Mehsana: મેડ ઈન યુએસએ અને ઓન્લી યુઝ ફોર આર્મી લખેલી પિસ્તોલ સાથે બે શખ્સ ઝડપાયા, 15 જેટલા ગુના આચરી મચાવ્યો તરખાટ
Mehsana: મેડ ઈન યુએસએ અને ઓન્લી યુઝ ફોર આર્મી લખેલી પિસ્તોલ સાથે મહેસાણામાં બે શખ્સો ને ધરપકડ કરાઈ છે. મહેસાણા પોલીસે હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન એવા બે શખ્સોની ધરપકડ કરી છે. જેઓએ છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં 15 જેટલા ગુનાઓ આશરે તરખાટ મચાવ્યો હતો.
Mehsana: મહેસાણા પોલીસના હથે ચડેલા બે આરોપી એવા રીઢા ગુનેગાર છે કે જેણે છેલ્લા ઘણા સમયથી સમગ્ર રાજ્યમાં અલગ અલગ ગુનાઓ આચરી પોલીસના નાકમાં દમ લાવી દીધો હતો. મહેસાણા પોલીસે પકડેલા બંને આરોપી પૈકી એકનું નામ છે લક્ષ્મણ સોનારામ કોળી રહે આબુરોડ અને બીજાનું નામ છે કિશોર ઉર્ફે કે કે કાંતિલાલ પંચાલ રહે ડીસા. લક્ષ્મણ અને કિશોર નામના આ બંને આરોપી મહેસાણા દૂરસાગર ડેરી પાસે હાઇવે પર પોલીસ ચેકિંગ દરમિયાન પોલીસના હાથે ચડ્યા. આ બંને શખ્સોની પોલીસે ચેકિંગ હાથ ધર્યુ.
ચેકિંગ દરમિયાન કાર લઈને જઈ રહેલા લક્ષ્મણ અને કિશોરની તપાસ કરતા કિશોરના કમરના ભાગે ભરાવેલ જીવતા કારતુસ સાથેની પિસ્તોલ મળી આવી હતી. જેને જોતા જ પોલીસ એલર્ટ મોડમાં આવી ગઈ હતી અને તાત્કાલિક બંનેની કાર સાથે અને હથિયાર સાથે ધરપકડ કરી લીધી હતી. જેમની સાથે મુદ્દામાલમાં બાર જીવતા કારતૂસ અને કાર મળી કુલ રૂપિયા 3,31,000નો મુદ્દા માલ કબજે લેવાયો છે. પોલીસે આ બંનેની સઘન પૂછપરછ સાથે તપાસ કરતા આ બંને આરોપી ત્રિઘાત ગુનેગાર નીકળ્યા હતા. લક્ષ્મણ અને કિશોરે મહેસાણા સહિત રાજ્યમાં 15 અલગ અલગ ગુનાઓ આચાર્ય હોવાનું તપાસમાં ખુલ્યું છે.
મહેસાણા એસઓજી પોલીસ જ્યારે દૂધસાગર ડેરી અને ગુરુદ્વારા નજીક હાઇવે પર ચેકિંગમાં હતી ત્યારે સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર આરજે 24 સીએ 6991 નંબરની ગાડી પસાર થતી હતી જે શંકાસ્પદ જણાતા ઊંઝાથી અમદાવાદ તરફ આગળ વધે પહેલા જ ગાડી રોકી આ બંને આરોપીને એસએજી પોલીસે ઝડપી લીધા છે. હાલની તપાસમાં આ બંને રીઢા ગુનેગારોએ રાજ્યમાં 15 જેટલા ગુનાઓ આચાર્ય હોવાનું તપાસમાં ખુલ્યું છે જોકે મહત્વની બાબતે છે કે આ બંને સક્ષો પાસેથી ઝડપાયેલ પિસ્તોલ કે જેની ઉપર મેડ ઇન યુ.એસ.એ અને યુઝ ફોર ઓન્લી આર્મી લખેલું હતું ત્યારે સવાલ એ થાય છે કે જીવતા કારતૂસ ભરેલી આ પિસ્તોલ લઈને આ બંને શખ્સો શું કોઈ મોટા ગુનાને અંજામ આપવા જતા હતા.
તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે પ્રાથમિક તપાસમાં આ પિસ્તોલ દેશી બનાવટની હોવાનું પોલીસ જણાવી રહી છે પરંતુ તેની ઉપર લખેલ મેડ ઈન યુએસએ અને યુઝ ફોર ઓન્લી આર્મી શંકા ઉભી કરે છે કે આ પિસ્તોલ બની ક્યાં અને આવી ક્યાંથી જે સવાલોના જવાબ પણ પોલીસ શોધી રહી છે તો વળી 15 થી પણ વધુ ગુનાઓ આરોપીઓએ કરેલા છે કે કેમ અને ક્યાં ક્યાં કેવા ગુનાઓ આચર્યા છે તેની પણ તપાસ મહેસાણા પોલીસ કરી રહી છે.
મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો