Gujarat News Fatafat : અમદાવાદમાં કોરોનાના સુપર સ્પ્રેડર જ વેક્સિનથી વંચિત, વિશેષ કેમ્પનું આયોજન કરવા માંગ

| Updated on: Jun 02, 2021 | 11:54 PM

Gujarat News Fatafat : આજે 2જી જૂન 2021ને બુધવારના રોજ ગુજરાતભરના તમામ સમાચાર સંક્ષિપ્ત ( Daily News Brief ) રૂપે જાણો.

Gujarat News Fatafat : અમદાવાદમાં કોરોનાના સુપર સ્પ્રેડર જ વેક્સિનથી વંચિત, વિશેષ કેમ્પનું આયોજન કરવા માંગ
આજના સમાચાર સંક્ષિપ્તમાં

Gujarat News Fatafat : ગુજરાતભરના આજરોજ 2જી જૂન 2021ને બુધવારના તમામ સમાચાર, સંક્ષિપ્ત રૂપે ( Daily News Brief ) અહી રજૂ કરવામાં આવ્યા છે. આપ હવે આ લાઈવ બ્લોગ દ્વારા, રોજે રોજ ગુજરાતભરના તમામ સમાચાર તેમજ તમામ નાની- મોટી ઘટના અંગેના સમાચાર અંહીયા જાણી શકશો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Jun 2021 11:52 PM (IST)

    અમદાવાદમાં કોરોનાના સુપર સ્પ્રેડર જ વેક્સિનથી વંચિત, વિશેષ કેમ્પનું આયોજન કરવા માંગ

    કોરોના કાળમાં ગુજરાતના તમામ નાગરિકોને રસી( Vaccine)મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળમાં જે શાકભાજીના વિક્રેતાઓને સુપર સ્પ્રેડર( Super Spreader)   જાહેર કરવામાં આવ્યા હતા તેમને જ વેકસીન( Vaccine)થી વંચિત રાખવામાં આવ્યા છે. જેને કારણે અમદાવાદ શહેરના શાકભાજી વિક્રેતાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે..

    અમદાવાદમાં કોરોનાના સુપર સ્પ્રેડર જ વેક્સિનથી વંચિત, વિશેષ કેમ્પનું આયોજન કરવા માંગ

  • 02 Jun 2021 11:12 PM (IST)

    JUNAGADH: પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

    મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને કોંગ્રેસ અગ્રણી લાખાભાઈ પરમાર (Lakhabhai Parmar)ના પુત્ર ધર્મેશ પરમાર (Dharmesh Parmar)ની હત્યા કરવામાં આવી છે. હત્યાની જાણ થતાં આઈ. જી/ એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. હત્યા પાછળનું કારણ કોઈ જૂની અદાવત અને રાજકીય કારણ માનવામાં આવી રહ્યું છે.

    JUNAGADH: પૂર્વ મેયર લાખાભાઈ પરમારના પુત્રની હત્યા, પરિવારે મૃતદેહ સ્વીકારવાનો કર્યો ઈન્કાર

  • 02 Jun 2021 09:47 PM (IST)

    MAHESANA : જિલ્લામાં માઁ કાર્ડ કેન્દ્રો બંધ, રાજ્ય સરકારના ટેલિફોનિક આદેશ બાદ કેન્દ્રો બંધ કરાયા

    જરાત સરકાર દ્વારા રાજ્યમાં તમામ કેન્દ્રો ઉપર માઁ કાર્ડની કામગીરી બંધ કરી દેવા ટેલિફોનિક આદેશો આપ્યા છે. આથી મહેસાણા જિલ્લામાં પણ 10 તાલુકાના તમામ 10 કેન્દ્રો ઉપર માઁ કાર્ડ નવીન કાઢવાની અને માઁ કાર્ડ રીન્યુ કરવાની કામગીરી બંધ કરી દેવામાં આવી છે. આ કારણે મહેસાણા જિલ્લાના માઁ કાર્ડ કેન્દ્રો ઉપર માઁ કાર્ડની કામગીરી સંપૂર્ણ બંધ થતાં જ એજન્સી સંચાલકો અટવાઈ ગયા છે. તો વળી દૂર દૂરથી માઁ કાર્ડ કાઢવા આવતા લાભાર્થીઓને કેન્દ્રો ઉપર ધરમ ધક્કાથી લાભાર્થીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

