છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપનમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ

|

Jul 31, 2021 | 11:39 PM

છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના ( Gujarat) નાણાકીય વ્યવસ્થાપનમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવ્યો છે.

છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના નાણાકીય વ્યવસ્થાપનમાં ઇન્ફર્મેશન ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ
ફાઇલ ફોટો - Vijay Rupani

Follow us on

ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો 7 ઓગસ્ટના રોજ પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો થશે. આ સાથે જ તેઓ પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરનાર ચોથા મુખ્યપ્રધાન (Chief Minister) બનશે. આ 5 વર્ષમાં અનેક કાર્ય કર્યા છે. છેલ્લા દોઢ દાયકાથી ગુજરાત રાજ્યનું બજેટ પુરાંતવાળું રહ્યું છે. ગુજરાતે વધારાનો એક પણ ઓવરડ્રાફ્ટ લેવો પડ્યો નથી, જે ગુજરાત રાજ્યની નાણાકીય સધ્ધરતા અને શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરું પાડે છે.

સમગ્ર દેશ જ નહીં વિશ્વરમાં કોરોના મહામારીને કારણે છેલ્લા દોઢ વર્ષથી અર્થતંત્ર મંદીના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આ સમયે વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાત સરકાર ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શ્રેષ્ઠ નાણાકીય વ્યવસ્થાપનમાં સમગ્ર દેશમાં રોલમોડલ પુરવાર થયું છે. ગુજરાત રાજયે કોરોના સામેની લડાઈ મક્કમતાથી લડીને વિકાસકૂચને પણ અવિરત આગળ વધારી છે.

ગુજરાતના ઇતિહાસના અત્યાર સુધીનું સૌથી મોટુ અંદાજપત્ર વર્ષ 2021-22માં આવ્યું હતું. જેમાં આરોગ્ય સુવિધાઓ, શૈક્ષણિક વ્યવસ્થા અને પીવાના પાણી જેવી પાયાની જરૂરિયાતોને વધુ સુદ્રઢ કરવાની નેમ સાથે નવી ઔદ્યોગિક નીતિ, નવી પ્રવાસન નીતિ,નવી સોલાર નીતિ દ્વારા રોજગાર સર્જન જેવાં અગત્યનાં તમામ ક્ષેત્રો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

રાજય સરકારના સમગ્ર અંદાજપત્રનું કદ રૂ.2,27,029 કરોડનું છે. જેમાં વિકાસલક્ષી ખર્ચ રૂ. 1,32,150 કરોડ જેટલો ઊંચો છે, જે બિનવિકાસલક્ષી ખર્ચ રૂ. 90, 706 કરોડની સાપેક્ષે રૂ. 41, 444 કરોડના ખર્ચનો વધારો દર્શાવે છે.

રાજયના અંદાજપત્રમાં રૂ.588 કરોડની પુરાંત સાથે રૂ.1209 કરોડની મહેસૂલી પુરાંત છે. જ્યારે એકત્રિત ભંડોળ હેઠળ કુલ આવક રૂ.2, 23, 920 કરોડ જે ગત વર્ષ કરતાં 16.6%નો વધારો દર્શાવે છે.

રાજયની પોતાની કર આવકની જો વાત કરીએ તો રૂ.1,11,706 ૧7કરોડ થવાનો અંદાજ છે. જે ગત વર્ષ કરતા 6.2 % વધુ છે. જ્યારે બિન-કર આવક 16,802
કરોડ છે.ગુજરાત ઔદ્યોગિક રોકાણોમાં વર્ષ 2020-21 માં દેશના કુલ ફોરેન ડાયરેકટ ઇન્વેસ્ટમેન્ટ FDI માંથી 37% FDI મેળવી સતત ચોથા વર્ષે દેશભરનાં રાજ્યોમાં ટોચ પર રહ્યું છે.

નાણાકીય વર્ષ 2020-21 દરમ્યાન ગુજરાતમાં મોટાભાગનું વિદેશી રોકાણ કમ્પ્યૂટર સોફ્ટવેર અને હાર્ડવેર ક્ષેત્રમાં 94% ટકા જેટલું આવ્યું છે. આ ક્ષેત્રમાં દેશમાં આવેલા કુલ રોકાણમાં એકલા ગુજરાતનો હિસ્સો જ 78% છે.

રાજય સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને શ્રેષ્ઠતમ ઇ-ગવર્નન્સ માળખું ઊભું કરવાના ઉદેશ સાથે સંકલિત નાણાકીય વ્યવસ્થાપન પદ્ધતિ અમલમાં મૂકી છે.

રાજય સરકારનાં તમામ ભરણાં ઓનલાઇન કરવાના લક્ષ્ય સાથે રાજય સરકાર દ્વારા ઉઘરાવવામાં આવતા કર, કરદાતાઓ ઘરબેઠાં ઓનલાઇન ભરી શકે તે માટેની વ્યવસ્થા અંતર્ગત સાઇબર ટ્રેઝરી પોર્ટલનું 22 જેટલા વિભાગ સાથે ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યુ છે. કરદાતા ડેબિટ /ક્રેડિટ કાર્ડથી ચુકવણા કરી શકે તે માટે SBI E-payના પેમેન્ટ ગેટ વેની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

IFMSનું e-kuber સાથે ઇન્ટિગ્રેશન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજયની તમામ જિલ્લા તિજોરી કચેરીઓ/પીએઓ/પીપીઓ/ ખાતેથી e-kuber મારફતે e-payment શરુ કરવામાં આવ્યું જેના કારણે જે તે વ્યક્તિનું ચુકવણું ઝડપથી કરી શકાય છે.

Digital Gujarat portal સાથે ઇન્ટિગ્રેશન કરી રાજ્યના 60 લાખથી વધુ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ તથા ગણવેશ સહાયના ચુકવણા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવે છે.
પેન્શનની તમામ કામગીરી ઓનલાઇન કરવામાં આવેલ હોવાથી પેન્શન મેળવતા વરિષ્ઠ નાગરિકોની સુગમતામાં વધારો થયો છે સાથે તેમની હયાતીનું પ્રમાણપત્ર Jeevanpramaan portal મારફત કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

સમગ્ર ભારતના સંદર્ભમાં જોઈએ તો દેશના કુલ જીડીપીમાં ગુજરાતનો ફાળો 8%, નિકાસમાં22% અને દેશના કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં 17% જેટલો હિસ્સો ધરાવે છે. નાગરિકોને ઓનલાઇન સુવિધાઓ પુરી પાડવા માટે ઘણી બધી પ્રક્રિયાઓનું સરળીકરણ પણ કરવામાં આવ્યું છે. જેનો લાભ રાજયના અર્થતંત્રને પણ મળ્યો છે.

આ પણ વાંચો : મુખ્યપ્રધાન તરીકે સતત 5 વર્ષ પૂર્ણ કરનાર વિજય રૂપાણી ગુજરાતના ચોથા CM

Published On - 11:38 pm, Sat, 31 July 21

Next Article