Breaking News: ગીર સોમનાથમાં વરસાદનું રૌદ્ર સ્વરુપ, સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા, જુઓ Video
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 12 ઈંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયું છે. રાતભર અવિરત વરસેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે.
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૂત્રાપાડા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમિયાન 12 ઈંચ જેટલો વરસાદ નોંધાતા સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયું છે. રાતભર અવિરત વરસેલા ધોધમાર વરસાદના કારણે જનજીવન પ્રભાવિત બન્યું છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા લોકોમાં ચિંતા વ્યાપી છે.
લોઢવા-પ્રાચી રોડ પાણીમાં ગરકાવ, અનેક માર્ગો પર વાહનવ્યવહાર ખોરવાયો
ભારે વરસાદના કારણે સૂત્રાપાડાનો લોઢવા-પ્રાચી રોડ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર પર અસર પડી છે. ઉપરાંત લોઢવા-પાધરૂકા રોડ પર પણ વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર નદીની જેમ ધસમસતો પાણીનો પ્રવાહ જોવા મળતાં તંત્રે લોકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે.
ધામલેજ સહિતના વિસ્તારોમાં ખેતરો બેટમાં ફેરવાયા
સતત વરસેલા વરસાદના કારણે ધામલેજ ગામના વાડી વિસ્તાર અને આસપાસના ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ચોતરફથી પાણીની આવક વધતાં અનેક ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે. ખેતરોમાં પાણી ભરાવા અને વહેતા પ્રવાહના કારણે ખેડૂતોની ચિંતા વધી છે, જોકે વરસાદથી જળાશયો અને ભૂગર્ભ જળસ્તરમાં વધારો થવાની પણ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
તંત્ર એલર્ટ મોડ પર, નીચાણવાળા વિસ્તારોમાં સાવચેતીની અપીલ
જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદને કારણે નદીઓ અને નાળાઓમાં પાણીની આવક વધી રહી છે. પરિસ્થિતિ પર વહીવટી તંત્ર સતત નજર રાખી રહ્યું છે અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા તેમજ પાણી ભરાયેલા રસ્તાઓ પરથી અવરજવર ટાળવા અપીલ કરવામાં આવી છે. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડ પર છે.
આ પણ વાંચો- Breaking News : જૂનાગઢમાં જળબંબાકાર, માંગરોળમાં 10 ઈંચ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં ઘોડાપૂર
સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદથી તબાહી જ તબાહી, ખેતરો બેટમાં ફેરવાયા
માંગલિક પ્રસંગનું આયોજન થઈ શકે છે, ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે
અમદાવાદમાં લાંબી રાહ બાદ વરસાદનું આગમન
દમણમાં ઊછળ્યા 10 ફૂટ ઊંચા મોજા, પ્રવાસીઓને દરિયાકિનારે ન જવા સૂચના
