AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ

Breaking News : રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2026 | 12:30 PM
Share

રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો થયો છે.વેણુ ડેમ-2 ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. નાગવદર, નીલખા સહિતના ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

વરસાદની લાંબા સમયથી રાહ જોવા આવતી હતી. ત્યારે છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં એવો વરસાદ પડ્યો કે, જેનાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. તેમજ ચોમાસાની શરૂઆતે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી,ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે, ત્યારે પહેલા વરસાદે જ ઉપલેટાનો વેણું ડોમ 2 ઓવર ફ્લો થયો છે.

વેણુ ડેમ-2માં નવા નીર આવ્યા

રાજકોટ જિલ્લાના ઉપલેટામા પ્રથમ વરસાદેજ ઉપલેટાનાં ગઘેઠડ ગાયત્રી આશ્રમ નજીક આવેલ વેણું ડેમ 2 ઓવર ફ્લો થયો છે. ઉપલેટા તાલુકામાં પ્રથમ ધોધમાર વરસાદ પડતાંની સાથે વેણું ડેમ 2માં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે નવા નીરની આવક જોવા મળી હતી.વેણું ડેમ 2માં વરસાદ પડતાં જ વેણું ડેમ 2 સો ટકા ભરાઈ ગયો છે. ઉપરવાસમાં પડેલાં ભારે વરસાદથી વેણુ ડેમ-2માં નવા નીર આવ્યા છે.વેણુ ડેમ-2ના 2 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. અને 1722 ક્યુસેક પાણીની આવક સામે 1428 ક્યુસેક પાણીની જાવક જોવા મળેલી છે.

વેણું ડેમ 2નાં દરવાજા ખોલવામાં આવતાં વેણું ડેમ 2ની નીચે આવતાં ગધેથડ, વરજાગજાળીયા,મેખાટીમ્બી,નાગવદર, નીલખા ગામના લોકોએ વેણું નદીનાં પટમાં અવરજવર ન કરવાં માટે સુચના આપવામાં આવી છે.વેણુ ડેમ-2 ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે.

તમને જણાવી દઈએ કે,છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 12.64 ઇંચ નોંધાયો, જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ ખાબક્યો.

 

ભારતમાં મુખ્ય ત્રણ ઋતુ હોય છે. તેમાંથી એક ઋતુ ચોમાસુ છે. ચોમાસાને વરસાદની ઋતુ ગણવામાં આવે છે.  અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">