AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે શહેરીજનોની ગેરસમજ કરી દૂર, કહ્યુ ઈંધણની કોઈ અછત નથી, પેનિક ન કરો- Video

રાજકોટ જિલ્લા કલેક્ટરે સ્પષ્ટતા કરી છે કે પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી, લોકો અફવાઓથી ગભરાઈને પેનિક બાઈંગ ન કરે. રાજ્યભરમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જે ગેરસમજના કારણે છે. કલેક્ટરે ખાતરી આપી છે કે જિલ્લાના તમામ 361 પેટ્રોલ પંપ પર પૂરતો ઇંધણનો જથ્થો ઉપલબ્ધ છે. જરૂરિયાત મુજબ પેટ્રોલ ભરવા અને સહકાર આપવા અપીલ કરી છે.

પેટ્રોલ ડીઝલના જથ્થાને લઈને રાજકોટ જિલ્લા કલેક્ટરે શહેરીજનોની ગેરસમજ કરી દૂર, કહ્યુ ઈંધણની કોઈ અછત નથી, પેનિક ન કરો- Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 24, 2026 | 1:22 PM
Share

રાજ્યભરમાં પેટ્રોલ ડીઝલની અછતને લઈને લોકો પેનિક કરી રહ્યા છે. પેટ્રોલ પંપ પર એકસામટા પેટ્રોલ ભરાવવી માટે લોકો આવી રહ્યા છે, જેના કારણે મોટાભાગના પેટ્રોલ પંપ પર લાંબી લાંબી લાઈનો લાગી છે જ્યારે કેટલાક સ્થળોએ તો કેઓસ ની સ્થિતિ પણ સર્જાઈ રહી છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ખુદ રાજકોટ જિલ્લા કલેક્ટરે મીડિયા સમક્ષ આપી લોકોને શાંતિ રાખવા, પેનિક ન કરવા અને અફવામાં ન આવવા અપીલ કરી છે. કલેક્ટરે સ્પષ્ટ જણાવ્યુ છે કે ઈંધણનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. રાજ્યમાં ક્યાંય પણ પેટ્રોલની અછત નથી. રાજકોટ જિલ્લામાં પણ પેટ્રોલ-ડીઝલનો જથ્થો પુરતા પ્રમાણમમાં ઉપલબ્ધ છે. શહેરના 361 પેટ્રોવ પંપ પર ઈંઘણનો પૂરવઠો યથાવત છે.

જિલ્લા કલેક્ટર ઓમ પ્રકારશે લોકોને ગેરમાર્ગે ન દોરાવા શહેરીજનોને અનુરોધ કર્યો છે. કલેક્ટરે નાગરિકોને ખાતરી આપતા કહ્યુ છે કે જિલ્લાના દરેક પેટ્રોલ પંપ પૂરતો ઈંધણનો જથ્થો ઉપલબ્ધ છે. રાજકોટ જિલ્લામાં 264 અને શહેરી વિસ્તારમાં 97 મળીને કૂલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે. આ દરેકમાં પૂરતા પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. કોઈપણ નાગરિકો ગભરાટમાં આવીને પેટ્રોલ પંપો પર ભીડ ન કરવાની જરૂર નથી તેવુ સ્પષ્ટપણે કલેક્ટરે જણાવ્યુ છે.

લોકોને અફવામાં આવી પેનિક ન થવા અપીલ

આ તરફ tv9 ગુજરાતી દ્વારા પણ લોકોને અફવામાં ન આવવા અને સહકાર આપવાની અપીલ કરવામાં આવી રહી છે. રાજ્યભરમાં અનેક જગ્યાએથી એવા દૃશ્યો સામે આવી રહ્યા છે જ્યાં લોકોને જરૂરિયાત ન હોવા છતા પેટ્રોલ-ડીઝલનો સંગ્રહ કરી રહ્યા છે. જેનાથી પણ પેટ્રોલની ઘટ સર્જાઈ રહી છે. જો લોકો જરૂરિયાત પૂરતુ જ વાહનોમાં પેટ્રોલ નખાવશે અને સંગ્રહખોરી નહીં કરે તો રાજ્યમાં ક્યાંય પણ પેટ્રોલ ડીઝલની અછત નહીં સર્જાય અને લોકોને ખોટી રીતે પરેશાન નહીં થવુ પડે. લોકોને લાંબી કતારોમાં કલાકો તપવુ નહીં પડે. હાલ યુદ્ધની સ્થિતિમાં દરેક વ્યક્તિએ પોતાની સમજદારી અને સહકાર બતાવવાની જરૂરિયાત છે. જો આવુ થશે તો જ સપ્લાય ચેઈન વ્યવસ્થિત ચાલતી રહેશે અને ક્યાંય તેમા કોઈ વિક્ષેપ નહીં સર્જાય.

Input Credit- Mohit Bhatt- Rajkot

ઈરાને યુદ્ધ રોકવા માટે અમેરિકા સામે રાખી 6 કડક શરતો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલવાના ટ્રમ્પના 48 કલાકના અલ્ટમેટમને ઈરાને ફગાવ્યુ- વાંચો

Follow Us
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
દોઢ વર્ષના બાળકની અન્નળીમાં પીન ફસાય , જુઓ Video
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
સુરતમાં હચમચાવતી ઘટના! 13 વર્ષના કિશોરની ગરદનમાંથી આરપાર થયો સળિયો
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ રોગચાળાએ માથું ઉચક્યું
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
આજનું રાશિફળ : કારકિર્દી, પૈસા અને અભ્યાસમાં મળશે સફળતા
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
g clip-path="url(#clip0_868_265)">