Valsad: વાપીના વ્યક્તિએ 5 લોકોને નવું જીવન આપીને દુનિયામાંથી વિદાય લીધી
અંગદાનને પગલે વાપીની હરિયા હોસ્પિટલથી અમદાવાદ સુધી પોલીસ પેટ્રોલિંગ અને પાયલોટિગ સાથે સ્પેશિયલ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને માત્ર ચાર જ કલાકમાં વાપીથી અમદાવાદ સુધી આ અંગોને પહોંચાડાયાં હતાં.
વાપી (Vapi) ના મુરલી નાયક નામના એક વ્યક્તિ પોતાની જીવનની અંતિમ ક્ષણોમાં પોતાના અંગોનું દાન (Organ donation) કરી આ દુનિયા છોડતા પહેલા 5 લોકોને નવું જીવન આપીને દુનિયામાંથી વિદાય લીધી છે. આજે વાપીની હરિયા હોસ્પિટલ (Hospital) માં બ્રેઈનડેડ (Braindead) જાહેર થયેલા મુરલી નારાયણ નામના વ્યક્તિનું ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ અગાઉ મુરલી નાયરને વાપીની હરિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓ બ્રેઈનડેડ જાહેર થયા હતા. આથી તબીબોની ટીમે બ્રેઇનડેડ મુરલી નાયરના પરિવારજનોને વિશ્વાસમાં લીધા હતા અને આજે પરિવારજનોની હાજરીમાં મુરલી નાયરની 2 આંખો, લીવર અને કિડનીનું દાન કરવામાં આવ્યું હતું.
અંગદાનને પગલે વાપીની હરિયા હોસ્પિટલથી અમદાવાદ સુધી પોલીસ પેટ્રોલિંગ અને પાયલોટિગ સાથે સ્પેશિયલ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો અને માત્ર ચાર જ કલાકમાં વાપીથી અમદાવાદ સુધી આ અંગોને પહોંચાડવા માટે વિશેષ ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. જ્યાં અંગો દાન કરનાર મુરલી નાયરના પરિવારજનોએ આજે ભીની આંખે વિદાય આપી હતી. આમ મુરલી નાયરના અંગોને ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે અમદાવાદ અને નવસારી રવાના કરવામાં આવ્યા હતાં. આ વખતે વાપીની હરિયા હોસ્પિટલ પર મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહી અંગ દાન કરનાર પરિવારજનોને બિરદાવ્યા હતા. ભીની આંખે પરિવારજનોએ અંગોને વિદાય આપતા હોસ્પિટલ પરિસરમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.
પોતાના સ્વજનના અંગોનું દાન કરનાર પરિવારજનો પોતાના સ્વજન ગુમાવ્યા હોવાનું દુઃખ તો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ તેમના સ્વજન દુનિયા છોડતા પહેલા પાંચ લોકોને નવું જીવન આપીને વિદાય લીધી હોવાનો પણ તેમને સંતોષ વ્યક્ત કર્યો હતો. આજે વાપીની હરિયા હોસ્પિટલથી મુરલી નાયરની બે આંખો નવસારીમાં દર્દીઓને અને, કીડની અને લીવરને અમદાવાદમાં 3 દર્દીઓને ટ્રાન્સપ્લાન્ટ કરવા ટીમ અંગોને લઇ ગ્રીન કોરિડોરના માધ્યમથી નિષ્ણાત તબીબોની ટીમ અમદાવાદ રવાના થઈ હતી. અને પૂરા સન્માન સાથે પોલીસ પેટ્રોલિંગ અને પાયલોટિંગ સાથે અંગોને વાપીથી અમદાવાદ સુધી રવાના કરાયા હતા.
આ પણ વાંચોઃ Vadodara: છાણી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલની દાદાગીરી, 14 વર્ષીય બાળકને બેહરમીપૂર્વક થપ્પડ, લાતોથી માર માર્યો
આ પણ વાંચોઃ આજે ફરી પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરાયો, પેટ્રોલ 103.08 અને ડિઝલ 97.35 રૂપિયે લીટર પર પહોંચ્યું