Nita Ambani Dances : ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણીએ વેવાઈ-વેવાણ સાથે ડાન્સ કર્યો, જુઓ VIDEO
ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણીએ વેવાઈ અને વેવાણ સાથે ડાન્સ કર્યો હતો. ઢોલના તાલે વીરેન મર્ચન્ટ , શૈલા મર્ચન્ટ અને નીતા અંબાણી ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ત્રણેયનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવ્યો હતો. અંબાણી અને મર્ચેન્ટ પરિવારની શાનદાર બોન્ડિંગ જોવા મળી હતી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી તમામ તહેવારો ધામધુમથી ઉજવે છે. ગણેશ ઉત્સવ પણ ધામધુમથી સેલિબ્રેટ કર્યો હતો. આ વર્ષે એન્ટીલિયામાં ગણપતિ બાપ્પા બિરાજમાન થયા હતા. વિધિ-વિધાન સાથે તેનું પુજન કરવામાં આવ્યું હતુ. એન્ટીલિયામાં ગણપતિ બાપ્પાના વિસર્જન દરમિયાન ઢોલ-નગારા સાથે આખો પરિવાર ઝુમી ઉઠ્યો હતો. આ વખતે ચર્ચા બાપ્પાના વિદાય અને અંબાણી પરિવારના રોયલ લુક કરતા વધારે નીતા અંબાણી વેવાઈ-વેવાણ સાથે કરેલા ડાન્સની થઈ હતી. જેમાં ત્રણેયનું સુંદર બોન્ડિંગ જોવા મળ્યું હતુ.
વેવાઈ અને વેવાણ સાથે ડાન્સ
રાધિકા મર્ચેન્ટ સાથે અનંત અંબાણીના લગ્ન પછી અંબાણી અને મર્ચેન્ટ પરિવાર વચ્ચે નિકટતા વધેલી જોવા મળી હતી. હવે ગણપતિ વિસર્જન દરમિયાન નીતા અંબાણી વેવાઈ વીરેન મર્ચેન્ટ અને વેવાણ શૈલા મર્ચેન્ટની સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. રાધિકાની મમ્મી શૈલા મર્ચેન્ટ પર સ્માઈલ સાથે ડાન્સ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
મહત્વની વાત એ હતી કે, નીતા અંબાણીના આ અંદાજ સામે રોયલ અને સિમ્પલ લુક અલગ નજરે આવ્યો હતો. પરિવારની સાથે બાપ્પાના વિસર્જનમાં ડુબેલી જોવા મળી હતી. ગણપતિ વિસર્જન જેવા પારિવારિક અને ધાર્મિક અવસર પર બંને પરિવાર એક સાથે જોવા મળતા લોકોનું ધ્યાન ખેચ્યું હતુ.
View this post on Instagram
નીતા અંબાણીનો રોયલ ગ્રીન સાડી લુક ખાસ રહ્યો
ડાન્સની સાથે નીતા અંબાણીનો ટ્રેડિશનલ લુક ખુબ ચર્ચામાં રહ્યો હતો. તેમણે ડાર્ક ગ્રીન બનારસી સાડી પહેરી હતી. જેના પર ગોલ્ડન ઝરી કામ જોવા મળી રહ્યું છે. મેચિંગ બ્લાઈઝની સાથે તેમણે પન્નાનો નેકલેસ પહેર્યો હતો. વાળમાં ગજરો નાંખ્યો હતો. આ સાથે તેમણે પારંપારિક લુક ની સાથે રોયલ લુક કમ્પલીટ કર્યો હતો.
પરિવારની મહિલાઓની પણ ખાસ હાજરી
અંબાણી પરિવારના ગણેશ ઉત્સવમાં પરિવારની મહિલાઓની પણ ખાસ હાજરી જોવા મળી. બાપ્પાને વિદાય આપતી વખતે ઈશા અંબાણી અને શ્લોકા મહેતા પણ પરિવાર સાથે જોવા મળ્યા હતા. બંનેએ ઉજવણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અંબાણી પરિવારનો આ ફોટો અને વીડિયો ફરી એકવાર દર્શાવે છે કે તેમના માટે ગણેશ ચતુર્થી માત્ર એક ભવ્ય કાર્યક્રમ નથી, પરંતુ એક ખાસ ધાર્મિક તહેવાર પણ છે જે પરિવાર સાથે મળીને ઉજવવામાં આવે છે.
