AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jamnagar Weather: જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂનો Video

Jamnagar Weather: જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂનો Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2026 | 11:55 AM
Share

જામનગર જિલ્લાના જામજોધપુરમાં ભારે વરસાદ દરમિયાન રસ્તા પર ધસમસતા પાણીના પ્રવાહમાં બે બાળકો ફસાઈ જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અચાનક પાણીના જોરદાર પ્રવાહમાં બાળકો ફસાઈ જતાં આસપાસ હાજર લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.

સ્થાનિકોની સમયસૂચકતાથી બંને બાળકોનું રેસ્ક્યૂ

ઘટનાની ગંભીરતા સમજી સ્થાનિકોએ સમયસૂચકતા દાખવી પાણીના પ્રવાહમાં ઉતરી બંને બાળકોનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કર્યું હતું. સ્થાનિકોના ત્વરિત પ્રયાસોથી બાળકોને હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યા હતા, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી.

સમગ્ર ઘટના કેમેરામાં કેદ

બાળકોના રેસ્ક્યૂની સમગ્ર ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં ધસમસતા પાણી વચ્ચે સ્થાનિકો જીવના જોખમે બાળકોને સુરક્ષિત બહાર કાઢતા જોવા મળે છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને સ્થાનિકોની સતર્કતા તથા હિંમતની પ્રશંસા થઈ રહી છે.

આ પણ વાંચો- Breaking News : જૂનાગઢમાં જળબંબાકાર, માંગરોળમાં 10 ઈંચ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં ઘોડાપૂર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">