ગુજરાતની આ મહિલા સિપાહીએ પુલવામાનો હુમલો નજર સામે જ જોયો, ‘કંપારી છૂટી જાય તેવી હતી તે ક્ષણ’
પુલવામાં થયેલા આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા.પરંતુ આ કાફલામાં એક એવી બહાદુર રક્ષક હતી કે જેણે નજરો નજર આ હુમલો જોયો હતો. હુમલાની જાણ જયારે પરિવારને થઇ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ જયારે મોડી સાંજે પોતાની વાહલી દીકરી જોડે વાત થઇ ત્યારે તેમણે હાશકારો અનુભવ્યો હતો. કોણ છે CRPF […]
પુલવામાં થયેલા આતંકી હુમલામાં ૪૪ જવાનો શહીદ થયા હતા.પરંતુ આ કાફલામાં એક એવી બહાદુર રક્ષક હતી કે જેણે નજરો નજર આ હુમલો જોયો હતો. હુમલાની જાણ જયારે પરિવારને થઇ ત્યારે તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. પરંતુ જયારે મોડી સાંજે પોતાની વાહલી દીકરી જોડે વાત થઇ ત્યારે તેમણે હાશકારો અનુભવ્યો હતો.
કોણ છે CRPF ની બાહદુર મહિલા?
વલસાડ જિલ્લાના આદિવાસી વિસ્તાર કપરાડામાં રહે છે આભોયા પરિવાર. આમ તો તે કપરાડાના વડખંભા ગામમાં ચા ની ટપરી ચલાવે છે.પરંતુ તેમના માટે ગર્વની વાત એ છે કે તેમની લાડક્વાયી દીકરી દેશની રક્ષા કરે છે. આદિવાસી પરિવારની આ દીકરી સરહદ ઉપર ખડે પગ દેશની રક્ષા માટે તૈનાત રહે છે. તો આ પરિવારની દીકરી પુષ્પાબેન પુલવામાં થયેલા આતંકી હુમલાને નજરે નજર જોનારા પૈકીના એક છે.
આ પણ વાંચો : જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તો કોણ જીતશે ? આ રહ્યો બંને દેશોની તાકાતનો હિસાબ
આ આતંકી હુમલો પુષ્પાબેનની બસમાં સવાર લેડીસ બટાલીયન એ જોયો હતો. તેમનો કાફલો જમ્મુ થી શ્રીનગર જવા નીકળ્યો હતો,કાફલો પુલવામા જિલ્લાના અવંતીપુરા ગામથી પસાર થઇ રહ્યો હતો. તેજ સમયે એક વિસ્ફોટક ભરેલી ગાડી અચાનક કાફલામાં ચાલતી ૨૬ નંબરની બસ જોડે ધડાકાભેર ઠોકાઈ હતી. પુષ્પાબેનની બસ બરાબર આ બસના પાછળ આશરે ૨૫૦ મીટરની દુરી ઉપર ચાલી રહી હતી.
વિસ્ફોટક ભરેલી ગાડી ઠોકાતાજ પ્રચંડ વિસ્ફોટ થયો હતો,કાનમાં સુનકાર અને આખો સમક્ષ આગના ગોટા હતા. ક્ષણભરમાં જ આગનું સ્થાન કાળા ડીબાંગ વાદળો એ લીધું અને ચીસીયારાઓ ગુંજી ઉઠ્યા હતા.ઘટના ને પગલે તેમની બસ ચાલક એ તાત્કાલિક બસ રોકી દેતા તેમની બસ વિસ્ફોટની ચપેટમાં આવતા બચી ગઈ હતી.
તો આ ઘટના બાદ પુષ્પાબેનના પરિવારજનો માંગ કરી રહ્યા છે કે આ ઘટના નો સરકારે જડબા તોડ જવાબ આપવો જોઈએ,સુરક્ષા સૈનિકોને સંપૂર્ણ છૂટ આપવી જોઈએ અને તેમને આશરો આપનારો સામે પણ સખત પગલા લેવા જોઈએ.
સી.આર.પી.એફ ના કાફલામાં ૨૭ નંબરની બસમાં સવાર મહિલા બટાલીયન એ આખો મોતનો તાંડવ પોતાની નજર સમક્ષ જોયો હતો.જેતે સમયની પરિસ્થિતિ નો વિચાર સુદ્ધા કંપાવી નાખી એમ છે.જોકે આ બહાદુર દીકરીઓએ જરા પણ ડર કે ખોફ વિના તરતજ પોતાની ડ્યુટી ઉપર જોડાય ગયા હતા.ત્યારે ભારતના આવા હોનહાર સૈનિકોને લાખો સલામ છે કે જે પટના પરિવારને છોડીને દેશની રક્ષા કરે છે.
[yop_poll id=1633]