    Mehsana: રાજ્ય સરકારના ટેલિફોનિક આદેશ બાદ મા કાર્ડ કેન્દ્રો બંધ કરાયા, લાભાર્થીઓ અટવાયા

  • 02 Jun 2021 07:44 PM (IST)

    હવે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે, કર્ફયૂના સમયમાં કોઇ ફેરફાર નહીં

    રાજયના મુખ્યપ્રધાનને ધંધા-રોજગાર અને વેપારીઓ માટે સારા સમાચાર આપ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ, લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂન થી સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

    GUJARAT : હવે સવારે 9થી સાંજે 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ચાલુ રાખી શકાશે, કર્ફયૂના સમયમાં કોઇ ફેરફાર નહીં

  • 02 Jun 2021 05:56 PM (IST)

    Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ નો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં

    સાબરમતી રિવરફ્રન્ટ પર વાહન પાર્કિંગ મુદે મોટા સમાચાર આવ્યા છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પોલીસ નો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં. ગુજરાત હાઇકોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. હાઇ કોર્ટે તેના ચુકાદામાં કહ્યું છે કે સાબરમતી રિવરફ્રન્ટ પર 'નો પાર્કિંગ' નો નિયમ જ નથી. સાબરમતી રિવરફ્રન્ટ પર ક્યાંય પણ નો 'પાર્કિંગ ઝોન' નથી બનાવવામાં આવ્યા.

    હાઇકોર્ટે કહ્યું કે જ્યારે સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન પોતે સ્વીકારતું હોય કે રિવરફ્રન્ટ પર નો પાર્કિંગ ઝોન નથી તો રિવરફ્રન્ટ પર પોલીસ નો પાર્કિંગના નામે વાહન જપ્ત કરી શકે નહીં અને દંડ પણ વસૂલી શકે નહિ.

  • 02 Jun 2021 02:16 PM (IST)

    Junagadh : પૂર્વ મેયરના પૂત્રની કરપીણ હત્યા

    જૂનાગઢના પૂર્વ મેયરના પૂત્ર ધર્મેશ પરમારની કરપીણ હત્યા કરવામાં આવી છે. જૂનાગઢના રામનિવાસ વિસ્તાર પાસે મારામારીની ઘટના બની હતી. જેમાં ધર્મેશ પરમારની હત્યા કરવામાં આવી છે. ધર્મેશ પરમાર જૂનાગઢના પૂર્વ મેયરના પૂત્ર હતેમજ સામાજીક આગેવાન હતા. તેમની હત્યા સમાચાર ફેલાતા જ સમાજના આગેવાનો, મિત્રો સ્નેહીઓ ઉમટી પડ્યા હતા. પોલીસે સમગ્ર મામલે ઊડાણપૂર્વકની તપાસ હાથ ધરીને હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

  • 02 Jun 2021 02:05 PM (IST)

    Valsad : વાપીના બુન મેક્સ સ્કુલની બાજુના મેદાનમાંથી, હત્યા કરાયેલ યુવાનનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળ્યો

    વલસાડ જિલ્લાના  ઔદ્યોગિક નગરી વાપીમાં ( vapi ) યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો છે. વાપીના ચલા વિસ્તારમાં બૂન મેક્સ સ્કૂલની ( boon max school ) બાજુમાં ખુલ્લા મેદાનમાં હત્યા કરાયેલ યુવાનનો મૃતદેહ, અર્ધનગ્ન હાલતમાં મળી આવ્યો છે. વાપી ટાઉન પોલીસની પ્રાથમિક તપાસમાં, હત્યા કરાયેલ યુવાન રાજસ્થાનથી રોજગારી માટે વાપી આવ્યો હોવાનું સામે આવ્યુ છે.

