AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગાંધીનગરના બિઝનેસ પાર્કના બેઝમેન્ટમાંથી મુસ્લિમ છોકરો અને હિન્દુ યુવતી કઢંગી અવસ્થામાં ઝડપાયા, જુઓ Video

ગાંધીનગરના ઇન્ફોસિટીમાં એક બિઝનેસ પાર્કના બેઝમેન્ટમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવેલા યુવક-યુવતીનો મામલો ચર્ચામાં છે. સ્થાનિકની જાણ બાદ પોલીસ દ્વારા પૂછપરછ કરાઈ.

Breaking News : ગાંધીનગરના બિઝનેસ પાર્કના બેઝમેન્ટમાંથી મુસ્લિમ છોકરો અને હિન્દુ યુવતી કઢંગી અવસ્થામાં ઝડપાયા, જુઓ Video
| Updated on: Jul 03, 2026 | 4:29 PM
Share

ગાંધીનગરના ઇન્ફોસિટી વિસ્તાર સ્થિત એક બિઝનેસ પાર્કના બેઝમેન્ટમાંથી એક યુવક અને યુવતી શંકાસ્પદ પરિસ્થિતિમાં મળી આવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિક વ્યક્તિએ બંનેને રોકીને પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ બંનેને વધુ પૂછપરછ માટે ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા.

મળતી માહિતી અનુસાર, સ્થાનિક વ્યક્તિને બેઝમેન્ટમાં બંનેની હરકતો શંકાસ્પદ લાગતાં તેમણે તપાસ કરી હતી. તેમના જણાવ્યા મુજબ યુવક અને યુવતી અયોગ્ય સ્થિતિમાં જોવા મળ્યા હતા. ત્યારબાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં કેટલાક હિન્દુ સંગઠનોના કાર્યકરો પણ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સંગઠનના પ્રતિનિધિઓએ દાવો કર્યો કે યુવક મુસ્લિમ સમાજનો છે જ્યારે યુવતી હિન્દુ સમાજની છે. આ ઘટનાને લઈને તેમણે યુવતીઓના શોષણ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી અને સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી છે.

હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓએ આરોપ લગાવ્યો કે કેટલાક કિસ્સાઓમાં ખોટી ઓળખ આપીને હિન્દુ યુવતીઓને ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. તેમણે આ સમગ્ર ઘટનાની તમામ પાસાઓથી તપાસ કરવામાં આવે તેમજ જરૂરી હોય તો યુવતીની મેડિકલ તપાસ પણ કરવામાં આવે તેવી માંગ કરી છે.

સંગઠનના સભ્યોએ વધુમાં દાવો કર્યો કે ગાંધીનગરમાં આવી પ્રકારની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે અને પ્રશાસને આ મુદ્દે ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ. જોકે, આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

હાલ સમગ્ર મામલે ઇન્ફોસિટી પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ દ્વારા હજુ સુધી ઘટનાને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની હકીકત અને તમામ તથ્યો સ્પષ્ટ થઈ શકશે.

અમદાવાદ-ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસવાની આગાહી

Follow Us
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
સુરતમાં વેપારીઓએ પલળેલો માલ 70 થી 80% ખોટ ખાઈને વેચવા મુક્યો- Video
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
પૂરમાં પલળ્યા સુરતના વેપારીઓના સપના: 1 કરોડ સાડીઓ કચરે જશે
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
40 વર્ષથી બાપુજીની પેઢી ચલાવો છો? જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
સાયણની ખાડીમાં આવ્યું પૂર, જંતુનાશક દવાનો કર્યો છંટકાવ, જુઓ Video
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
અમદાવાદમાં 50થી વધારે કોમર્શિયલ મિલકતોને નોટિસ આપી કરાયું ડિમોલેશન
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
વરસાદે સુરતના હાલ કર્યા બેહાલ, કોમ્પલેક્સમાં પાણી ભરાઈ જતા યુવક તણાયો
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
ભરૂચ-અંકલેશ્વર ટી-બ્રિજ પર મોટું ગાબડું, સળિયા બહાર, વાહનચાલકો જોખમમાં
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
અમરેલીમાં સિંહના હુમલાથી યુવકનું મોત, વનવિભાગે શરૂ કરી ઊંડી તપાસ
g clip-path="url(#clip0_868_265)">