Gujarat માં શિક્ષકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવો સરકારની પ્રાથમિકતા : જીતુ વાઘાણી

ગુજરાતમાં(Gujarat) શિક્ષણ જગતના પડતર આઠ પ્રશ્નોના તાજેતરમાં સુખદ ઉકેલ બદલ રાજ્યભરના વિવિધ છ શિક્ષકસંઘ વતી ગુજરાત રાજય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું આભાર પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

Gujarat માં શિક્ષકોના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ લાવવો સરકારની પ્રાથમિકતા : જીતુ  વાઘાણી
Gujarat Teachers Association Feliciate Minister Jitu Vaghani
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2022 | 7:31 PM

ગાંધીનગર(Gandhinagar)  ખાતે શિક્ષક સંઘના હોદ્દેદારોને સંબોધતા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ(Jitu Vaghani)  કહ્યું હતું કે રાજ્ય ભરના લાખો શિક્ષકો (Teachers) અમારો પરિવાર છે. તેમના પડતર પ્રશ્નોના હકારાત્મક ઉકેલ-નિરાકરણ લાવવું એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વવાળી અમારી સરકારની પ્રાથમિકતા રહી છે.ગુજરાતમાં શિક્ષણ જગતના પડતર આઠ પ્રશ્નોના તાજેતરમાં સુખદ ઉકેલ બદલ રાજ્યભરના વિવિધ છ શિક્ષકસંઘ વતી ગુજરાત રાજય શૈક્ષણિક સંકલન સમિતિ દ્વારા આજે ગાંધીનગર ખાતે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું આભાર પત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

મંત્રી વાઘાણીએ શિક્ષક સંઘના હોદ્દેદારોને જણાવ્યું હતું કે, તમામને શિક્ષણ આપવું તે આપણી સૌની સંયુક્ત જવાબદારી છે. શિક્ષકોને નિયમાનુસાર મળવાપાત્ર તમામ લાભો આપવા એ અમારી જવાબદારી છે અને તેને સરકારે સુપેરે નિભાવી રહી છે. તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં બાળકોના હિતમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પરિવર્તન કરી સુધારા કર્યા છે જેના હકારાત્મક પરિણામ આજે આપણે સૌ અનુભવી રહ્યા છીએ.

નિર્ણયના ઠરાવો ટૂંક સમયમાં તૈયાર કરી દેવાશે

મંત્રીએ કહ્યું હતું કે, શિક્ષકોને પ્રમોશન, ઉચ્ચતર પગાર, એલટીસી, બદલી સહિતના લાભોથી કામ કરવાનો ઉત્સાહ વધે છે. તાજેતરમાં ૩૯ હજાર શિક્ષકોના હિતમાં લેવાયેલા વિવિધ નિર્ણયથી અંદાજે તેમના સાથે જોડાયેલા બે લાખ જેટલા લોકોને તેની હકારાત્મક અસર થઈ છે. આ નિર્ણયના ઠરાવો ટૂંક સમયમાં તૈયાર કરી દેવાશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું. આ પ્રસંગે વિવિધ શિક્ષક સંઘ વતી ઉપસ્થિત હોદ્દેદારોએ શિક્ષણમાં કોઈપણ પ્રકારની બાંધછોડ નહીં કરીને, છેવાડાનું કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેનો રાજ્યભરના લાખો શિક્ષકો વતી શિક્ષણ મંત્રી વાઘાણીને વિશ્વાસ અપાવ્યો હતો.આ કાર્યક્રમ પ્રસંગે વિવિધ છ શિક્ષકસંઘના  હોદ્દેદારોએ ઉપસ્થિત રહીને શિક્ષણ મંત્રીનો આભાર માન્યો હતો.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

એક વધારાના શિક્ષકની ફાળવણી કરવામાં આવશે

અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોના હિતમાં રાજ્ય સરકાર દ્વારા મહત્વના 8  જેટલાં નિર્ણયો લેવાયા હતા. જેમાં ફિક્સ પગારમાં નિમણૂક પામેલ ગ્રાન્ટેડ શાળાના સહાયક શિક્ષકો/વહીવટી સહાયકો/સાથી સહાયકોની પાંચ વર્ષની સેવાઓ હવે સળંગ ગણવામાં આવશે. પરિણામ આધારિત ગ્રાન્ટની ફાળવણીની નીતિ જૂની પદ્ધતિ પ્રમાણે કરાશે. વિદ્યાર્થીઓના પરિણામ સુધારવા માટે શિક્ષકો શાળાના સમય પહેલા અને પછીના સમયમાં શિક્ષણ આપશે. માધ્યમિક શાળામાં ત્રણનું મહેકમ હતું ત્યાં એક વધારાના શિક્ષકની ફાળવણી કરવામાં આવશે.

જેમાં શાળાના આચાર્યને એલ.ટી.સી.નો લાભ મળશે તેમજ નોન ટીચીંગ સ્ટાફની ભરતી થશે તથા બઢતી પણ આપવામાં આવશે. એચ.મેટ આચાર્યની ભરતી પ્રક્રિયા આગામી સમયમાં હાથ ધરવામાં આવશે તેમજ સાતમા પગાર પંચના બાકીના હપ્તાની ચૂકવણી સત્વરે કરવામાં આવશે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">