  • 02 Jun 2021 01:22 PM (IST)

    ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા રદ, પ્રધાન મંડળની બેઠકમાં લેવાયો નિર્ણય

    ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. ગુજરાત પ્રધાનમંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયની શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહે જાહેરાત કરતા કહ્યું કે, વડાપ્રધાને સીબીએસઈના ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો છે તેના અનુસંધાને વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાતમાં પણ ધોરણ 12ની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે.

  • 02 Jun 2021 01:20 PM (IST)

    Panchmahal : ગોધરા, કાલોલ અને પાવાગઢમાંથી છ બોગસ તબીબો ઝડપાયો

    પંચમહાલ જિલ્લામાંથી એસઓજીએ ( SOG ) કુલ છ બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. પંચમહાલ જિલ્લાના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ગોધરામાંથી 3, કાલોલમાંથી 2, પાવાગઢમાંથી એક એમ કુલ છ બોગસ તબીબોને ઝડપી પાડ્યા છે. બોગસ ડોકટર પાસેથી રૂપિય 6 લાખની કિંમતની એલોપથી દવા સહીતનો મુદ્દામાલ પણ ઝડપી પાડ્યો છે.

  • 02 Jun 2021 12:44 PM (IST)

    Banaskantha : પાલનપુર-આબુ હાઈવે પર અકસ્માત, પાંચ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

    આબુ-પાલનપુર હાઇવે પર લક્ષ્મીપુરા ગામ નજીક અકસ્માત થતા કારમાં સવાર પાંચ વ્યક્તિઓને ઈજા પહોચી છે. રાજસ્થાનથી પાલનપુર તરફ જઈ રહેલી કારના ચાલકે, કાર પરનો કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યુ છે. કારમાં બેઠેલા પાંચ લોકોને આ અકસ્માતને કારણે ઇજા પહોચતા તેમને, 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે.

  • 02 Jun 2021 12:41 PM (IST)

    Patan : રાઘનપુરના ગોઢ વિસ્તારમાંથી ઝડપાયો બોગસ ડોકટર

    પાટણ જિલ્લાના રાધનપુરના ગોઢ વિસ્તારમાંથી એસઓજીએ ( SOG ) બોગસ ડોકટરની ધરપકડ કરી છે. કોઈ પણ જાતની મેડીકલ લાયકાત વિના જ ચંદુ ઠાકોર નામનો બોગસ ડોકટર, કોરોનાકાળમાં ભોળા ગ્રામ્યજનોની સારવાર કરતો હતો. રાધનપુર એસઓજી પોલીસે,  નકલી ડોકટરના દવાખાનામાંથી અસલી એલોપેથીક દવા તેમજ ઇન્જેકશનનો જથ્થો ઝડપીને બોગસ ડોકટરની ધરપકડ કરી છે.

  • 02 Jun 2021 12:35 PM (IST)

    Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિવિધ 30 ફેકલ્ટીની 15 જૂનથી શરુ થશે પરીક્ષા, કાર્યક્રમ થયો જાહેર

    સૌરાષ્ટ્ર યુનવિર્સિટીએ, આગામી 15 જૂનથી વિવિધ 30 ફેકલ્ટીની પરીક્ષાઓ યોજવાનુ નક્કી કર્યું છે. અગાઉ પરીક્ષા 21મી જૂનથી લેવાની જાહેરાત યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી હતી. જો કે પરીક્ષાનું નવુ સમયપત્રક પણ યુનિવર્સિટીએ જાહેર કર્યું છે. જેમાં બી.એસ.સી, બીએ, બી.પી.એ., એમ.પી.એ.,  બી.એસ. ડબ્લ્યુ,  એમ.આઈ.ડબલ્યુના સેમેસ્ટર 6ની પરીક્ષા લેવાશે. એમ.એસ.સી,  એમ.બી.એ.,  બી.એસ.સી.,  બી.એ. (એલ એલ બી) એમ. આઇ. ડબલ્યુના સેમેસ્ટર 4 ની પરીક્ષા લેવાશે. તો બી.જે.એમ.સી., એમ. જે. એમ .સી., બી. આર. એસ. સેમેસ્ટર- 2 ની પરીક્ષા લેવાની જાહેરાત કરાઈ છે.

