Rajkot Corona: ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં, ગામડાઓને કેટેગરીમાં વહેંચાયા

Rajkot Corona:  રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓે સર્વે કરવા આદેશ કર્યો છે. રાજકોટના ગામડાઓને કોરોના કેસના આધારે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે

| Updated on: May 04, 2021 | 9:18 AM

Rajkot Corona:  રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર હરકતમાં આવ્યું છે. રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખે અધિકારીઓે સર્વે કરવા આદેશ કર્યો છે. રાજકોટના ગામડાઓને કોરોના કેસના આધારે ત્રણ કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે જેમાં A કેટેગરીના 17 ગામમાં કોરોના સંક્રમણ વધારે છે તો B કેટેગરીના 45 ગામમાં સંક્રમણ થોડુ ઓછું છે જ્યારે C કેટેગરીના 105 ગામમાં કોરોના કેસ નહિવત્ છે.

આ તમામ ગામમાં સર્વે કરી સરપંચ, આગેવાનોને કોરોના ન વકરે તે માટે તાકીદ કરાશે. ગામડાઓમાં આરોગ્ય સુવિધા ઉભી કરવા માટે જિલ્લા પંચાયતના દરેક સભ્યોએ 10-10 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. રાજકોટ જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિને 4.16 કરોડની ગ્રાન્ટ ફાળવી આપવામાં આવી છે.

કોરોનાના કપરાકાળ વચ્ચે ગુજરાત રાજ્યના નાગરિકો માટે રાહતના સમાચાર છે. રાહતની વાત એ છે કે વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચૂકેલો કોરોના હવે ધીમે ધીમે મંદ પડી રહ્યો છે અને પાછલા 14 દિવસ બાદ રાજ્યમાં 13 હજારથી ઓછા કેસ નોંધાયા છે.

પાછલા 11 દિવસથી રાજ્યમાં કોરોનાના 13 હજારથી વધુ કેસ નોંધાતા હતા જોકે પાછલા 24 કલાકમાં રાજ્યમાં 12,820 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 140 દર્દીઓના મોત થયા. નવા મોત સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક 7,648 પર પહોંચ્યો છે તો 11,999 દર્દીઓ સાજા થવાની સાથે કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 4 લાખ 52 હજાર 275 પર પહોંચ્યો છે જોકે રાજ્યમાં હજુ પણ 1 લાખ 47 હજાર 499 એક્ટિવ કેસ છે જ્યારે વેન્ટિલેટર પરના દર્દીઓની સંખ્યા વધીને 747 પર પહોંચી છે.

રાજ્યના શહેરોની જો વાત કરીએ તો, અમદાવાદમાં આક્રમક બનેલો કોરોના મંદ પડ્યો છે અને નવા 4,671 કેસ સાથે 26 દર્દીઓના મોત થયા છે તો સુરતમાં 1,656 કેસ સાથે 13 દર્દીઓના મોત નિપજ્યા જ્યારે વડોદરામાં 936 દર્દીઓ સાથે 14ના મોત થયા.

આ તરફ રાજકોટમાં 524 કેસ સાથે 16 દર્દીઓ કોરોનાનો શિકાર બન્યા તો જામનગરમાં 14 દર્દીઓના મોત સાથે નવા 712 કેસ નોંધાયા તો ભાવનગરમાં 12 અને જૂનાગઢમાં 9 દર્દીઓ કોરોના સામેનો જંગ હાર્યા. આ સિવાય સાબરકાંઠા, અમરેલી અને સુરેન્દ્રનગરમાં 4-4 દર્દીઓના મોત થયા તો મહેસાણા, કચ્છ, પાટણ અને દ્વારકામાં 3-3 દર્દીના મોત થયા જ્યારે બનાસકાંઠા અને ગાંધીનગરમાં 2-2 દર્દીના મોત થયા.

Follow Us:
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">