Gujarat સરકારની નવી પહેલ, હવે આ રીતે મેળવી શકાશે આયુષ્યમાન કાર્ડ

|

Aug 01, 2021 | 1:03 PM

2 જી ઓગસ્ટ સોમવારના રોજ 250 તાલુકા, 150 નગર પાલિકા અને કોર્પોરેશનમાં 450 સ્થળોએ 30 હજાર જેટલા કાર્ડ નિકાળવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.

Gujarat સરકારની નવી પહેલ, હવે આ રીતે મેળવી શકાશે આયુષ્યમાન કાર્ડ
new initiative of Gujarat government now this way get a Ayushman Card

Follow us on

ગુજરાત(Gujarat) માં હેલ્થ સુવિધા વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તે માટે સરકારે તૈયારીઓ આરંભી છે. જેમાં રાજ્ય સરકારે આયુષ્યમાન કાર્ડ(Ayushman Card) આપવા માટે આયોજન કર્યું છે. જેમાં હવે સરકારે નવા આયોજન મુજબ ઇ સેવાના માધ્યમથી સરળતાથી આયુષ્યમાન કાર્ડ મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરી રહી છે .

જેમાં રાજ્ય સરકાર સીએમ રૂપાણીના નેતૃત્વમાં પાંચ વર્ષની શાસનની પૂર્ણાહૂતિના ભાગરૂપે ઉજવી રહેલા અલગ અલગ દિવસમાં 2 જી ઓગસ્ટ સોમવારના રોજ 250 તાલુકા, 150 નગર પાલિકા અને કોર્પોરેશનમાં 450 સ્થળોએ 30 હજાર જેટલા કાર્ડ નિકાળવાનો ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે.

શહેરોમાં ઇ સેવા સેતુના માધ્યમથી આ કાર્ડ મેળવી શકાશે

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

રાજ્યમાં અત્યાર સુધી ગ્રામીણ વિસ્તારમાં સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલમાં અને શહેરમાં સરકારી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ જરૂરી પુરાવા સાથે લોકોને નિકાળી આપવામાં આવતું હતું. જેમાં હવે શહેરોમાં ઇ સેવા સેતુના માધ્યમથી આ કાર્ડ મેળવી શકાશે. આ ઉપરાંત અત્યાર સુધી કુટુંબ મુજબ આયુષ્યમાન કાર્ડ આપવામાં આવતું હતું પરંતુ હવે વ્યકિત મુજબ આ કાર્ડ આપવામાં આવે છે. જેમાં રાજ્યમાં અત્યાર સુધી બે લાખ જેટલાં કાર્ડ આપવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભારત સરકારનાં સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા મિશન તરીકે શરુ કરવામાં આવેલ આ યોજના આયુષ્યમાન ભારતનું સંચાલન રાષ્ટ્રીય સ્તરે નેશનલ હેલ્થ એજન્સી અને રાજ્ય સ્તરે સ્ટેટ હેલ્થ એજન્સી કરે છે. આ યોજનામાં નાગરિકોને પ્રતિવર્ષ રૂ.5 લાખ સુધીની સ્વાસ્થ્ય સેવાઓ વિનામૂલ્યે મળે છે.

ભારત સરકાર દ્વારા વર્ષ 2011-12 માં હાથ ધરાયેલ સામાજિક-આર્થિક સર્વેક્ષણ મૂજબ જે પરિવારોને ગરીબી રેખા હેઠળ સમાવેશ કરવામાં આવ્યો છે અને જે પરિવારો બી.પી.એલ. કાર્ડ ધારક છે એ તમામ ગરીબ પરિવારોને આયુષ્માન ભારત યોજનાનો લાભ મળશે. ગુજરાતનાં 44 લાખથી વધુ ગરીબ-વંચિત પરિવારના 2.25 કરોડ નાગરિકોને 100 ટકા સરકારી ખર્ચે સારવારનો લાભ મળશે.

જ્યારે ગુજરાત સરકારે ઓકટોબર 2020માં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ આપવામાં આવેલા આયુષ્યમાન ભારત કાર્ડને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલા મા કાર્ડ અને મા વાત્સલ્ય કાર્ડનું એકીકરણ કરી દેવાની જાહેરાત કરી છે. આ બેમાંથી એક પણ કાર્ડ ધરાવનારી વ્યક્તિને રૂા. પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાશે

આ પણ  વાંચો :  Quit Smoking: નથી છૂટી રહી ધુમ્રપાનની આદત? અપનાવો આ સરળ સ્ટેપ્સ અને જુઓ પરિણામ

આ પણ  વાંચો :  એક વાર જાણી જશો દૂધીના ફાયદા તો ક્યારેય નહીં કહો ના, વજનથી લઈને ડાયાબિટીસમાં અસરકારક

Next Article