    સૌરા

  • 02 Jun 2021 12:28 PM (IST)

    Gadhda - Botad : એસ પી સ્વામી- સ્વામી ઘનશ્યામ 2 વર્ષ માટે છ જિલ્લામાંથી તડીપાર

    ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન અને પૂર્વ કોઠારી સ્વામીને બે વર્ષ માટે તડીપારનો હુકમ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટે કર્યો છે. એસ પી સ્વામી અને ઘનશ્યામ વલ્લભદાસજીને, બોટાદ અને તેની આજુબાજુના પાંચ જિલ્લા સહીત કુલ 6 જિલ્લામાંથી તડીપારનો હુકમ કર્યો છે.

    સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે એસ.પી.સ્વામી તેમજ સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં આગામી બે વર્ષ સુધી પ્રવેશ નહિ કરવાનો આદેશ કર્યો છે. સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે કરેલા તડીપારના આ હુકમ સામે એસપી સ્વામી કે સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને કોઈ વાંધા વિરોધ હોય તો એક મહિનામાં સરકાર સમક્ષ કરી શકે છે રજૂઆત તેવો પણ હુકમ કર્યો છે.

  • 02 Jun 2021 09:58 AM (IST)

    Gandhinagar : ગુજરાતમાં cyclone tauktae થી માછીમારોને થયેલા નુકસાન માટે સરકારે જાહેર કર્યુ રૂ. 105 કરોડનુ રાહત પેકેજ

    ગુજરાતમા ગત મહિને આવેલા વિનાશક તાઉ તે વાવાઝોડામાં ( cyclone tauktae ) અનેક ક્ષેત્રે ભારે નુકસાન થયુ હતુ. વાવાઝોડાથી માછીમારોને પણ પારાવાર નુકસાન થવા પામ્યુ હતું. નુકસાન પામેલા માછીમારો માટે સરકારે રૂપિયા 105 કરોડનું રાહત પેકેજ ( ( relief package ) જાહેર કર્યુ છે.  ગુજરાત સરકારે દાવો કર્યો છે કે આ પ્રકારે માછીમારો અલગથી રાહત પેકેજ પહેલીવાર જ જાહેર કરાયુ છે. ( relief package for fishermen )

  • 02 Jun 2021 08:19 AM (IST)

    Gandhinagar : ગુજરાતમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરવી કે નહી, પ્રધાનમંડળની બેઠકમાં લેવાઈ શકે છે નિર્ણય

    સીબીએસઈ દ્વારા ધોરણ 12ની પરીક્ષા રદ કરવા અંગે લેવાયેલા નિર્ણય બાદ, ગુજરાતમાં પણ ધોરણ 12ની પરીક્ષા રદ કરવામાં આવે તેવી સંભાવના છે. સીબીએસઈના ધારા ધોરણ અનુસાર જ ગુજરાત રાજ્ય ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાઓ રદ  કરવી કે નહી તે બાબતે, રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેવાશે.

    આજે મળનારી રાજ્ય પ્રધાનમંડળની બેઠકમાં, તાઉ તે વાવાઝોડાને કારણે થયેલા નુકસાનના વિવિધ સર્વે, કોરોના અને મ્યુકરમાઈકોસીસના રોગચાળો, રસીકરણના મુદ્દે ચર્ચા હાથ ધરાય તેવી સંભાવના છે.

