કૃષિ પ્રધાન રાઘવજી પટેલને આવ્યો બ્રેઈન સ્ટ્રોક,રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા, જુઓ વીડિયો
રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ રાઘવજી પટેલની તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગત અપાઈ છે.

રાજકોટના કૃષિ પ્રધાન રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.બ્રેઈન સ્ટ્રોક આવતા તાત્કાલિક સીનર્જી હોસ્પિટલમાં સઘન સારવાર શરૂ કરવામાં આવી છે. હાલ રાઘવજી પટેલની તબિયત સુધારા ઉપર હોવાની ડોક્ટર દ્વારા વિગત અપાઈ છે.
Agriculture Minister Raghavji Patel suffered brain stroke, hospitalized #Rajkot #Gujarat #TV9News pic.twitter.com/ztu4A4vqYu
— Tv9 Gujarati (@tv9gujarati) February 11, 2024
ગામ ચલો અભિયાન દરમિયાન બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. જામનગર જિલ્લાના બેરાજા ગામે ગત રાતે બ્રેઈન સ્ટ્રોક આવ્યો છે. ડોકટર સંજય ટિલાળા સાથે TV9 ગુજરાતીએ વાતચીતમાં જણાવ્યુ કે રાઘવજી પટેલને મગજમાં નાનુ હેમ્રેજ થયુ છે. તેમજ તેમની તબિયત સુધારા પર છે તેવી માહિતી આપવામાં આવી છે.
બ્રેન સ્ટ્રોક એટલે શું ?
બ્રેઈન સ્ટ્રોક એટલે જ્યારે મગજમાં બ્લડ સર્ક્યુલેશન સરખુ ના થાય ત્યારે મસ્તિષ્કની કોશિકાઓ મરવા લાગે છે. જેના પગલે થતી સમસ્યાને બ્રેન સ્ટ્રોક કહેવાય છે.આમાં મસ્તિષ્કની લોહી પહોંચાડતી નળીઓ ફાટી જાય છે.જેને બ્રેન હેમ્રેજ કહેવામાં આવે છે. આને બ્રેન એટેક પણ કહી શકાય છે.
( વીથ ઈનપુટ – રોનક મજીઠીયા )