AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનો દાવો, હવે ભુવા પડવાનો અને ગટરો બેક મારવાની ઘટનાઓમાં થશે ઘટાડો, નવી લાઈનો નાખવાની કામગીરીનું આયોજન

Ahmedabad:અમદાવાદ શહેરમાં હવે ભુવા પડવા કે ગટર બેક મારવી તેવી ઘટનાઓ ઓછી થઈ જશે. કારણ કે કોર્પોરેશન દ્વારા શહેરમાં જે જગ્યા ઉપર ભુવા પડી રહ્યા છે ત્યાં જૂની લાઈન બદલવા સાથે જ ગટરના પાણી બેક ન મારે તે માટે પણ લાઈનો નાખવાની કામગીરી માટેનું આયોજન કર્યું છે.

Ahmedabad: અમદાવાદ મ્યુ.કોર્પોરેશનનો દાવો, હવે ભુવા પડવાનો અને ગટરો બેક મારવાની ઘટનાઓમાં થશે ઘટાડો, નવી લાઈનો નાખવાની કામગીરીનું આયોજન
Darshal Raval
| Edited By: | Updated on: Aug 29, 2023 | 11:07 PM
Share

Ahmedabad: મદાવા શહેરમાં હવે ભુવા પડવા કે ગટર બેક મારવી તેવી ઘટનાઓ ઓછી થઈ જશે. કારણ કે કોર્પોરેશન દ્વારા શહેરમાં જે જગ્યા ઉપર ભુવા પડી રહ્યા છે ત્યાં જૂની લાઈન બદલવા સાથે જ ગટરના પાણી બેક ન મારે તે માટે પણ લાઈનો નાખવાની કામગીરી માટેનું આયોજન કર્યું છે.અમદાવાદ શહેરમાં વગર વરસાદે ભુવા પડવા એ સામાન્ય બાબત બની ગઈ છે.શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસુ હોય. કોઈપણ સીઝનમાં ભુવા પડવાની ઘટનાને રોકી શકાઈ નથી. જેના કારણે અમદાવાદ શહેરની સ્માર્ટ શહેરની છાપ બદલાઈ ગઈ. અને સ્માર્ટ શહેર ભુવા શહેર બની ગયું. ત્યારે કોર્પોરેશન દ્વારા આ છાપ સુધારવા અને ભુવા પડવાની સમસ્યા ઘટાડવા માટે એક વિશેષ આયોજન કર્યું છે.

કોર્પોરેશનને આ વખતે ધ્યાને આવ્યું કે જ્યાં ભુવા પડી રહ્યા છે. જેમાં શાસ્ત્રીનગરથી શિવરંજની રોડ અને મકરબા ટોરેન્ટ સ્ટેશનથી ફતેવાડી કેનાલ રોડ કે જ્યાં જૂની ટ્રંક લાઈને પસાર થાય છે. જે ખવાઈ ગઈ હોવાથી ત્યાં ભુવા પડી રહ્યા છે. જે લાઈનો બદલવા માટે કોર્પોરેશન દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી દેવાઇ છે.

જે ટેન્ડર ભરાતા ની સાથે કોર્પોરેશન કામ નક્કી કરશે અને 24 મહિનાની અંદર જ ભુવા પડવાથી પડતી હલાકીની લોકોની સમસ્યા દૂર થશે. જે કામ માટે અમદાવાદ કોર્પોરેશન 300 કરોડનો ખર્ચ કરશે. જે કામ જલ્દી શરૂ થશે તેમ વોટર એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેને જણાવ્યું.

