Rajkot: રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈ વહીવટી તંત્ર સજ્જ, કલેક્ટરે બેઠક યોજી તૈયારીઓની કરી સમીક્ષા

રાજકોટમાં (Rajkot) આગામી જન્માષ્ટમીના લોકમેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જિલ્લા કલેક્ટર મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મેળાની તૈયારીઓને બેઠકનો દોર શરૂ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 4:14 PM

રંગીલા રાજકોટના (Rajkot ) લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટમાં જન્માષ્ટમીના (Janmashtami) તહેવાર દરમિયાન સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકોમેળો યાજાય છે. પરંતુ છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે મેળો (Fair) યોજાય શક્યો ન હતો. પરંતુ આ વર્ષે લોકમેળો યોજાવા જઈ રહ્યો છે. જેની તૈયારીઓ જીલ્લા કલેક્ટર દ્વારા શરૂ કરવામાં આવી છે. ઓગસ્ટ મહીનામાં જન્માષ્ટમીના તહેવાર ઉપર 5 દિવસ લોકમેળાનું આયોજન થશે. આગામી 17 થી 21 ઓગસ્ટ દરમિયાન આ મેળો યોજાવા જઈ રહ્યો છે. જેને લઈને વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ

રાજકોટમાં આગામી જન્માષ્ટમીના લોકમેળાને લઈ વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જિલ્લા કલેક્ટર મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને મેળાની તૈયારીઓને બેઠકનો દોર શરૂ થયો છે. આ વર્ષે મેળામાં સ્ટોલની સંખ્યા કે ભાડામાં કોઈ જ વધારો ના કરવાનો તંત્ર તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે. દરવર્ષની માફક રમકડાના 220, આઈસક્રીમના 45 તો વિવિધ રાઈડ્સના 57 સ્ટોલ રાખવામાં આવશે. સ્ટોલ માટેના ફોર્મનું વિતરણ આવતા સપ્તાહથી શરૂ થશે.

રેસકોર્ષના ગ્રાઉન્ડમાં યોજાશે

આ મેળો રેસકોર્ષના ગ્રાઉન્ડમાં યોજાવાનો છે. તૈયારીઓના ભાગરૂપે આગામી સમયમાં હજુ વધુ બેઠકો યોજાવાની છે. આગામી સમયમાં સ્ટોલ માટેના ફોર્મ વિતરણ પણ કરવામાં આવશે. દર વર્ષે મેળાને એક અલગ નામ આપવામાં આવતું હોય છે. જેના માટે સ્પર્ધા પણ રાખવામાં આવતી હોય છે. તેમજ ફાયર સેફ્ટી, પાર્કિંગ નિયમન વગેરે માટે વ્યવસ્થાની તૈયારીઓ કરવામાં આવતી હોય છે. જેને લઈને આગામી બેઠકોમાં નિર્ણય લેવાશે.

ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે આ મેળો

રંગીલા રાજકોટની પ્રજા પણ રંગીલી અને ઉત્સવપ્રિય છે. તેમજ દરેક તહેવાર ધામ-ધુમથી ઉજવે છે. જન્માષ્ટમીના તહેવારમાં સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં લોકમેળો યોજાય છે. પરંતુ રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે. લાખો લોકોની મેદની આ લોકોમેળામાં આવે છે. લાખો લોકોને રોજગારી મળે છે. લોકોમેળો ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના મહામંત્રી સંદીપ ઓડેદરાએ આપ્યું રાજીનામુ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
અલંગના 17 ગામોએ ટીપી સ્કીમ રદ કરવા મુદ્દે કર્યો વિરોધ
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
વિસાવદર બેઠક પર પેટાચૂંટણી યોજાય તે માટે રાજકીય પક્ષોની કવાયત
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
અંજારમાં મજુરોના ઝુંપડામાં આગ લગાવનાર આરોપી પોલીસ સકંજામાં
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
કેતન ઇનામદારના રાજીનામાં અંગે સી આર પાટીલે આપી પ્રતિક્રિયા
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Loksabha Election : કોંગ્રેસ આણંદ બેઠક પર અમિત ચાવડાને લડાવશે ચૂંટણી
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
Vadodara : રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે આપી પ્રતિક્રિયા
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
તળાવમાં ડૂબવાથી 7 વર્ષની બાળકીનું મોત નીપજ્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
ગેનીબેન ઠાકોરે પ્રચાર સભામાં ફરી એકવાર શંકર ચૌધરી પર નિશાન તાક્યું
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
હેલ્મેટનો દુરઉપયોગ કરીને ચોરી કરતો ચોર ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">