Morbi Cable Bridge Tragedy: મોરબીમાં ઝૂલતા પૂલના કાંડના આરોપી જયસુખ પટેલની કડવા પાટીદારોના કાર્યક્રમમાં કરાઈ મોદક તુલા- જુઓ Video

|

Nov 16, 2024 | 2:05 PM

મોરબીમાં ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડમાં આરોપી જયસુખ પટેલની મોદક તુલા કરવામાં આવી હોવાના દૃશ્યો સામે આવ્યા છે. કડવા પાટીદારોના એક કાર્યક્રમમાં જયસુખ પટેલની ભારોભાર મોદક જોખવામાં આવ્યા હતા. આ દૃશ્યો સામે આવતા અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. આખરે 135 લોકોના મોતના જવાબદાર વ્યક્તિની મોદક તુલા કેમ તેવા પ્રશ્ન દરેક વ્યક્તિ ઉઠાવી રહ્યો છે.

મોરબીથી સૌથી વધુ ચોંકાવનારા અને મોરબી કેબલ બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 141 મૃતકોના હતભાગી પરિવારોને આંચકો આપનારા સમાચાર સામે આવ્યા છે. મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલની કડવા પાટીદારોના એક ધાર્મિક કાર્યક્રમમાં મોદક તુલા કરવામાં આવી. મોરબીમાં કેબલ બ્રિજ દુર્ઘટનામાં જયસુખ પટેલની કંપની દ્વારા નબળી ગુણવત્તાનું મટિરીયલ વાપરતા બ્રિજ તૂટ્યો હોવાનો ચોંકાવનારી હકીકત સામે આવી હતી. જેમા કોર્ટે જયસુખ પટેલને કસૂરવાર પણ ઠેરવ્યો છે.

141 મૃતકોના હતભાગી પરિવારો આજે પણ શાંતિથી સૂઈ શક્તા નથી

મોરબીમાં 30 ઓક્ટોબર 2022નો એ ગોજારો રવિવાર.. અનેક લોકો રવિવારની રજા અને દિવાળીનુ વેકેશન હોવાથી પરિવાર સાથે ઝૂલતા પૂલ પર બાળકો સાથે મજા માણવા માટે ગયા હતા અને બ્રિજ પર ક્ષમતા કરતા વધુ ભીડ થઈ જતા આ કેબલ બ્રિજ કડડભૂસ કરતા તૂટી પડ્યો અને બ્રિજ પર રહેલા તમામ લોકો નીચે મચ્છુ નદીમાં ખાબક્યા. જેમા અનેક નાના બાળકો સહિત 141 લોકોના મોત થયા અને 180થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા. આ ઝૂલતા પૂલના નવિનીકરણનો કોન્ટ્રાક્ટ જયસુખ પટેલની ઓરેવા ગૃપની કંપનીને અપાયો હતો અને તપાસમાં સીધી રીતે કંપનીની બેદરકારી સામે આવી. આ કેબલ બ્રિજમાં અત્યંત નબળી ગુણવત્તાનું મટિરીયલ વપરાયુ હોવાનુ પણ સામે આવ્યુ ત્યારે કંપનીના માલિક સામે ગુનો નોંધાયો અને હાલ તે શરતી જામીન પર બહાર છે.

શું હત્તભાગી પરિવારોની આ દૃશ્યો જોઈને લાગણી નહીં દુભાય?

અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય કે જે વ્યક્તિનું આરોપીઓમાં નામ છે તેની મોદક તુલા કેમ? 141 લોકોના મોતના આરોપીને સમાજનું સન્માન કેમ? શું જયસુખ પટેલ સમાજનો મોભી બનવાનો પ્રયાસ કરી રહ્યો છે? શું આવા ધાર્મિક કાર્યક્રમોમાં મોદલ તુલાથી જયસુખના પાપ ધોવાઇ જશે? શું જયસુખ પટેલ નિર્દોષ હોવાનો દેખાડો કરી રહ્યો છે? ઘટના એક છે પરંતુ સવાલો અનેક આ દ્રશ્યોએ તમામ લોકોને પરેશાન કરનારા છે જેમણે ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં પોતાના વ્હાલસોયા ગુમાવ્યા છે. આપને જણાવી દઇકે જયસુખ પટેલની મોદક તુલા બાદ 60 હજાર બોક્સમાં ભરીને, મોદક કડવા પાટીદાર પરિવારો સુધી પહોંચાડવામાં આવશે.

Makai rotlo : મકાઈના રોટલામાં ક્યા વિટામિન જોવા મળે છે?
પપૈયાની છાલમાંથી બનાવો છોડ માટે ખાતર, આ રહી સંપૂર્ણ પ્રક્રિયા
શિયાળામાં તલ ખાવાના છે ગજબ ફાયદા
આજનું રાશિફળ તારીખ : 16-11-2024
Royal Enfield ની સૌથી સસ્તી બાઇક, જાણો કિંમત
મોટો ફાયદો, 4 રૂપિયાના આ શેરની કિંમત પહોંચી 32 પાર, LIC પાસે છે 9,00,000 શેર

Input Credit- Rajesh Ambaliya- Morbi

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:56 pm, Sat, 16 November 24

Next Article