AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Alert : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, નવસારીમાં પૂર જેવી સ્થિતિ સામે વહીવટી તંત્ર સજ્જ

નવસારીમાં ઉપરવાસના ભારે વરસાદને કારણે વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર છે. કલેક્ટરે તમામ અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા અને કાર્યસ્થળ પર હાજર રહેવા સૂચના આપી છે.

Rain Alert : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, નવસારીમાં પૂર જેવી સ્થિતિ સામે વહીવટી તંત્ર સજ્જ
| Updated on: Jul 03, 2026 | 4:49 PM
Share

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે, ત્યારે ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે નવસારી જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ પર મૂકવામાં આવ્યું છે. સંભવિત પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા કલેક્ટરે તમામ સંબંધિત અધિકારીઓને કડક સૂચનાઓ જારી કરી છે. આ સૂચનાઓમાં તલાટી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી (ટીડીઓ) અને પ્રાંત અધિકારી સહિતના તમામ સ્તરના અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવા અને કાર્યસ્થળ પર ફરજિયાત હાજર રહેવાનો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે.

નવસારી જિલ્લામાં નદીઓના જળસ્તર પર સતત અને ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે. વહીવટી તંત્ર કોઈપણ અણધારી પરિસ્થિતિનો સામનો કરવા માટે સજ્જ હોવાનો દાવો કરી રહ્યું છે. જિલ્લાના કંટ્રોલ રૂમમાંથી તાલુકા કક્ષાએ સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે, જેથી પળ પળની માહિતી ઉપલબ્ધ રહે. આ ઉપરાંત, નાગરિકોને પણ વિનંતી કરવામાં આવી છે કે જો તેમને કોઈપણ પરિસ્થિતિ બાબતે કોઈ બાબત ધ્યાનમાં આવે તો તાત્કાલિક જિલ્લાના કંટ્રોલ રૂમમાં જાણ કરે. આ કંટ્રોલ રૂમ 24×7 કાર્યરત રાખવામાં આવ્યો છે, જેથી નાગરિકોની મદદ માટે હંમેશા ઉપલબ્ધ રહે.

ફાયર વિભાગના કર્મીઓને પણ રેસ્ક્યુ કામગીરી માટે સતર્ક રહેવા સૂચના

વરસાદની વર્તમાન પરિસ્થિતિને જોતા, નવસારી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કોઈપણ પ્રકારની સમસ્યાઓ ન સર્જાય તે માટે પૂર્વતૈયારીના ભાગરૂપે વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. આમાં રસ્તાઓ બંધ કરવાની જરૂરિયાત, ગટર વ્યવસ્થા સુધારણા અને રસ્તાઓની જાળવણી જેવા કાર્યોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, પાણી ભરાવાની સંભાવનાવાળા વિસ્તારોમાં પમ્પિંગની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે. ફાયર વિભાગના કર્મીઓને પણ રેસ્ક્યુ કામગીરી માટે સતર્ક રહેવા અને ખડેપગે તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. ફાયર વિભાગની ટીમોને જરૂરી સાધનો અને બોટ સાથે સજ્જ કરવામાં આવી છે જેથી જળભરાવ કે પૂરની સ્થિતિમાં તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય હાથ ધરી શકાય.

નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ખાસ કરીને વધુ સતર્ક રહેવા અને વહીવટી તંત્ર દ્વારા વખતોવખત અપાતી સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા માટે અપીલ કરવામાં આવી છે. જરૂર પડ્યે સલામત સ્થળોએ સ્થળાંતર કરવા માટેની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી રહી છે. આમ, નવસારી કોર્પોરેશન અને સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર પૂર જેવી કોઈપણ આપત્તિને પહોંચી વળવા માટે પૂરી સજ્જતા અને તત્પરતા સાથે તૈયાર છે, જેથી નાગરિકોને સુરક્ષિત રાખી શકાય અને જાનમાલનું નુકસાન અટકાવી શકાય.

ગાંધીનગરના બિઝનેસ પાર્કના બેઝમેન્ટમાંથી મુસ્લિમ છોકરો અને હિન્દુ યુવતી કઢંગી અવસ્થામાં ઝડપાયા

Follow Us
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
જૂનાગઢમાં 12 ઈંચ તો વઘઇમાં 9 ઈંચ; માત્ર 6 કલાકમાં વરસ્યો આટલો વરસાદ
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
g clip-path="url(#clip0_868_265)">