંડલા SEZમાંથી હેન્ડગ્રેનેડ મળી આવતા અફરાતફરી
ગુજરાતમાં થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં થશે મેઘ મહેર, આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">