AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mehsana News: પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Mehsana News: પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2021 | 12:47 PM
Share

પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં ચાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેના લીધે નીચાણવાળા અનેક  વિસ્તારોમાં  પાણી ભરાયા છે.

ગુજરાતમાં(Gujarat) સતત ચાલી રહેલી મેઘમહેર વચ્ચે મહેસાણા(Mehsana) જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. જેમાં પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં(Becharaji)  4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.  જેના લીધે નીચાણવાળા અનેક  વિસ્તારોમાં  પાણી ભરાયા છે. જયારે મહેસાણામાં પોણા ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં ઉંઝા 2 મીમી , કડી 14મીમી , ખેરાલુ 10મીમી, જોટાણા 11મીમી, વીજાપુર 2મીમી અને સતલાસણા 3મીમી વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)સપ્ટેમ્બર માસમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ(Rain) પડી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 33 માંથી 31 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં અત્યાર સુધી 80 ટકા વરસાદ નોંધાયો છે. તેમજ રાજ્યમાં આજે વહેલી સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં જામનગરના જોડિયામાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અનેક સ્થળોએ સારો વરસાદ પડ્યો છે. જેમાં 31 જિલ્લાના 183 તાલુકામાં પડ્યો વરસાદ
સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં સરેરાશ 12 ઈંચ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ જાંબુઘોડામાં સાડા છ ઈંચ વરસાદ બોડેલીમાં સવા પાંચ, કપરડામાં પાંચ, જેતપુરમાં પોણા પાંચ ઈંચ વરસાદ, ધોરાજીમાં સવા ચાર, ધરમપુરમાં 4, વિસાવદરમાં પોણા ચાર, વાલિયામાં પણ પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે.

તેમજ હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી  છે.

આ પણ વાંચો : Surat શહેર અને ગ્રામીણ વિસ્તારમાં વરસાદ, સુરત- કડોદરા માર્ગ પર પાણી ભરાયા

આ પણ વાંચો: અંબાજીમાં શુક્રવારે કરાશે મંદિર શુદ્ધિકરણ, નદીના પાણીથી મંદિર પરિસરને શુધ્ધ કરાશે

Published on: Sep 23, 2021 12:39 PM
g clip-path="url(#clip0_868_265)">