Navsari માં વરસાદના વિરામ બાદ પણ અનેક વિસ્તારોમાં પાણી યથાવત, લોકોને હાલાકી

નવસારીમાં વરસાદના વિરામ બાદ પણ અમુક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 2:24 PM

ગુજરાતમાં(Gujarat) સતત પડી રહેલા વરસાદના(Rain) પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હોવાનો પ્રશ્ન વ્યાપક બની રહ્યો છે. જેમાં નવસારીમાં (Navsari)વરસાદના વિરામ બાદ પણ અમુક વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે. નવસારી શહેરમાં આવેલા દશેરા ટેકરી અને રેલરાહત કોલોનીમાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. જેના લીધે લોકો પરેશાની સામનો કરી રહ્યા છે.

આ ઉપરાંત રેલ રાહત કોલોનીમાં રહેતા લોકોના ઘર આંગણે સુધી વરસાદી પાણી પહોંચ્યા છે. તેમજ તેના પગલે નગર પાલિકાનીપ્રિ મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે.

આ ઉપરાંત હજુ પણ ઉપરવાસમાં વરસાદના કારણે પૂર્ણાં અને અંબિકા નદીની સપાટી માં વધારો થઈ રહ્યો છે. જો કે પૂર્ણાં નદીની જળસપાટી 11 ફૂટએ પહોંચી જ્યારે ભયજનક જળસપાટી 23 ફૂટ છે. તેવી જ રીતે અંબિકા નદીની જળસપાટી 15 ફૂટએ પહોંચી છે. તેની ભયજનક જળસપાટી 23 ફૂટ છે.

આ પણ વાંચો :Surat શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, સુરત- કડોદરા માર્ગ પર પાણી ભરાયા

આ પણ વાંચો : Mehsana News: પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">