એક વાર જાણી જશો દૂધીના ફાયદા તો ક્યારેય નહીં કહો ના, વજનથી લઈને ડાયાબિટીસમાં અસરકારક

મોટા ભાગના લોકોને દૂધીનું શાક પસંદ નથી. પરંતુ તમે કદાચ જાણતા નહીં હોવ કે દૂધીમાં કેટલા ગુણો છે. ચાલો આજે જણાવીએ દૂધી કેમ છે સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ.

એક વાર જાણી જશો દૂધીના ફાયદા તો ક્યારેય નહીં કહો ના, વજનથી લઈને ડાયાબિટીસમાં અસરકારક
Know the health benefits of having Calabash and Calabash juice

આપણામાંના મોટાભાગના લોકોને દૂધી (Calabash) પસંદ નથી. દૂધીને બોટલ ગાર્ડ (Bottle Gourd) તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે દૂધી મોટાભાગના લોકોને પસંદ નથી હોતી. પરંતુ કદાચ તમે જાણતા નહીં હોવ કે દૂધીમાં ઘણા ઔષધીય ગુણો પણ જોવા મળે છે. આ સાથે, તે આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક (Health Benefits) હોય છે.

વિટામિન બી, વિટામિન સી, આયર્ન અને સોડિયમના ગુણધર્મો દૂધીમાં જોવા મળે છે. બજારમાં બે પ્રકારની દૂધી હોય છે, ગોળાકાર અને નળાકાર. દૂધી આયર્નથી સમૃદ્ધ હોય છે. તેમજ હિમોગ્લોબિનની ઉણપ દૂર કરે છે. દૂધીનો રસ પીવાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. ચાલો તમને જણાવી દઈએ તેના ફાયદાઓ વિશે.

વજન ઓછું કરો

દૂધીનો જ્યુસ વજન ઘટાડવા માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. ભલે તમને દૂધી પસંદ ન હોય, પણ દૂધીને ઉકાળીને અથવા દૂધીના જ્યુસનું સેવન કરવાથી વજન ઝડપથી ઘટાડી શકાય છે.

એસિડિટી

જો તમને એસિડિટીની સમસ્યા છે, તો તમારે તમારા ભોજનમાં દૂધીનું સેવન કરવું જોઈએ. તેમાં ઘણી માત્રામાં પોટેશિયમ જોવા મળે છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. દૂધીનું સેવન કરવાથી પાચન શક્તિ મજબૂત થાય છે.

પોષકતત્વો

દૂધીમાં ઘણા પ્રકારના પ્રોટીન અને વિટામીન જોવા મળે છે. તેમાં વિટામિન એ, વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ હોય છે. તેમજ અનેક પોષક તત્વો હોય છે જે શરીરને ગંભીર રોગોથી બચાવવામાં મદદ કરી શકે છે.

ડાયાબિટીસ

ડાયાબિટીસના દર્દીઓ માટે દૂધીનું સેવન ખૂબ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો હોય છે, જે ડાયાબિટીસની સમસ્યામાં રાહત આપવાનું કામ કરે છે.

હાડકાં

દૂધીમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને જસત જેવા ગુણ હોય છે જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે. દૂધી હાડકાં માટે ખૂબ ફાયદાકારક છે.

 

આ પણ વાંચો: નારિયેળ પાણીના સેવન સિવાય ત્વચા પર લગાવવાના આ ફાયદા તમે પણ નહીં જાણતા હોવ, જાણો રીત

વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: Health Tips : આ વસ્તુઓ જે તમારે ક્યારેય ફરીથી ગરમ કરીને ખાવી જોઈએ નહીં

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati