AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot Breaking News : રાજકોટના લોકમેળામાં તંત્રની કડકાઈ! 34 માંથી માત્ર 8 રાઈડ્સને જ મળી મંજૂરી ! Video

Rajkot Breaking News : રાજકોટના લોકમેળામાં તંત્રની કડકાઈ! 34 માંથી માત્ર 8 રાઈડ્સને જ મળી મંજૂરી ! Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 03, 2026 | 1:07 PM
Share

રાજકોટમાં યોજાયેલા લોકમેળામાં રાઈડ્સને લઈને તંત્ર દ્વારા SOP નું પાલન કરાવવા માટે અનેક પ્રયાસો હાથ ધરવામાં આવેલા છે. લોકમેળામાં કુલ 34 રાઈડ્સમાંથી માત્ર 8 રાઈડ્સને જ મંજૂરી આપવામાં આવેલી છે. બાકીની રાઈડ્સને SOP નું પાલન કર્યા બાદ જ મંજૂરી આપવામાં આવશે.

માત્ર 8 રાઈડ્સને મંજૂરી મળતાં અન્ય રાઈડ્સના સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. તંત્ર દ્વારા રાઈડ્સ શરૂ કરતા પહેલા SOPનું પાલન કરાવવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રક્રિયાના કારણે હાલમાં અનેક રાઈડ્સ બંધ જોવા મળી રહી છે.

મેળામાં દર વર્ષે જોડાતા હોય છે લાખો લોકો

સાતમ અને આઠમના લોકમેળામાં દર વર્ષે લાખો લોકો જોડાતા હોય છે. મોટી સંખ્યામાં લોકો મેળામાં પહોંચતા હોવા છતાં આ વખતે અનેક રાઈડ્સ બંધ હોવાના કારણે માનવ મહેરામણમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. લોકમેળાના આકાશી દ્રશ્યોમાં પણ અનેક રાઈડ્સ બંધ જોવા મળી હતી. રાઈડ્સ બંધ રહેતા મેળામાં આવતા લોકો માટે રાઈડ્સનો રોમાંચ પણ ફિક્કો જોવા મળી રહ્યો છે.

બીજી તરફ, રાઈડ્સના સંચાલકો SOPનું પાલન કરીને મંજૂરી મેળવવાની પ્રક્રિયાને લઈને મૂંઝવણમાં મુકાયા છે. તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે SOP નું પાલન કર્યા બાદ જ રાઈડ્સને મંજૂરી આપવામાં આવશે. જેના પગલે હાલમાં મંજૂરી મળેલી 8 રાઈડ્સ જ કાર્યરત છે. જ્યારે અન્ય રાઈડ્સ મંજૂરીની રાહ જોઈ રહી છે.

આ પણ વાંચો, Banaskantha Breaking News : બનાસકાંઠામાં રોગચાળાએ ઉચક્યું માથું, શરદી-ઉધરસ-તાવના કેસમાં 20થી 25% નો વધારો ! જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">