Panchmahal: ગોધરામાં લમ્પી વાયરસની એન્ટ્રી, પરવડી ગામની ગૌશાળામાં 11 ગાયો લમ્પી વાયરસથી સંક્રમિત

લમ્પી વાયરસ 20 જેટલા જિલ્લામાં લમ્પી વાયરસ ફેલાઇ ગયો છે. હવે પંચમહાલ (Panchmahal) જિલ્લામાં પણ લમ્પી વાયરસના કેસ નોંધાયા છે.

Panchmahal: ગોધરામાં લમ્પી વાયરસની એન્ટ્રી, પરવડી ગામની ગૌશાળામાં 11 ગાયો લમ્પી વાયરસથી સંક્રમિત
Lumpy virus
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2022 | 8:49 AM

ગુજરાતમાં (Gujarat)  પશુઓમાં લમ્પી રોગ (Lumpy disease) ખૂબ જ ઝડપથી ફેલાઇ રહ્યા છે. જો કે સરકારનો દાવો છે કે, પશુઓનું સતત વેક્સીનેશન (Vaccination) કરવામાં આવી રહ્યુ છે. સંક્રમણ ફેલાય નહીં તે માટે કેટલાક ઝોન અલગ કરી દેવામાં આવ્યા છે. તેની સાથે જ દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. કેટલાક ઝોન ક્વોરોન્ટાઇ કરવામાં આવ્યા છે. જો કે વાસ્તવિકતા ભયાનક છે. કેમ કે જે લમ્પી વાયરસ 20 જેટલા જિલ્લામાં લમ્પી વાયરસ ફેલાઇ ગયો છે. હવે પંચમહાલ જિલ્લામાં પણ લમ્પી વાયરસના કેસ નોંધાયા છે. પંચમહાલ (Panchmahal) જિલ્લામાં પરવડી ગામની ગૌશાળામાં લમ્પીના 11 કેસ નોંધાયા છે.

11 ગાય લમ્પી વાયરસથી સંક્રમિત

પંચમહાલ જિલ્લાના પરવડી ગામની ગૌશાળામાં લમ્પી વાયરસની એન્ટ્રી થઇ છે. ગૌશાળામાં 11 ગાયો લમ્પી વાયરસથી સંક્રમિત થઇ છે. સંક્રમિત થયેલી 11 ગાયોને સારવાર બાદ અલગ જગ્યાએ રાખવામાં આવી છે. જે પછી ગૌશાળામાં 72 ગાયોનું રસીકરણ કરાયું છે. ગૌશાળામાં હાલમાં કુલ 1600 પશુઓ છે. તો આ ગૌશાળામાં લમ્પીને લઈને ગૌશાળામાં અવરજવર પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે. જેથી લમ્પી રોગ ફેલાવાની શક્યતા નહીવત થઇ જાય.

20 જિલ્લામાં ફેલાયો લમ્પી

ગુજરાતમાં લમ્પી વાયરસનું સંક્રમણ સતત ચિંતાજનક હદે વકરી રહ્યું છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કુલ 20 જિલ્લામાં લમ્પી રોગ ફેલાયો છે. કચ્છ, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી, જુનાગઢ, બનાસકાંઠા, બોટાદ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, પાટણ, અરવલ્લી, મહેસાણા, પંચમહાલ, મહીસાગર,વલસાડ જિલ્લામાં લમ્પીએ પશુઓને લપેટમાં લીધા છે. 1935 ગામડામાં પશુઓમાં લમ્પી વાયરસનું સંક્રમણ ફેલાયું છે. લમ્પી વાયરસથી અત્યાર સુધીમાં 1431 પશુઓના મૃત્યુ નિપજ્યા છે. જ્યારે 8 લાખ 17 હજાર પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. કચ્છમાં સૌથી વધુ 37,414 કેસ નોંધાયા છે. તો કચ્છમાં 58 પશુનાં મોત થયા છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

સૌથી વધુ કચ્છ જિલ્લામાં નોંધાયા કેસ

અત્યાર સુધી નોંધાયેલા કેસમાં સૌથી વધુ 37,414 (69%) કેસ કચ્છ જિલ્લામાં, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4108 (7.5%), જામનગર જિલ્લામાં 3559 (6.6%) કેસ નોધાયા છે. આજે નોંધાયેલ નવા કેસની વાત કરીએ તો 1867 કેસ પૈકી સૌથી વધુ કચ્છ જિલ્લામાં 373 કેસ નોંધાયા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં-318, રાજકોટ જિલ્લામાં 349, બનાસકાાંઠા જિલ્લામાં 274 અને જામનગર જિલ્લામાં 244 કેસ નોધાયા છે.

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">