AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : લાઇવસ્ટ્રીમ દરમિયાન જ હુમલાખોરોએ મારી ગોળી, મેક્સિકોનો મશહૂર ઇન્ફ્લુએન્સર સીઝર ગાસ્ટેલમની હત્યા !

મેક્સિકોનો લોકપ્રિય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સીઝર ગાસ્ટેલમની (Cesar Gastelum) મંગળવારે 4 ઓગસ્ટના રોજ લાઇવસ્ટ્રીમ દરમિયાન ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર, આ ઘટના મેક્સિકોના સિનોલોઆ (Sinaloa) રાજ્યના કુલિયાકાન (Culiacán) શહેરમાં એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની બહાર બની હતી.

Breaking News : લાઇવસ્ટ્રીમ દરમિયાન જ હુમલાખોરોએ મારી ગોળી, મેક્સિકોનો મશહૂર ઇન્ફ્લુએન્સર સીઝર ગાસ્ટેલમની હત્યા !
Mexican TikTok Influencer Shot During LivestreamImage Credit source: X
| Updated on: Aug 06, 2026 | 3:16 PM
Share

સીઝર ગાસ્ટેલમ પોતાના મિત્રો સાથે એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટની બહાર લાઇવસ્ટ્રીમ કરી રહ્યો હતો. તે દરમિયાન હેલ્મેટ પહેરેલા બે હુમલાખોર મોટરસાઇકલ પર ત્યાં પહોંચ્યા. લાઇવસ્ટ્રીમના વીડિયોમાં જોવા મળે છે કે મોટરસાઇકલ પરથી એક હુમલાખોરે સીધી ગાસ્ટેલમ પર ગોળીબાર કર્યો અને બાદમાં બંને હુમલાખોર સ્થળ પરથી ફરાર થઈ ગયા. વીડિયોમાં ગાસ્ટેલમ પોતાના બે મિત્રો સાથે પાર્કિંગમાં હસતા અને વાતચીત કરતા જોવા મળે છે. આ દરમિયાન હુમલાખોરો આવ્યા અને ગોળીબાર કરીને ભાગી ગયા.

પોલીસ શું કહે છે?

આ હુમલો સ્થાનિક પ્રોસિક્યુટરની કચેરીથી થોડા જ અંતરે અને ભારે ટ્રાફિક દરમિયાન થયો હતો. સિનોલોઆ રાજ્ય પોલીસે ગાસ્ટેલમના મોતની પુષ્ટિ કરી હતી અને જણાવ્યું છે કે વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં અધિકારીઓએ આશંકા વ્યક્ત કરી છે કે આ હત્યા ડ્રગ કાર્ટેલ સંબંધિત હિંસા સાથે જોડાયેલી હોઈ શકે છે. જોકે, કોઈ ચોક્કસ ગુનાહિત સંગઠનનું નામ લેવામાં આવ્યું નથી. મેક્સિકોની સુરક્ષા કેબિનેટ અને સ્થાનિક પ્રોસિક્યુટરોએ જણાવ્યું છે કે તપાસ ચાલુ છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, ગાસ્ટેલમે અગાઉ સોશિયલ મીડિયા પર એક ગુનાહિત સંગઠનનો ઉલ્લેખ કરતા કેટલાક વીડિયો પણ પોસ્ટ કર્યા હતા.

શું કહ્યું રાષ્ટ્રપતિએ?

મેક્સિકોની રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેઇનબાઉમે આ ઘટનાની નિંદા કરી છે. આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું કે, આ હત્યા કેમ થઈ તે જાણવું જરૂરી છે અને જવાબદારોને કાયદા સામે લાવવા જોઈએ.

કોણ હતો સીઝર ગાસ્ટેલમ?

સીઝર ગાસ્ટેલમ મેક્સિકોનો જાણીતો સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર હતો. તેના TikTok પર આશરે 6.5 લાખથી વધુ ફોલોઅર્સ હતા. જ્યારે Instagram સહિત અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ તેની મોટી ફેન ફોલોઇંગ હતી. તે પોતાને ઘણીવાર બ્લિકો (Blico) તરીકે ઓળખ આપતો હતો. જે શબ્દ મેક્સિકોના કાર્ટેલ સબકલ્ચર સાથે જોડાયેલો માનવામાં આવે છે. તેના સોશિયલ મીડિયા પર મુખ્યત્વે મેક્સિકન રિજનલ મ્યુઝિક પર આધારિત કોમેડી અને મનોરંજનના વીડિયો જોવા મળતા હતા.

આ પણ વાંચો, ઘર ખાલી કર્યા પછી મકાનમાલિકે અટકાવ્યા પૈસા ? જાણો ક્યારે કાપી શકે ડિપોઝિટ અને ક્યારે લેવા કાનૂની પગલાં !

Follow Us
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
એન્જિનિયરો પણ દંગ! ગરમીથી બચવા માટે વ્યક્તિએ શોધ્યો 'દેશી જુગાડ'
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
અમદાવાદના રિક્ષાચાલકોએ મોટા આંદોલનની ચીમકી ઉચ્ચારી
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
કાંતિ અમૃતિયાના ભાઈનો વીજપોલ મુદ્દે ધમકીભર્યો વીડિયો વાયરલ...
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
નકલી દારૂકાંડમાં કોંગ્રેસે સરકાર અને તંત્ર પર ઉઠાવ્યા 'ગંભીર સવાલો'
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
વડોદરામાં રોડના ખાડાનો કાળ, કાઉન્સિલરના માતા-પિતા ઘાયલ
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
પાલીતાણા હોસ્પિટલમાં કામ કર્યા વિના ₹50.43 લાખનું ખોટું બિલ રજૂ! Video
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
ડીસામાં ભાજપ મહિલા કોર્પોરેટરના પતિનું અપહરણ, 50 લાખની માંગી ખંડણી!
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ટેન્ડર ગોટાળામાં AAP નેતા સામે કાર્યવાહી
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતમાં 19 અને 20 ઓગસ્ટે 17 જિલ્લાઓમાં વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">