AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદમાં કોરોનાના સુપર સ્પ્રેડર જ વેક્સિનથી વંચિત, વિશેષ કેમ્પનું આયોજન કરવા માંગ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળમાં જે શાકભાજીના વિક્રેતાઓને સુપરસ્પ્રેડર જાહેર કરવામાં આવ્યા હતા તેમને જ વેકસીન( Vaccine)થી વંચિત રાખવામાં આવ્યા છે. જેને કારણે અમદાવાદ શહેરના શાકભાજી વિક્રેતાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે..

અમદાવાદમાં કોરોનાના સુપર સ્પ્રેડર જ વેક્સિનથી વંચિત, વિશેષ કેમ્પનું આયોજન કરવા માંગ
Ahmedabad Vegetable Vendor ( File Photo)
Pratik jadav
| Edited By: | Updated on: Jun 02, 2021 | 10:55 PM
Share

ગુજરાતમાં Corona ના કેસો વધે નહિ તે માટે રાજ્ય સરકાર દ્વારા ઝડપથી રસી( Vaccine) આપવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીથી અમદાવાદ શહેરમાં Coronaનું સંક્રમણ ફરીથી વધે તેવી ભીતિ સેવાઇ રહી છે.

કોરોના કાળમાં ગુજરાતના તમામ નાગરિકોને રસી( Vaccine)મળી રહે તેવી વ્યવસ્થા રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના કાળમાં જે શાકભાજીના વિક્રેતાઓને સુપર સ્પ્રેડર( Super Spreader)   જાહેર કરવામાં આવ્યા હતા તેમને જ વેકસીન( Vaccine)થી વંચિત રાખવામાં આવ્યા છે. જેને કારણે અમદાવાદ શહેરના શાકભાજી વિક્રેતાઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે..

મહત્વનું છે કે Corona કાળમાં AMC દ્વારા દૈનિક જરૂરિયાતની કામગીરી કરતા વ્યક્તિઓને સુપર સ્પ્રેડર( Super Spreader)   જાહેર કર્યા હતા જેમાં શાકભાજીના વેપારીઓ , કરીયાણાના વેપારીઓ તેમજ વાણંદ, સહિતના વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને આવા વ્યક્તિઓને ફરજીયાત કોરોના ટેસ્ટ કરાવીને હેલ્થ કાર્ડ બનાવવામાં હતા તેમજ Coronaની બીજી લહેરમાં શાકભાજીના વેપારીઓને RTPCR ટેસ્ટ કરાવવા માટેની ફરજ પાડવામાં આવી હતી જેનો શાકભાજીના વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

જો કે કોરોના કાળમાં શાકભાજીના વેપારીઓને સુપર સ્પરેડર્સ ગણનારા AMCના અધિકારીઓ આજે એ જ સુપર સ્પ્રેડર( Super Spreader) ને ભૂલી ગયા છે જેમના પર કોરોનાનું સંક્રમણ ફેલાવતા હોવાના આક્ષેપો કરવામાં આવતા હતા. અમદાવાદ શહેરના 90% શાકભાજીના વેપારીઓ હજુ સુધી વેકસીનથી વંચિત છે.

જેમાં શાકભાજી વેચતા વેપારીઓમાં મોટાભાગના વેપારીઓ પાસે એન્ડ્રોઇડ મોબાઈલ નથી તો જેની પાસે એન્ડ્રોઇડ મોબાઈલ છે તેવા વેપારીઓને મોબાઈલમાં રજિસ્ટ્રેશન કરાવતા જ નથી આવડતું તો આવા વેપારીઓ વેકસીન કેવી રીતે લઈ શકશે તે સૌથી મોટો પ્રશ્ન છે.

શાકભાજીના વેપારીઓ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે શહેરના મોટા શાકમાર્કેટમાં વેક્સિન માટે કેમ્પનું આયોજન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે સાથે જ જો તંત્ર કેમ્પના આયોજન માટે તૈયારી બતાવશે તો શાકભાજીના વેપારીઓ તમામ સહયોગ આપવા પણ વેપારીઓએ તૈયારી બતાવી છે..

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">