પોરબંદર (Porbandar) જન્માષ્ટમી લોકમેળાની (Janmashtami fair) જાહેરાત થતાં જ વિવાદનો મધપૂડો છેડાયો છે. આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અને વિપક્ષે મેળા ગ્રાઉન્ડ સામે અનેક સવાલો ઉભા કર્યા છે. લોકમેળામાં આવનાર રાઈડ, ચકડોળ મજબૂત નહીં હોય તો અકસ્માતનો ડર વ્યક્ત કર્યો છે. તો સત્તાધારી પક્ષને ભ્રષ્ટચારી (Corruption) ગણાવી મેળાનું આયોજન રદ કરવા અથવા શહેરથી દૂર છાયા અથવા ધરમપુર ગામે લોકમેળો યોજવા સલાહ આપી છે. તો આર.ટી.આઈ (RTI) એક્ટીવિસ્ટે પણ માગ કરી છે કે, મેળો નગરપાલિકા નહીં પરંતુ કલેક્ટરના (Collector) નેજા હેઠળ આયોજન કરવામાં આવે.
તો બીજી તરફ પાણીનો ભરાવો થતો હોવાની પાલિકા પ્રમુખે પણ કબૂલાત કરી છે.. જો કે, તેમણે કહ્યું કે, સરકારના નિયમ મુજબ અને નુકસાની ન થાય તેવી રીતે પાલિકા આયોજન કરશે.
કોરોના (Corona) કારણે બે વર્ષથી શ્રાવણ માસમાં યોજાતા મનોરંજન મેળા (Fair) ગુજરાતમાં યોજાઇ શક્યા ન હતા. જો કે આ વર્ષો છુટછાટ મળતા જામનગર (Jamnagar) મહાનગર પાલિકાએ બેકે તેથી વધુ સ્થળે મેળાનુ આયોજન કર્યુ છે. જેનાથી જામનગર મહાનગર પાલિકાને (JMC) શ્રાવણી મેળામાં કરોડોની આવક થશે. જામનગરમાં પ્રદર્શન મેદાનમાં યોજાનાર મેળાનુ કુલ રૂપિયા 1 કરોડ 67 લાખથી વધુની આવક થશે. જો કે આવકના આ આંકડામાં હજુ પણ વધારો થવાની શકયતા રહેલી છે.જામનગરમાં પરંપરા અનુસાર પ્રદર્શન મેદાનમાં અને વ્હોરાના હજીરા નજીક રંગમતિ નદી નજીકના પટમાં એમબે જગ્યાએ મેળાનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ ઉપરાંત શહેરમાં અન્ય કોઈ ખાનગી જગ્યા આપીને વધુ જગ્યાએ મેળા યોજવાનુ મહાનગર પાલિકાનુ આયોજન છે. જો કે પરંપરાગત બે જગ્યાએ થતા મેળામાં સ્ટોર માટેની ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે.