Gujarati NewsGujaratParts of gujarat likely to receive heavy rainfall during next 5 days
VIDEO: રાજ્યમાં હજુ પણ 5 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં મેઘરાજા હજુ પણ ગાજવીજ સાથે સવારી ચાલુ રાખે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્ય પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને પગલે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના શહેરોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, આહવા, […]
Follow us on
રાજ્યમાં મેઘરાજા હજુ પણ ગાજવીજ સાથે સવારી ચાલુ રાખે તેવી શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. રાજ્ય પર સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમને પગલે દક્ષિણ અને ઉત્તર ગુજરાતના શહેરોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, આહવા, વલસાડમાં વ્યાપક અસર થવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા પંથકમાં પણ ભારેની આગાહી કરાઇ છે. જોકે આવતીકાલથી સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર ઘટશે તેમ હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું.