પોરબંદરના (Porbandar) ગોસાબારા ગામે વર્ષોથી વસવાટ કરતા માછીમારોની સમસ્યા ઓછી થવાને બદલે દિવસે દિવસે વધી રહી છે. અચાનક ફિશિંગ ટોકન (Fishing Token) અને ડીઝલ ક્વોટા બંધ કરી દેવાતાં માછીમારો (Fishermen) મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. માછીમારોને તેમની રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે. પરિણામ એ આવ્યું છે કે માછીમારોના 100 પરિવારોના 600 લોકોએ સરકાર પાસે ઈચ્છા મૃત્યુની માગ કરી છે.
પોતાનું જીવન ગુજરાન જેનાથી ચાલે છે એ દરિયામાં જવાની જ માછીમારીનો મનાઈ કરી દેવામાં આવે તો શું થાય ? હકીકતમાં આવું જ કંઈક થયું છે. પોરબંદર જિલ્લાના ગોસાબારા ગામે લગભગ 100 જેટલા પરિવારો વસવાટ કરે છે. જેઓ માછીમારી કરી પોતાનું ગુજરાન ચલાવે છે. થોડા વર્ષો પહેલાં જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કરી કર્લી જળાશય અને રણ વિસ્તારમાં માછીમારી પર રોક લગાવી હતી. જેને પગલે માછીમારોએ પોતાના પરિવારની આજીવિકા અને અભ્યાસના કામે આજીજી કરી તેનો ઉકેલ લાવ્યો હતો. આજદિન સુધી તેમનો માછીમારીનો આ વ્યવસાય બરાબર ચાલતો હતો પરંતુ અચાનક ફિશિંગ ટોકન અને ડીઝલ ક્વોટા બંધ કરી દેવાતાં માછીમારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કોઈ રસ્તો ન દેખાતા તેમણે સરકાર પાસે 100 પરિવારના 600 લોકોના ઈચ્છા મૃત્યુની મંજૂરી માગ કરી છે.
ગોસાબારા ગામના પ્રશ્ને એસ.પી કલેકટર અને અન્ય અધિકારીઓ પાસે રજૂઆત કરવામાં આવી. માછીમારોએ રજૂઆત કરી છે કે અમારી રોજીરોટીનો સવાલ છે. 15 દિવસમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો અમે ફરીથી કલેકટર ઓફિસે રજુઆત કરીશું અને અમારો વિરોધ કરે એમને પણ કહીએ છે કે અમે અમારી આજીવિકા માટેના કામમાં અમને હેરાન કરવામાં ન આવે.
હાલ તો માછીમારોએ ઈચ્છા મૃત્યુની માંગ કરી છે ત્યારે જોવાનું એ છે કે 15 દિવસ બાદ માછીમારો કેવા પ્રકારના પગલાં લે છે ? માછીમારો આશા તો એવી જ રાખે છે કે તેમની રોજીરોટી જળવાયેલી રહે તે માટે તંત્ર અને અધિકારીઓ પૂરતો પ્રયાસ કરશે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-