AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ગુજરાતને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2026 ફાઈનલમાં પહોંચ્યું, 3 બોલમાં 2 ભૂલોને કારણે GT હારી ગયું

ક્વોલિફાયર -1 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને એકતરફી રીતે હરાવ્યું હતું. બેંગલુરુએ 20 ઓવરમાં 254 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના જવાબમાં ગુજરાત ટાઇટન્સ સસ્તામાં ઓલઆઉટ થઈ ગયું હતું. આ જીત સાથે RCB IPL 2026 ની ફાઈનલમાં પહોંચ્યું હતું.

Breaking News: ગુજરાતને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2026 ફાઈનલમાં પહોંચ્યું, 3 બોલમાં 2 ભૂલોને કારણે GT હારી ગયું
Royal Challengers BengaluruImage Credit source: X/Royal Challengers Bengaluru
| Updated on: May 27, 2026 | 12:20 AM
Share

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ક્વોલિફાયર-1 માં ગુજરાત ટાઇટન્સને સામે શાનદાર જીત મેળવી IPL 2026 ની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 92 રનથી હરાવ્યું. આ હાર છતાં GT પાસે હજી પણ ફાઈનલમાં પહોંચવાની તક છે. 

RCB એ GT ને 92 રનથી હરાવ્યું

પ્રથમ બેટિંગ કરતા, બેંગ્લોરે 20 ઓવરમાં 254 રન બનાવ્યા. જવાબમાં, ગુજરાત ટાઇટન્સની બેટિંગ સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ, અને તેઓ 162 રનમાં ઓલઆઉટ થઈ ગયા. આ સાથે, તેઓએ ફાઇનલમાં પહોંચવાની પોતાની પહેલી તક ગુમાવી દીધી.

RCB સતત બીજી વખત IPL ફાઈનલમાં 

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત બીજી વખત અને IPL ઇતિહાસમાં પાંચમી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. હવે આ ટીમ પાસે પોતાનું ટાઇટલ ડીફેન્ડ કરવાની શાનદાર તક છે. ગયા સિઝનમાં, RCB એ પંજાબને હરાવીને પહેલીવાર IPL ચેમ્પિયન બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.

બેટ્સમેનોએ RCBની જીતનો પાયો નાખ્યો

RCBના બેટ્સમેનોએ વિજયનો પાયો નાખ્યો હતો. વિરાટ કોહલીએ 25 બોલમાં 43 રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી, પરંતુ મિડલ ઓર્ડરમાં આવેલા કેપ્ટન રજત પાટીદારે મેચને એકતરફી બનાવી દીધી. પાટીદારે માત્ર 33 બોલમાં 9 છગ્ગા અને પાંચ ચોગ્ગાની મદદથી અણનમ 93 રન બનાવ્યા હતા. પાટીદારનો સ્ટ્રાઇક રેટ 281 થી વધુ હતો. કૃણાલ પંડ્યાએ પણ 43 રનની ઇનિંગ રમી, જેનાથી RCB એ 254 રનનો રેકોર્ડબ્રેક સ્કોર બનાવ્યો હતો.

ગુજરાતની બેટિંગ પત્તાના મહેલની જેમ ઢેર

255 રનના લક્ષ્યાંક સામે ગુજરાતની બેટિંગ સંપૂર્ણપણે પડી ભાંગી. સાઈ સુદર્શન 14 રન બનાવીને હિટ વિકેટ આઉટ થયો અને કેપ્ટન શુભમન ગિલ માત્ર 2 રન બનાવીને બોલ્ડ થયો. વિકેટકીપર જોસ બટલરે 11 બોલમાં 29 રન બનાવ્યા. નિશાંત સિંધુ 5 અને વોશિંગ્ટન સુંદર 8 રન બનાવીને આઉટ થયા. જેસન હોલ્ડર પોતાનું ખાતું પણ ખોલી શક્યો નહીં. રાહુલ તેવતિયાએ અડધી સદી ફટકારી, પરંતુ અંતે GT ને કારમી હારનો સામનો કરવો પડ્યો. ક્વોલિફાયરમાં, RCBના ફાસ્ટ બોલર જેકબ ડફીએ સૌથી વધુ 3 વિકેટ લીધી. રસિક સલામ દાર અને ભુવનેશ્વર કુમારે પણ 2-2 વિકેટ લીધી હતી.

ગુજરાતની હારનું સૌથી મોટું કારણ

ગુજરાતની બોલિંગ અને બેટિંગ નબળી હતી, પરંતુ તેમની હારનું સૌથી મોટું કારણ નબળી ફિલ્ડિંગ હતી. ગુજરાત ટાઈટન્સે મિસફિલ્ડિંગ ઉપરાંત, રજત પાટીદારને ત્રણ બોલમાં બે જીવનદાન આપ્યા. પ્રસિદ્ધ કૃષ્ણાની ઓવરમાં પહેલા બોલ અને ત્રીજા બોલ પર રજત પાટીદારના બે કેચ ગુજરાતે છોડ્યા. ત્યારે પાટીદાર ફક્ત 18 રન પર હતો. પાટીદારે આ બે તકોનો લાભ લીધો અને તોફાની ઈનિંગ રમીને પોતાની ટીમને IPL ફાઈનલમાં પહોંચાડી.

ગુજરાત પાસે હજુ પણ ફાઈનલમાં પહોંચવાની તક

જોકે, ગુજરાત પાસે હજુ પણ IPL 2026 ની ફાઈનલમાં પહોંચવાની તક છે. ગુજરાત ટાઈટન્સ ક્વોલિફાયર 2 માં રમશે. આ મેચ 29 મેના રોજ ન્યૂ ચંદીગઢમાં હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેના એલિમિનેટર મેચના વિજેતા સામે થશે. રાજસ્થાન અને હૈદરાબાદ વચ્ચેની મેચ 27 મેના રોજ સાંજે 7:30 વાગ્યે ન્યૂ ચંદીગઢ સ્ટેડિયમમાં રમાશે.

Breaking News: 14 ચોગ્ગા અને છગ્ગા… રજત પાટીદારની રેકોર્ડબ્રેક ઈનિંગ, 33 બોલમાં તોડ્યા મોટા રેકોર્ડ

Follow Us
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
ગરીબોના હકના અનાજનું કૌભાંડ: અડધી રાત્રે દરોડા પાડી સંચાલક ઝડપાયો
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
સુરેન્દ્રનગર-અમદાવાદ ફરીથી ગરમીમાં ધગધગ્યું
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
પાલનપુરમાં પતિએ જ 50 હજારમાં પત્નીને વેચી, 6 આરોપીઓની ધરપકડ
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
ગુજરાતમાં ચોમાસુ કેવું રહેશે? વર્ષા વિજ્ઞાન પરિસંવાદમાં 'મોટો વરતારો'
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખના પુત્રે રાજકીય વિરોધીને આપી લુખ્ખી ધમકી
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
મહિલા દર્દીએ ડોક્ટર પર ગંભીર આક્ષેપ કર્યા, ડૉક્ટરે તમામ આરોપો નકાર્યા
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ATS-SOGએ રૂ.71 લાખનું મેફેડ્રોન ઝડપી પાડ્યું
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
ફ્લેટના નામે લાખોની ઠગાઈ, Phd શિક્ષિકા નીકળી માસ્ટર માઈન્ડ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને પોરબંદર પહોંચ્યું જહાજ
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
અમદાવાદ મનપામાં નવા હોદ્દેદારોની વરણી, હિતેશ બારોટ બન્યા નવા મેયર
g clip-path="url(#clip0_868_265)">