વૈષ્ણોદેવી થી કમોડ સુધી 2300 ડાયામીટરની પાઇપ લાઈન નાખી 150 MLD નો પ્લાન્ટ બનાવશે

અમદાવાદ શહેરનો વિસ્તાર અને વસ્તી બંને વધી રહ્યા છે. તેમજ શહેરમાં ઠેર ઠેર ઇમારતો બની રહી છે. જ્યાં પ્રાથમિક સુવિધા એવી ગટર લાઈન હોવી એટલી જ જરૂરી છે. અને ગટર લાઈનો જે મુખ્ય લાઈનમાં જાય તે પણ વસ્તી પ્રમાણે પૂરતા પ્રમાણમાં હોવી પણ જરૂરી છે. જેથી કરીને હાલના સમયમાં અમદાવાદ શહેરમાં જે ગટરો બેક મારવાની ફરિયાદો મળતી હોય છે. તેવી ફરિયાદો ન મળે સાથે જ ગટરોના પાણીનો યોગ્ય અને ઝડપી નિકાલ કરી શકાય.

જેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બોપલ વિસ્તાર ધ્યાને રાખી રિબગ રોડન તરફ વૈષ્ણોદેવી થી કમોડ સુધી 2300 ડાયા મીટર ની પાઇપ લાઈન નાખી 150 એમએલડીનો પ્લાન્ટ બનાવશે. તેમ જ ચિલોડા થી વિંઝોલ સુધી 2200 ડાયા મીટરની પાઇપ લાઈન નાખીને 75 એમએલડી નો પ્લાન્ટ બનાવશે. જે લાઈનો વેલોસિટી નિયમ પ્રમાણે નાખવામાં આવશે.

જેથી અમદાવાદ શહેરમાં મળતી ગટરો ઉભરાવાની ફરિયાદો ઘટશે. આ બંને કામ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અંદાજે 500 કરોડનો ખર્ચ કરશે. જે કામ આગામી 30 વર્ષને ધ્યાને રાખી ને આયોજન કરાયાનું કોર્પોરેશનના વોટર અને ડ્રેનેજ કમિટીના ચેરમેને જણાવ્યુ હતું.

આ પણ વાંચો:  Ahmedabad: 2007થી શરૂ થયેલી 108 ઇમરજન્સી સેવાના 16 વર્ષ પૂર્ણ, દોઢ કરોડ કૉલ એટેન્ડ કરી મેડિકલ સેવા પુરી પાડી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર એન્ડ ડ્રેનેજ કમિટીના ચેરમેનના જણાવ્યા પ્રમાણે આ કામો થવાથી ભુવા પડવાની સમસ્યાથી લોકોને મુક્તિ મળશે. તેમજ રિંગ રોડ પર નવી નાખવામાં આવતી ડ્રેનેજ લાઇનને લઈને શાંતિગ્રામ, સેવા સ્વરાજ, ગોદરેજ ગાર્ડન સીટી, અદાણી જેવી મોટી સ્કીમોને તેનો સીધો લાભ થશે. તેમજ બોપલ વિસ્તારને પણ ફાયદો થશે. કેમ કે આ જગ્યાની લાઈનોનું મોટી લાઈનમાં જોડાણ થવાથી ગટરના પાણીનો ઝડપી નિકાલ થશે. અને પાણી ભરાવવા અને ગટરો બેક મારવાની સમસ્યા દૂર થશે. અને આ વિસ્તારના રહીશોને જરૂરી પ્રાથમિક સુવિધા મળી રહેશે. અને આ વિસ્તારની સાથે શહેરના અન્ય વિસ્તાર કે જ્યાં આવી લાઈનોની જરૂર છે ત્યાં પણ કોર્પોરેશન આયોજન કરી રહ્યું છે. જેથી શહેરમાં આ પ્રકારની સમસ્યા દૂર કરી શકાય. જોકે તેમાં ટાઈમ લાગી શકે છે. પરંતુ શહેરમાં પાણી ભરાવવા અને ગટરો બેક મારવાની સમસ્યા કાયમી દૂર થાય તે દિશામાં AMC કામ કરતું હોવાની ખાતરી અપાઈ છે. જે આગામી સમયમાં જ ખ્યાલ આવશે કે AMC તેની ખાતરી પર કેટલુ.ખરું ઉતરે છે.

 અમદાવાદ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">