AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking News :  પ્રથમ વરસાદમાં ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન, જુઓ Video

Rajkot Breaking News : પ્રથમ વરસાદમાં ઉપલેટામાં ભુવા પડ્તા વાહન ચાલકો અને સ્થાનિકો પરેશાન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2026 | 11:21 AM
Share

રાજકોટ ઉપલેટામાં સિઝનના પ્રથમ વરસાદમાં અનેક વિસ્તારમાં ભૂવા પડ્યા છે. પાટણવાવ રોડ, તાલુકા પંચાયત કચેરીના ગેટ પાસે જ પડ્યા મસમોટા ભૂવા છે. ભુવા પડવા ને કારણે ભૂગર્ભ ની નબળી કામગીરીની પોલ ખુલ્લી છે.

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ થયા છે. તેમજ ચોમાસુ પાકને જીવનદાન મળશે. ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ બાદ નદીમાં નવા નીરની આવક થઈ છે. સાતવાડી ફૂલઝર નદીમાં નવા નીરના આવક થતાં નદી બે કાંઠે થઈ છે. જો કે બીજી તરફ ઉપલેટામાં સીઝનના પ્રથમ વરસાદે અનેક પોલ ખોલી છે. સીઝનની શરુઆતના વરસાદમાં જ રાજકોટમાં ઠેર ઠેર ભુવા પડ્યા છે.

ભૂવામાં કાર ફસાઈ

રાજકોટ ઉપલેટામાં સીઝનના પ્રથમ વરસાદમાં અનેક વિસ્તારમાં ભુવા પડ્યા છે.GUDCની ભૂગર્ભની નબળી કામગીરી પૂર્ણ થયા બાદ ભુવા પડવાની શરૂઆત થઈ છે. પાટણવાવ રોડ, તાલુકા પંચાયત કચેરીના ગેટ પાસે જ પડ્યા મસમોટા ભુવા પડ્યા છે. અનેક વિસ્તારમાં ભુવા પડતાં વાહનચાલકો અને સ્થાનિકો પરેશાન થયા છે. કચેરીના ગેટ પાસે ભૂવામાં કાર ફસાઈ હતી.ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપનીની નબળી કામગીરીને કારણે ભૂવા પડ્યાનો આક્ષેપ છે.

ઉપલેટામાં પ્રથમ વરસાદે જ અનેક વિસ્તારમાં ભુવા પડ્યાની ઘટનાઓ સામે આવી છે. ભુવા પડવાને કારણે ભૂગર્ભની નબળી કામગીરીની પોલ ખુલ્લી પડી હોઈ તેવા દ્રશ્ય જોવા મળ્યા છે.

પાંચ દિવસ વરસાદનું જોર

રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એકસાથે સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

 

રાજકોટ શહેરની સ્થાપના ઠાકોરજી વિભજી દ્વારા 1610 ના વર્ષમાં કરવામાં આવી હતી અને તેમણે લગભગ 282 ચોરસ માઇલ વિસ્તાર ઉપર શાસન કર્યું હતું. અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">