AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વડનગરની ઐતિહાસિક ધરોહરને રીલ દ્વારા રજૂ કરવાની અનોખી તક, જીતો ₹31,000 સુધીનું રોકડ ઇનામ

શ્રાવણોત્સવ 2026 અંતર્ગત વડનગરના ભવ્ય વારસાને રીલ દ્વારા રજૂ કરવાની સુવર્ણ તક! 'અનંત અનાદિ વડનગર' થીમ પર ઓરિજિનલ રીલ બનાવો. Instagram/YouTube પર પબ્લિક પોસ્ટ કરી MyGov પર લિંક સબમિટ કરો.

વડનગરની ઐતિહાસિક ધરોહરને રીલ દ્વારા રજૂ કરવાની અનોખી તક, જીતો ₹31,000 સુધીનું રોકડ ઇનામ
| Updated on: Aug 03, 2026 | 8:43 PM
Share

ગુજરાતના પ્રાચીન અને ઐતિહાસિક નગર વડનગરના ભવ્ય ઇતિહાસ, આધ્યાત્મિક વારસા અને સાંસ્કૃતિક વૈભવને સમગ્ર રાજ્ય સમક્ષ સર્જનાત્મક રીતે રજૂ કરવાની અનોખી તક મળી રહી છે. શ્રાવણોત્સવ 2026 રીલ સ્પર્ધા અંતર્ગત રાજ્યના નાગરિકોને વડનગરના ગૌરવશાળી વારસાને રીલના માધ્યમથી વ્યક્ત કરવા આમંત્રિત કરવામાં આવ્યા છે.

આ સ્પર્ધા દરમિયાન દર સપ્તાહે અલગ-અલગ થીમ આપવામાં આવશે. સ્પર્ધકોએ તે થીમને આધારે સંપૂર્ણપણે ઓરિજિનલ રીલ તૈયાર કરીને પોતાની સર્જનાત્મકતા રજૂ કરવાની રહેશે. પસંદગી પામેલી શ્રેષ્ઠ રીલ્સને આકર્ષક રોકડ ઇનામો પણ આપવામાં આવશે.

આ સપ્તાહની થીમ

પ્રથમ તબક્કા માટેની થીમ “અનંત અનાદિ વડનગર” રાખવામાં આવી છે. આ તબક્કો 2 ઓગસ્ટથી 5 ઓગસ્ટ, 2026 સુધી યોજાશે. વડનગરના ઇતિહાસ, મંદિરો, સાંસ્કૃતિક પરંપરાઓ, પ્રાચીન સ્થાપત્યો અને આધ્યાત્મિક ઓળખને રીલના માધ્યમથી રજૂ કરી સ્પર્ધામાં ભાગ લઈ શકાય છે.

સ્પર્ધામાં કેવી રીતે ભાગ લેવો?

સ્પર્ધામાં ભાગ લેવા માટે સૌપ્રથમ આ સપ્તાહની થીમને આધારે સંપૂર્ણ ઓરિજિનલ રીલ તૈયાર કરો. ત્યારબાદ તે રીલને તમારા Instagram અથવા YouTube એકાઉન્ટ પર અપલોડ કરો. પોસ્ટ કરતી વખતે ધ્યાન રાખો કે તમારું એકાઉન્ટ અથવા સંબંધિત પોસ્ટ Public હોવી જોઈએ.

ત્યારબાદ MyGov પોર્ટલ https://secure.mygov.in/task/shravanotsav-2026-reel-competition પર લૉગિન કરો અથવા જો એકાઉન્ટ ન હોય તો નવું રજીસ્ટ્રેશન કરો. લૉગિન થયા બાદ તમારી સોશિયલ મીડિયા પોસ્ટની Public Link સબમિટ કરીને સ્પર્ધામાં સત્તાવાર રીતે ભાગ નોંધાવી શકો છો.

જીતો આકર્ષક રોકડ ઇનામો

સ્પર્ધામાં વિજેતા બનનારા સ્પર્ધકોને નીચે મુજબના રોકડ ઇનામો આપવામાં આવશે:

  • પ્રથમ ઇનામ: ₹31,000
  • બીજું ઇનામ: ₹21,000
  • ત્રીજું ઇનામ: ₹11,000
  • કુલ ચાર સાપ્તાહિક સ્પર્ધાઓ

શ્રાવણોત્સવ 2026 અંતર્ગત કુલ ચાર સાપ્તાહિક રીલ સ્પર્ધાઓ યોજાશે. દરેક સપ્તાહે નવી થીમ જાહેર કરવામાં આવશે અને સ્પર્ધકો દરેક સપ્તાહે નવી, ઓરિજિનલ રીલ બનાવી ફરીથી ભાગ લઈ શકશે.

સ્પર્ધામાં ભાગ લેવા માટે MyGov પોર્ટલ https://secure.mygov.in/task/shravanotsav-2026-reel-competition પર જઈ તમારી એન્ટ્રી સબમિટ કરી શકો છો અને વડનગરની ઐતિહાસિક તથા સાંસ્કૃતિક ઓળખને સમગ્ર ગુજરાત સુધી પહોંચાડવાનો અવસર મેળવી શકો છો.

Shubman Gill: શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી બાદ શુભમન ગિલ નવી T20 લીગમાં રમશે

Follow Us
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
ગીરમાં રસ્તા પર ઉતર્યું 12 સિંહોનું ટોળું! અદ્ભુત દૃશ્યો કેમેરામાં કેદ
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
અમરેલીમાં માત્ર એક ગાયે 7 સિંહોને ઊભી પૂંછડીએ ભગાડ્યા, અનોખો Video વાય
g clip-path="url(#clip0_868_265)">