Breaking News : ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય થતા વરસાદ તાંડવ મચાવશે, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદ અંગે મોટી આગાહી કરી છે.અમદાવાદ અને ગાંધીનગરમાં આવતીકાલ સાંજ સુધી ભારે વરસાદની શક્યતા છે. અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
વરસાદની એન્ટ્રી થઈ ચૂકી છે. અનેક જિલ્લાઓમાં વરસાદ તાંડવ મચાવી રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી બે દિવસ વરસાદનું જોર યથાવત્ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 5 સિસ્ટમ સક્રિય થતા વરસાદ તાંડવ મચાવશે.ટ્રફ, શેયર ઝોન, લો પ્રેશર, સાકલોનીક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ છે.
5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખાબકી શકે છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગરમાં રેડ એલર્ટ, અમરેલી અને ભાવનગરમાં પણ રેડ એલર્ટ,ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ, તોપોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ
4 તારીખે પણ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરમાં રેડ એલર્ટ તો ભાવનગરમાં રેડ તો અમરેલી અને ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અને દાહોદ, નર્મદા, ભરૂચ, તાપી, છોટાઉદેપુરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
4 અને 5 જુલાઈ અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. વડોદરા, ભરૂચ, મહીસાગર અને સુરત જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે. ભારે વરસાદને કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ શકે છે.
Breaking News : જૂનાગઢમાં જળબંબાકાર, માંગરોળમાં 10 ઈંચ વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત, નદીઓમાં ઘોડાપૂર અહી ક્લિક કરો
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર સંકટ, રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર
પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો, જુઓ Video
કડીમાં એક જ રાતમાં વરસ્યો 8 ઈંચ વરસાદ, શહેર બન્યુ જળ મગ્ન
જામજોધપુરમાં પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયા 2 બાળક, જુઓ દિલધડક રેસ્ક્યૂ