  • 02 Jun 2021 07:57 AM (IST)

    Surat : કઠોરની વિવેક નગર કોલોનીમાં ઝાડા ઉલટીથી 3ના મોત, કુલ 50 કેસ

    સુરત જિલ્લાના કઠોરમાં એકાએક ઝાડા ઉલટીના કેસ વધ્યા છે. ઝાડા- ઉલટીના રોગચાશાને કારણે 3 લોકોના  મોત નિપજ્યા છે. જ્યારે 50 જેટલા લોકો સારવાર હેઠળ છે. કઠોરની વિવેક નગર કોલોનીમાં ઝાડા ઉલટીના કેસ નોંધાતા કોલોનીના રહીશોમાં ચિંતા પ્રસરી જવા પામી છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાથ ધરાયેલી પ્રાથમિક તપાસમાં પીવાના પાણીની લાઈન પ્રદુષિત થતા, ઝાડા ઉલટીના કેસ થયા હોવાનું અનુમાન છે. જો કે મનપા દ્વારા ઘરે ઘરે દવાનું વિતરણ કરાયુ છે.

  • 02 Jun 2021 07:50 AM (IST)

    Gandhinagar : મા કાર્ડ જિલ્લા અને તાલુકાની હોસ્પિટલમાંથી જ ઈસ્યુ કરાશે

    ગુજરાતમાં મધ્યમ અને ગરિબવર્ગને તબીબી સહાયમાં મદદરૂપ થતા મા કાર્ડ હવેથી સરકારી હોસ્પિટલમાંથી જ કાઢવામાં આવશે. આરોગ્યક્ષેત્ર ઉપયોગી એવા મા કાર્ડ ( maa card ) માટે સરકારે ખાનગી કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો હતો. આ કોન્ટ્રાક્ટ પૂરો થતા, સરકારે નિર્ણય કર્યો છે કે, મા કાર્ડ જિલ્લા અને તાલુકાની હોસ્પિટલોમાંથી જ ઈસ્યુ કરવા. ગુજરાતના આરોગ્ય વિભાગે, આ અંગેની લેખિત જાણ તમામ જિલ્લા અને તાલુકાના આરોગ્ય અધિકારીઓને કરી દીધી છે.

  • 02 Jun 2021 07:44 AM (IST)

    Gondal - Rajkot ગોંડલના લીલાખા ગામે એક વ્યક્તિ પર દિપડાએ કર્યો હુમલો

    રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામની સીમમાં દિપડએ એક વ્યકિત પર હુમલો કરતા ગ્રામ્યજનોમાં ભય ફેલાયો છે. લીલાખા ગામની સીમમાં ગામના પ્રવિણ ઢોલરિયા ઉપર દિપડાએ હુમલો કરીને લોહી લુહાણ કરી મૂક્યા હતા. ગ્રામ્યજનોએ ગામની સીમમાં દિપડાએ હુમલો કર્યાની જાણ વન વિભાગને કરતા, વન વિભાગે દિપડાને પકડવા છટકા સાથે પાંજરુ ગોઠવી દીધુ છે.

  • 02 Jun 2021 07:36 AM (IST)

    Porbandar : સરકારી જમીન પચાવી પાડવાની ત્રણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ

    પોરબંદર જિલ્લાના ત્રણ ગામે આવેલી સરકારી જમીન પચાવી પાડવાની ત્રણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના ભોદ ગામે 3.90 કરોડની બજાર કિંમત ધરાવતી સરકારી જમીન પચાવી પાડવા અંગે 8 વ્યક્તિઓ સામે રાણાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

    પોરબંદરના છાયા ગામે રૂપિયા 5 કરોડની બજાર કિંમત ધરાવતી પાંચ વીઘા સરકારી જમીન પચાવી જનાર પાંચ શખ્સ સામે કમલાબાગ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. તો  ભડ ગામે કિંમતી 2 હેકટરથી વધુ સરકારી જમીનમાં પેશકદમી કરનાર સામે માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. યાદના આદેશ

Published On - Jun 02,2021 11:52 PM

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">